________________
પ્યારી કન્યા આપી છે. તે ખૂબ કોમળ છે. એણે દુનિયાની રીત જાણી નથી, તેથી તેને સાચવજો. હવે હું શ્રી ઋષભદેવની ભક્તિમાં લીન થઇશ.'
રાજાએ પણ ઋષિને સંતોષકારક જવાબ આપી, આશીર્વાદ લઇ ત્યાંથી પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. અનુક્રમે નગરમાં આવી સુખપૂર્વક રહેવા લાગ્યો. કમલમાલાની સાથે વિષયસુખ ભોગવતાં રાજાને પુત્ર પ્રાપ્ત થયો. તે ગર્ભમાં હતો ત્યારે કમલાલાએ શુકનું સ્વપ્ન જોવાથી તેનું નામ “શુકકુમાર પાડ્યું.
એક દિવસ બાળ રાજકુમારને ખોળામાં બેસાડી એ જ આમ્રવૃક્ષ નીચે રાજા રમાડી રહ્યો હતો. પાસે કમલમાલા રાણી બેઠી હતી. તેથી પૂર્વની વાત યાદ આવવાથી રાજાએ કમલમાલાને તે વાત કહેવા માંડી કે... અહીં હું ગર્વ કરતો હતો ત્યારે એક પોપટે મને અટકાવ્યો અને તારો મેળાવ કરાવ્યો... ઇત્યાદિ.
આ સાંભળતાં જ શુકકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે જ્ઞાનબળે પોતે જોયું કે, પૂર્વભવમાં પોતે ભદિલપુરનો જિતારિ રાજા હતો. તેને હંસી અને સારસી નામે રાણીઓ હતી. હંસી સરળ ચિત્તવાળી હતી. સારસી થોડી વક્રચિત્તવાળી હતી. બંનેની સાથે રાજાએ શત્રુંજયગિરિની ભાવપૂર્વક યાત્રા કરેલી અને હંસીના કહેવાથી રાજમહેલના આંગણામાં જ ઉત્તમ, ઉત્તુંગ જિનાલય બંધાવેલું. ત્યાં ત્રણે જણ પ્રભુની ભાવપૂર્વક ભક્તિ કરતાં.
અંત સમયે... જિતારિ રાજાનું ધ્યાન જિનાલયના શિખરે બેઠેલા પોપટમાં સ્થિર થયું અને તે જ સમયે નવા આયુષ્યનો બંધ પડ્યો. આ ભવ યોગ્ય આયુષ્ય કર્મ પૂરું કરી રાજા પોપટ તરીકે ઉત્પન્ન થયો. રાજાના વિયોગે વૈરાગ્યવાસિત થયેલી હંસી અને સારસીએ દીક્ષા લીધી. બંને શુભધ્યાનપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં ગઈ. ત્યાં અવધિજ્ઞાનથી પોતાના પતિને પોપટ થયેલા જાણી ત્યાં આવીને પ્રતિબોધ કર્યો કે –
‘તમે ભજિલપુરમાં જિતારી રાજા હતા. હવે હમણાં અનશન કરો તો ફરી દેદિપ્યમાન રૂપધારી અમારા સ્વામી થાઓ.” પોપટે અનશન કર્યું અને મરીને તે દેવીઓનો પતિદેવ' થયો. હંસીદેવીએ સરળપણાથી પુરુષવેદ બાંધ્યો તેથી તે ત્યાંથી ચ્યવીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં “મૃગધ્વજ રાજા થઇ. સારસી કમલમાલા ઋષિકન્યા થઈ અને પોપટનો જીવ તે હું શુકકુમાર થયો.
આ સર્વ વૃત્તાંત શુકકુમારે જાતિસ્મરણ દ્વારા જાણ્યો. તેને પોતાની પૂર્વભવની પત્નીઓ કે જે અત્યારે માતા-પિતા બન્યા છે. તેમને માતા-પિતા કહેતાં લજ્જા આવી, તેથી તે મૌન થઈ ગયો. અત્યાર સુધી કાલીઘેલી ભાષામાં લાડપૂર્વક બોલતો કુમાર
વાહામ્ય સાર - ૩૪૫