SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) “શત્રુંજય' નામનું આલંબન શુકરાજા - હે રાજન ! કોઇ ઠેકાણે ગર્વ ન કરવો જોઇએ. કારણ કે જગતમાં ઘણે ઠેકાણે તરતમપણું હોય છે. અર્થાત્ શ્રેષ્ઠ દેખાતી વસ્તુથી પણ અધિક ચડિયાતી શ્રેષ્ઠત્તમ વસ્તુ જગતમાં હોય છે.” અચાનક આવી વાણી સાંભળી મૃગધ્વજ રાજાએ ઉપર જોયું, તો એક પોપટ તેને આમ કહી રહ્યો હતો. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા, મૃગધ્વજ પોતાના અંતઃપુરની સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા આવ્યા છે. વસંતઋતુ ખીલી છે. આંબા ઉપર મહોર ફુલી ફાલીને વાતાવરણને આફ્લાદક બનાવે છે. રાજા પોતાની સ્ત્રીઓને જોઇને ખૂબ ગર્વ કરતો હતો કે મારા જેવી રૂપવાન પત્નીઓ બીજા કોઈની પાસે નહિ હોય. ત્યારે ત્યાં આમ્રવૃક્ષ ઉપર બેઠેલો એક પોપટ તેને બોધ આપે છે. રાજાએ પોપટને જ્ઞાની જાણી પૂછ્યું, “હે શુક ! શું તે આનાથી અધિક રૂપવાન સ્ત્રીને જોઈ છે ?' શુક કહે છે : રાજન્ ! શ્રીપુરનગરના રાજા ગાગલિ, વૈરાગ્ય પામીને સંસાર ત્યાગી તાપસ બન્યા. રાજાના સ્નેહથી તેમની રાણી સગર્ભા હોવા છતાં તાપસી બની. અનુક્રમે સમય પૂર્ણ થતાં રાણીએ વનમાં પુત્રીને જન્મ આપ્યો અને પોતે તત્કાળ મૃત્યુ પામી. ગાગલિઋષિએ પુત્રીને લાલન-પાલન કરી, મોટી કરી. અત્યંત સૌંદર્યવાન તે કુંવરીનું નામ કમલમાલા રાખ્યું. તેનું કેવું રૂપ છે એવી તારી એક પણ સ્ત્રી નથી. માટે જો તારે તે કન્યા જોવાની ઇચ્છા હોય તો મારી પાછળ આવ. પોપટની વાતમાં આકર્ષાયેલા મગધ્વજ રાજા તેની પાછળ જવા લાગ્યા. પોપટ તેમને લઈને મહાઅટીમાં આવ્યો. ત્યાં શ્રી યુગાદિપ્રભુનું સુંદર જિનાલય તેમણે જોયું. તેથી રાજા પ્રભુના દર્શન કરવા ગયો. મંદિરમાં તેણે એક દેવકન્યા જેવી સુંદર યુવતીને પૂજા કરતી જોઇએ. યુવતી તો પૂજામાં મગ્ન હતી. પૂજા પૂર્ણ થયા બાદ ક્યાંય નજર કર્યા વગર, નીચી નજરે પાછા પગલે તે નજીકમાં રહેલા પોતાના આશ્રમમાં ચાલી ગઈ. રાજા પણ તેની પાછળ પાછળ આશ્રમમાં આવ્યો. રાજાને આવેલા જાણી ગાગલિ તાપસે તેમનું આતિથ્ય કર્યું અને કહ્યું કે, કમલમાલા નામની મારી આ પુત્રીનું પાણિગ્રહણ કરો.' રાજાએ હર્ષથી તેમની વાત વધાવી. ત્યારબાદ પોતાની નગરીમાં પાછા જવા અનુમતિ માંગી. ત્યારે ગાગલિ મહર્ષિએ રાજાને શીખ આપતા કહ્યું, “મેં આ શુકદેવના વચનથી તમને મારી પ્રાણ શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૪૪
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy