SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ A A A A A તેનાથી ગિરનાર તથા અષ્ટાપદ પર્વત પર દાનાદિ કરવાથી ક્રોડગણું પુણ્ય અને તેનાથી શત્રુંજય તીર્થનાં દર્શન માત્રથી અનંતગણું પુણ્ય ઉપાર્જન થાય છે, અને હે ઇન્દ્ર ! શત્રુંજયની સેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે તો વચનથી કહી શકાય તેમ જ નથી. I ગિરિરાજનું પ્રમાણ, ૨૧ મુખ્ય શિખરો અને યાત્રાનો મહિમા આ સિદ્ધગિરિ તીર્થ - પહેલા આરામાં ... : ૮૦ યોજન વિસ્તારવાળો, બીજા આરામાં ..... : ૭૦ યોજન, ત્રીજા આરામાં...: ૬૦ યોજન, > ચોથા આરામાં ..... : ૫૦ યોજન, પાંચમા આરામાં . : ૧૨ યોજન અને છઠ્ઠા આરામાં .....: ૭ હાથ જેટલા પ્રમાણવાળો રહેશે. આ ઉત્તમ તીર્થનું પ્રમાણ અવસર્પિણી કાળમાં ઘટતું જાય છે અને ઉત્સર્પિણી કાળમાં તે જ પ્રમાણે પાછું વધતું જાય છે, પરંતુ તેનો મહિમા ક્યારેય ઓછો થતો નથી. જયારે શ્રી ઋષભદેવ પ્રભુ વિચરતા હતા ત્યારે, અર્થાત્ ત્રીજા આરાના અંતે આ ગિરિ મૂળમાં પચાસ યોજન વિસ્તારવાળો અને ઉંચાઇમાં આઠ યોજનનો હતો. છઠ્ઠા આરાના અંતે ભરતક્ષેત્રમાં થનારા પ્રલયકાલમાં બીજા પર્વતો ક્ષય થશે પણ આ ગિરિનો ક્ષય નહિ થાય. તેથી તેનો આશ્રય કરીને રહેલા લોકો અક્ષય સુખને મેળવે છે. આ ગિરિરાજમાં – ૧. શત્રુંજય, ૨. રૈવતગિરિ, ૩. સિદ્ધક્ષેત્ર, ૪. સુતીર્થરાજ, ૫. ઢંક, ૬. કપર્દી, ૭. લૌહિત્ય, ૮. તાલધ્વજ, ૯. કંદબગિરિ, ૧૦. બાહુબલિ, ૧૧. મરુદેવ, ૧૨. સહસ્રાખ્ય, ૧૩. ભગીરથ, ૧૪. અષ્ટોત્તરશતકૂટ, ૧૫. નગેશ, ૧૬. શતપત્રક, ૧૭. સિદ્ધિરાજ, ૧૮. સહસ્રપત્ર, ૧૯. પુણ્યરાશિ, ૨૦. સુરપ્રિય અને ૨૧. કામદાયી - એ નામનાં એકવીશ મુખ્ય શિખરો કહેવાય છે. તે પ્રત્યેકનો જો મહિમા કહેવા બેસીએ તો અનેક વર્ષો ચાલ્યા જાય, તેથી તેઓમાં જે સુપ્રસિદ્ધ છે, તેનો મહિમા અહીં કહેવાશે. આ સર્વ પ્રસિદ્ધ શિખરોમાં મુખ્ય શિખરો શત્રુંજય અને સિદ્ધક્ષેત્ર છે. તેથી તેની ઉપર ચઢનારા પ્રાણીઓ અલ્પ પ્રયત્ન લોકાગ્ર ઉપર સ્થાન મેળવે છે. માહાભ્ય સાર • ૧૫
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy