________________
અંગરક્ષકો પણ મુક્તિ પામ્યા. તે જોઈ રાજાએ “સિદ્ધશેખર' નામ આપ્યું. પદ્મરાજા પણ ત્યાં ભાવના ભાવતાં ભાવતાં તે જ વખતે ત્યાં કેવળજ્ઞાન અને મુક્તિ પામ્યા.
તેના પુત્ર હીરકુમારે સંઘની ધુરા સંભાળી. પિતાનો સિદ્ધ મહોત્સવ કર્યો અને નગરમાં આવી સંઘને શ્રેષ્ઠ પહેરામણી કરી વિસર્જન કર્યો.
| | તિ સિદ્ધશેવર: રાત્રિ પતૃપાથા છે
(૯) “સિદ્ધપર્વત’ નામનું આલંબન હર-હરી
ઓ ભગવદ્ ! અમને લક્ષ્મી પ્રાપ્ત કરવાનો કોઇક ઉપાય બતાવોને. અમે ખૂબ દુ:ખી છીએ.'
શ્રીપુર નગરના ધનદ શેઠના પુત્રો હર અને હરી શ્રીધનેશ્વર સૂરી નામના આચાર્યમહારાજને ખૂબ પ્રભાવશાળી જાણીને, એમની પાસે પોતાનું દુઃખ જણાવે છે. પિતાએ ત્રણ કરોડ ધન પ્રાપ્ત કર્યું હતું. પણ... ધર્મરહિત પિતા એ ધન ક્યાંક નિધાનગત રાખીને મૃત્યુ પામ્યા. બંને પુત્રો વેપારાદિ માટે પ્રયત્ન કરે છે. પણ અભાગ્યના કારણે ખોટ જાય છે. તેથી દુઃખી દુઃખી થઈ ગયા છે. છેવટે જૈન સાધુ દયાળુ અને જ્ઞાની હોય એમ જાણી આચાર્ય ભગવંત પાસે આવ્યા.
આચાર્યમહારાજ કહે છે : અમે અર્થ-કામ ઉપાર્જનની વાતો કહેતા નથી. કારણ કે એમાં ઘણું પાપ છે. તમારે જો દુઃખમુક્ત થવું હોય તો મુક્તિસુખ આપનાર ધર્મમાં ઉદ્યમ કરો.
હર અને હરી બોલ્યા : “ગુરુદેવ ! નિર્ધન એવા અમે શું ધર્મ કરીએ ?
આચાર્યભગવંતે કહ્યું : “શત્રુંજયગિરિનો મહિમા અનંત છે અને દાનધર્મથી અધિક શીલાદિ ધર્મ છે. માટે તમે શત્રુંજયે જાવ ત્યાં નિત્ય એકાસન, ઉભયટંક પ્રતિક્રમણ અને ૩૦૦ વખત પરમેષ્ઠી મંત્રનો જાપ કરજો. તમારું કલ્યાણ થશે.”
ગુરુદેવની વાણી સ્વીકારીને હૈયામાં બહુમાન ધરતા બંને ભાઈઓ શત્રુંજયે આવ્યા અને વિધિપૂર્વક ગુરુએ કહેલું સર્વ કરતાં મરીને પ્રથમ દેવલોકમાં ગયા.
ત્યાં અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ સંભારી શત્રુંજયગિરિની ભક્તિ કરવા આવ્યા. તે વખતે મુકુન્દ નામે રાજા ત્યાં મોટા સંઘસહિત આવ્યો હતો. તેણે ખૂબ ભવ્ય પ્રભુભક્તિ કરી. આ દેવોએ પણ ત્યારે નૃત્યાદિની ભક્તિ કરી. પછી બધા ત્યાં કોઇક કેવળજ્ઞાની મહાત્મા બિરાજમાન હતા તેમની પાસે દેશના સાંભળવા ગયા.
દેશનાને અંતે દેવોએ પૂછ્યું : “અમારી મુક્તિ ક્યાં થશે ?' કેવલીએ કહ્યું, અહીં સિદ્ધગિરિ ઉપર જ તમારો મોક્ષ થશે.” દેવો બોલી ઉઠ્યા, “અહો ! આ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૫૭