________________
તે મોગલ યવનો ગાયો, ધાન્ય, ધન, બાળકો, સ્ત્રીઓ તથા ઉત્તમ, મધ્યમ અને અધમ જાતના લોકોનું સૌરાષ્ટ્ર, કચ્છ અને લાટ વગેરે દેશોમાંથી અપહરણ કરીને પોતાના દેશમાં લઇ જશે. ત્યાં તે મોગલ લોકો સર્વ વર્ણોને પોતપોતાનાં ચિત કાર્યમાં જોડી, ઘણું દ્રવ્ય આપી પોતાનાં દેશમાં રાખશે. ત્યારે જાવડ શેઠને પણ તે લોકો ત્યાં લઇ જશે. ત્યાં પણ જાવડ શેઠ ઘણું દ્રવ્ય ઉપાર્જન ક૨શે અને આર્યદેશની જેમ ત્યાં પણ પોતાની જ્ઞાતિને એક ઠેકાણે વસાવી ધર્મવાન રહીને અમારું (ભગવાન શ્રી મહાવીર દેવનું) ચૈત્ય કરાવશે.
આર્ય અનાર્ય દેશમાં વિહાર કરતાં મુનીશ્વરો અનુક્રમે તે મોગલોના પ્રદેશમાં આવશે. એટલે આનંદ સહિત જાવડ તેમને વંદન કરશે. ધર્મવ્યાખ્યાનના સમયે સિદ્ધગિરિના મહિમાના ઉદયના પ્રસંગે પાંચમાં આરામાં જાવડ નામે એક તીર્થોદ્ધાર કરનાર થશે... એવું તેઓના મુખેથી સાંભળતાં જાવડ આનંદથી પ્રણામ કરીને મુનિઓને પૂછશે કે, ‘હે ભગવન્ ! જે તીર્થોદ્ધાર કરનાર જાવડ થશે તે હું કે બીજો ? જ્ઞાન ઉપયોગથી જાણીને ગુરુમહારાજ કહેશે કે, જ્યારે પુંડરિકગિરિના અધિષ્ઠાયકો હિંસા કરનાર થશે. મદ્ય-માંસને ખાનારા તે યક્ષો સિદ્ધગિરિની આસપાસ પચાસ યોજન સુધી બધું ઉજ્જડ કરી નાંખશે. કદી કોઇ માણસ તે હદનું ઉલ્લંઘન કરી તેની અંદર જશે. તો તેને મિથ્યાત્વી થયેલો કપ યક્ષ અતિરોષ ધરીને મારી નાંખશે. ભગવાન્ યુગાદિ પ્રભુ પણ અપૂજ્ય રહેવા પામશે. તેવા કટોકટીના સમયમાં તે તીર્થનો ઉદ્ધાર કરનાર ભાગ્યશાળી તું પોતે જ થઇશ. માટે પ્રભુના કહેવાથી બાહુબલિએ કરાવેલા શ્રી પ્રથમ પ્રભુનાં બિંબને તું ચક્રેશ્વરી દેવીની ભક્તિ કરીને તેની પાસેથી માંગી લે.
આ પ્રમાણે તે મુનિવરો પાસેથી સાંભળીને, તેઓને નમી, હર્ષથી જાવડ પોતાનાં ઘરે જઇ તત્કાળ પ્રભુની પૂજા કરીને ચક્રેશ્વરી દેવીનું ધ્યાન કરતો, સમાધિયુક્ત રહીને તપશ્ચર્યા કરશે. એક મહિનાના તપને અંતે ચક્રેશ્વરી દેવી સંતુષ્ટ થઇ, પ્રત્યક્ષરૂપે આવીને તે મહાપુરુષને કહેશે, ‘હે જાવડ ! તું તક્ષશિલાપુરીમાં જા, ત્યાંના રાજા જગન્મલ્લને કહે, એટલે તેણે બતાવવાથી ધર્મચક્રની આગળ તે આર્હત્ બિંબને તું દેખીશ. પછી તું શ્રી શત્રુંજય ગિરિરાજનો ઉદ્ધાર કરીશ.'
શ્રી ચક્રેશ્વરી દેવીનું વચન સાંભળી હૃદયમાં તેમનું જ સ્મરણ કરતો જાવડ તત્કાલ તક્ષશિલા નગરી તરફ જશે અને ઘણાં ભેટણાં વડે ત્યાંના રાજાને સંતોષીને ચક્રેશ્વરી દેવીએ કહેલી પ્રતિમા માટે પ્રીતિથી તેની સમક્ષ પ્રાર્થના કરશે. પછી રાજાની પ્રસન્નતા મેળવીને ધર્મચક્ર પાસે આવીને ભક્તિથી પ્રદક્ષિણા કરીને સમાધિપૂર્વક તેનું પૂજન શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૨૪