________________
જાણવા છતાં યથાર્થ કહી શકતા નથી. એટલો બધો આ ગિરિવરનો અતિશય છે. તો પણ... ભવ્યજીવોના ઉદ્ધાર માટે સંક્ષેપથી એનો મહિમા હું જણાવું છું.
જેમ શ્રી પાર્શ્વનાથની સ્તુતિથી સર્પનું ઝેર ઉતરી જાય છે, તેમ... ત્રણ લોકના ઐશ્વર્યરૂપ આ ગિરિરાજના નામમાત્રથી બધા પાપ નાશ પામે છે.
શત્રુંજય, પુંડરીક, સિદ્ધક્ષેત્ર, મહાબલ, સુરશૈલ, વિમલાદ્રિ, પુન્યરાશિ, શ્રેય પદ (શ્રીપદ), પર્વતેન્દ્ર, સુભદ્ર, દેઢશક્તિ, અકર્મક, મુક્તિગેહ, મહાતીર્થ, શાશ્વતગિરિ, સર્વકામદ, પુષ્પદંત, મહાપદ્મ, પૃથ્વીપીઠ, પ્રભુપદ, પાતાલમૂલ, કૈલાસ, ક્ષિતિમંડલમંડન વગેરે આ તીર્થના ૧૦૮ નામ છે. આ નામ પ્રાતઃકાળે જે બોલે, સાંભળે કે યાદ કરે તેની વિપત્તિઓ સર્વ રીતે ક્ષય પામે છે અને સંપત્તિઓ પ્રાપ્ત થાય છે.
આ સિદ્ધગિરિ સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ છે. સર્વ પર્વતોમાં ઉત્તમ પર્વત છે. સર્વ ક્ષેત્રોમાં ઉત્તમ ક્ષેત્ર છે.
હે ઇન્દ્ર ! આ અવસર્પિણી કાલની શરૂઆતમાં મોક્ષદાયક પ્રથમ તીર્થ આ શત્રુંજય જ હતું. બીજા તીર્થો ત્યાર પછી થયેલાં છે.
હે સુરેશ્વર ! આ ગિરિરાજનાં દર્શન કરવાથી, પૃથ્વી ઉપર જેટલા પવિત્ર તીર્થો છે તે સર્વનાં દર્શન કર્યા ગણાય છે. પંદર કર્મભૂમિઓમાં વિવિધ તીર્થો છે, તે સર્વમાં આ શત્રુંજય સમાન પાપનાશક અન્ય કોઇ તીર્થ નથી.
બીજા પર્વત, ઉદ્યાન, નગરાદિમાં રહેલા લૌકિક તીર્થોમાં તપ, જપ, નિયમ, દાનાદિ કરવાથી જે પુન્ય પ્રાપ્ત થાય, તેથી દશગણું પુન્ય વીતરાગ પ્રભુથી અધિષ્ઠિત તીર્થમાં તે તે કાર્યો કરવાથી થાય છે.
Uગિરિરાજ ઉપર કરેલી આરાધનાથી થતું પુણ્ય - લૌકિક તીર્થો કરતાં જૈન તીર્થોમાં દાનાદિ કરવાથી દશગણું પુણ્ય, તેનાથી જંબૂવૃક્ષના ચૈત્યોમાં દાનાદિ કરવાથી સોગણું પુણ્ય, તેનાથી ધાતકીવૃક્ષના ચૈત્યોમાં દાનાદિ કરવાથી હજારગણું પુણ્ય,
તેનાથી પુષ્કરવરદ્વીપ તથા રૂચક પર્વતના ચૈત્યોમાં દાનાદિ કરવાથી દશ હજારગણું પુણ્ય,
તેનાથી નંદીશ્વર, કુંડલાદ્રિ, માનુષોત્તરમાં દાનાદિ કરવાથી લાખગણું પુણ્ય,
તેનાથી વૈભારગિરિ, સમેતશિખર, વૈતાઢય, મેરૂ પર્વતમાં દાનાદિ કરવાથી દસ લાખગણું પુણ્ય,
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪