________________
સાથે સિંધુસંગમ તીર્થમાં અગ્નિ અને કાસ્ટથી કૃષ્ણના દેહનો તેમણે અગ્નિસંસ્કાર કર્યો. તે વખતે શ્રી નેમિનાથ ભગવંતે મોકલેલા એક ચારણમુનિ ત્યાં આવ્યા. તેમણે પ્રતિબોધ આપીને બલભદ્રને દીક્ષા દીધી. પછી બલભદ્ર મુનિ તુંગિકા શિખર ઉપર ગયા.
ત્યાં બલરામમુનિ માસક્ષમણાદિ તપ કરવા લાગ્યા અને પારણા માટે એક નગરમાં ગયા. ત્યાં કૂવાકાંઠે પાણી ભરવા આવેલ કોઇ સ્ત્રીએ તેમનાં રૂપથી મોહિત થઇ તેમની જ સામું જોઈ રહીને ઘડાની શંકાએ પોતાના બાળકના ગળામાં દોરડું નાંખીને તેને કૂવામાં નાંખવા માંડ્યો. તે જોઈને પોતાના દેહથી તેઓ ઉદ્વેગ પામ્યા અને “હવેથી મારે કોઈ વખત પણ નગરમાં પેસવું નહીં એવો અભિગ્રહ ધરીને ત્યારથી તેઓ વનમાં જ રહેવા લાગ્યા. વનમાં રહીને તપશ્ચર્યા કરતા એ બલરામમુનિની સમતાના પ્રભાવથી સિંહ-વ્યાધ્રાદિક ક્રૂર પ્રાણીઓએ પણ પોતાની દુષ્ટતા ત્યજી દીધી. એક મૃગ પૂર્વભવના સંબંધથી તેમની પાસે આવીને હંમેશાં શિષ્યની જેમ હર્ષપૂર્વક તેમની ઉપાસના કરવા લાગ્યો.
એક વખતે કોઈ રાજાના કાર્યને માટે એક રથકાર ત્યાં આવ્યો. તેની પાસે બલરામમુનિ મૃગની પાછળ પાછળ ચાલતા પારણાને માટે ગયા. રથકાર તેમને જોઇને ઘણો જ ખુશી થયો અને પોતાના આત્માને ધન્ય માનવા લાગ્યો. પછી તેણે શુદ્ધ અન્નથી બલભદ્રમુનિને વહોરાવ્યું. રથકારનું દાતાપણું અને મુનિનું સત્પાત્રપણું ભક્તિથી અનુમોદતો તે મૃગ નેત્રમાં હર્ષાશ્રુ લાવી નીચું મુખ રાખીને જોતો હતો. તે વખતે અકસ્માત્ અધું છેદાયેલું એક વૃક્ષ તે ત્રણેય ઉપર પડ્યું, તેથી તે ત્રણે સમકાળે મૃત્યુ પામીને બ્રહ્મકલ્પમાં પદ્મોત્તર વિમાનમાં દેવો થયા. જે તુંગીશિખર ઉપર રામમુનિએ તપ કર્યું હતું તે શિખર તેમના સંયોગથી સર્વ પાપને ધોવામાં સમર્થ એવું મહાતીર્થ થયું. એ ‘તુંગી ગિરિ' મહાપ્રભાવિક છે. ત્યાં જઈને જે ત્રિકાલ ભક્તિથી નેમિનાથ પ્રભુને નમે છે, તે ત્રણ ભવમાં જ મુક્તિસુખ પામે છે. • શાંબ - પ્રધુમ્ન વગેરેનું નિવણ ?
આ બાજુ પ્રદ્યુમ્ન, શાંબ વગેરે યાદવકુમાર મુનિઓ વિધિપૂર્વક નેમિનાથ પ્રભુની આરાધના કરતા હતા, તેમને પ્રભુએ કહ્યું કે, “તમે શ્રી સિદ્ધાચલ તીર્થ ઉપર જાઓ. ત્યાં ધ્યાન ધરતાં તમને મુક્તિ પ્રાપ્ત થશે.” પ્રભુની વાણી સાંભળી સાડાઆઠ ક્રોડ મુનિઓની સાથે શાંબ અને પ્રદ્યુમ્ન મુનિ પ્રભુને નમીને હર્ષથી શત્રુંજય તીર્થે આવ્યા અને તેની દક્ષિણ તરફ જઈ તે જ ગિરિના સાતમા શિખર ઉપર આવીને પ્રભુના ધ્યાનમાં લીન થઇને તેઓ રહ્યા. ત્યાં તેઓ કેવળજ્ઞાન પામ્યા અને સર્વ અઘાતી કર્મોને ખપાવી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧૩