SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ | (૧૬) સહસ્ત્રકમલ નામનું આલંબન રણવીરરાજા આ બંને સાંઢ ઘણા હૃષ્ટપુષ્ટ છે, તેથી તેમને મારી ક્રિીડા માટે ક્રીડાઘરમાં રાખીશ.” આ પ્રમાણે વિચારતો કલ્યાણકોટી નગરનો કલ્યાણરાજા ઉદ્યાનમાં ગયો. ઉદ્યાનમાંથી પાછા ફરતા માર્ગમાં તેણે બંને સાંઢને પરસ્પર યુદ્ધ કરતાં મૃત્યુ પામેલાં જોયા. આથી, અનિત્યભાવના ભાવતાં રાજાને વૈરાગ્ય થયો અને તેણે પોતાના રણવીર નામના કુમારને રાજય સોંપી દીક્ષા લીધી. નિરતિચાર સંયમ પાળીને કલ્યાણરાજાએ આત્મકલ્યાણ સાધ્યું. આ બાજુ, રણવીર રાજા ન્યાય-નીતિપૂર્વક રાજય કરતો હતો. તેને એક દિવસ સમાચાર મળ્યા કે આચાર્ય ધર્મસૂરિજી પધાર્યા છે. રાજા તેમને વંદન કરવા ગયો તથા દેશના સાંભળી. દેશનામાં શત્રુંજયગિરિનો મહિમા સાંભલી રણવીરરાજાને યાત્રા કરવાના મનોરથ થયા. તેથી પરિવારસહિત ત્યાં ગયો. ત્યાં તેણે એક હજાર થાંભલાવાળું વિશાળ જિનાલય બંધાવ્યું અને આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. તે સમયે ત્યાં હજાર સાધુઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઈન્દ્ર મહારાજાએ તે સર્વને બેસવા માટે સુવર્ણના સહસ્ત્રકમલ વિકવ્ય. આથી હર્ષિત થઈ રાજાએ ગિરિરાજને સહસ્ત્રકમલ” નામ આપ્યું. ત્યાંથી નગરમાં પાછા આવી પોતાના પુત્રને રાજય ઉપર બેસાડી રણવીરરાજાએ સંયમ લીધુ. અનુક્રમે આચાર્ય બન્યા. વિચરતા વિચરતા ઘણાને પ્રતિબોધ પમાડી શત્રુંજય ઉપર આવ્યા. ત્યાં કેવળજ્ઞાન પામી, ત્રણ લાખ સાધુઓની સાથે મોક્ષે ગયા. | | કૃતિ સહસ્ત્રવિમઃ રાત્રિ વીર નાથા | (૧૦) ટંક નામનું આલંબન હરરાજા આજથી મારે દરરોજ ત્રણસો નવકાર ગણવા અને પ્રભુનું દર્શન અવશ્ય કરવું.” હિર નગરના ઢંકરાજા અને ઢંકદેવી રાણીના પુત્ર હરકુમારે આનંદ અને સૂરી નામના સાધુયુગલની સન્મુખ આ પ્રમાણે અભિગ્રહ કર્યો. તેથી માતા-પિતા ખુશ થયાં. કારણ કે રાજા-રાણી ધર્મિષ્ઠ હતા. અનુક્રમે રાજકુમારને સર્વ રીતે યોગ્ય જાણી ઢંકરાજાએ રાજયની ધુરા તેને સંભાળવા આપી પોતે સંયમ લીધું. ગુરુ પાસે અનેક શાસ્ત્રો ભણીને બૃહસ્પતિ સરખા થયા. ગુરુએ પોતાના પદે સ્થાપ્યા. શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૫
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy