________________
ઉપકારી છે. આ પ્રમાણે વિચારીને તે નગરીમાં ભાવડ મારો એક પ્રાસાદ કરાવશે અને ધર્મધ્યાન કરવાના ઉદ્દેશથી તેની પાસે એક પૌષધાગાર રચાવશે. જાવડ અનુક્રમે યૌવનવયવાળો થતાં સ્ત્રીનાં લક્ષણ જાણવામાં ચતુર એવા પોતાના સાળાને ભાવડ કાંપિલ્યપુરમાં કન્યા શોધવા મોકલશે.
કાંડિત્યપુર જતા માર્ગમાં શત્રુંજયની તળેટીમાં આવેલા ઘેટી ગામમાં તે કોઇક નિમિત્તે એક રાત્રિ નિવાસ કરશે. તે ગામમાં ભાવડની જ્ઞાતિનો શૂર નામે એક વણિક રહેતો હશે. તેને સુશીલા નામે પુત્રીરત્ન હશે. જાણે સરસ્વતીના વરદાનવાળી તે બાળાને જોઇને ભાવડનો સાળો વિસ્મય પામશે. નિમિત્તને જાણનારો તે કન્યાને બોલાવીને તેનું ગોત્ર અને નામ વગેરે જાણી લેશે. પછી કોઈ માણસ દ્વારા તેના પિતા શૂર વણિકને બોલાવશે. યોગ્ય એવી ભેટ લઈ શૂર વણિક ત્યાં આવીને નમસ્કાર કરશે. ભાવડનો સાળો મધુર વાક્યથી તેને પોતાના ભાણેજ જાવડને માટે યોગ્ય એવી તે કન્યાની માંગણી કરશે. પોતાની અશક્તિથી શૂર વણિક તે સમયે નમ્ર વદનનો થઈ જશે. તેવામાં કન્યા પોતે જ આ પ્રમાણે કહેશે કે, “જે કુલવાન પુરુષ મારા ચાર પ્રશ્નનો બરાબર ઉત્તર આપશે તે માટે યોગ્ય પતિ થશે. અને જો તેવો પતિ નહીં મળે તો હું અપરિણિત અવસ્થામાં તપશ્ચર્યા કરીશ. તેની આવી વાણી સાંભળી હર્ષ પામેલો જાવડનો મામો તે કન્યાને કુટુંબ સાથે લઇને સત્ત્વર મધુમતીનગરીમાં આવશે.
તેનું આગમન સાંભળીને ભાવડ સ્વજનને લઇ પુત્રની સાથે અમારાં ચૈત્યમાં આવીને બેસશે અને અંગ પર સર્વ શૃંગારવાળી પોતાના સ્વજનોથી પરવરેલી તે કન્યા પણ ચૈત્યમાં આવશે. પછી મુખને પ્રફુલ્લિત કરતી તે સુશીલા જાવડને કહેશે,
હે ચતુર ! શાસ્ત્રમાં કહેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના ચાર પુરુષાર્થનું મારી આગળ વર્ણન કરો.”
તે સાંભળી જાવડકુમાર ધીર-ગંભીર ધ્વનિ વડે ઉત્તર આપશે. ચારે પુરુષાર્થનો યથાર્થ નિર્ણય સાંભળી સુશીલા તરત જ જાવડના કંઠમાં વરમાળા પહેરાવશે. ત્યારપછી માતા-પિતા શુભ દિવસે અન્યોન્ય અંત્યત અનુરાગી એવા તે દંપતિનો વિવાહ ઉત્સવ કરશે. • મોગલ દેશમાં જાવડશા :
કેટલોક કાલ ગયા પછી ભાવડ મૃત્યુ પામીને સ્વર્ગમાં જશે. એટલે જાવડ પોતાની નગરીનું ધર્મપૂર્વક પાલન કરશે. પછી દુષમકાળના મહાત્મથી લોકોનું લશ્કર પોતાના બળથી ઘણી ભરતભૂમિ ગ્રહણ કરશે. તેમાં જાવડની નગરી પણ લઈ લેશે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૨૩