________________
• રેવતાચલ મહાતીર્થના બ્રહ્મ આદિ અધિષ્ઠાયક દેવો ?
વાયવ્ય કોણમાં ઇન્દ્ર નામનું એક નગર વસાવીને શ્રી નેમિનાથ પ્રભુને મસ્તક પર ધરીને સંકટોને દૂર કરતો બ્રહ્મન્દ્ર ત્યાં રહ્યો. શ્રી નેમિનાથ પ્રભુનાં ધ્યાનથી પવિત્ર એવા બ્રહ્મન્દ્ર સંઘની વૃદ્ધિને માટે ડમર નામના દ્વારમાં પોતાની મૂર્તિ સ્થાપના કરી. જિનધ્યાનથી પવિત્ર મનવાળો મલ્લિનાથ નામનો બળવાન રૂદ્ર નંદભદ્ર નામનાં ગિરિદ્વારમાં દ્વારપાળ થયો. બલવાન બલભદ્ર મહાબલદ્વારમાં રહ્યો. મહાબલવાન વાયુ બકુલ નામના દ્વારમાં રહ્યો. પોતાનાં શસ્ત્રોથી વિઘ્નરૂપ શત્રુઓને હણનારી અને ઉત્તરકુરુમાં રહેનારી સાત માતાઓ બદરીદ્વારમાં રહી. કેદાર નામે રૂદ્ર કેદાર નામનાં દ્વારમાં ગિરિનો રક્ષક થઇને રહ્યો. એવી રીતે સર્વ દિશાઓમાં આઠ દેવોએ નિવાસ કર્યો. જેમાં જિનેશ્વરદેવ પાસે આઠ પ્રાતિહાર્ય રહે છે, તેમ એ આઠ દેવો એ ગિરિરાજ ઉપર આયુધ ઊંચા કરી પ્રતિહાર થઇને રહ્યા છે. - તે સિવાય ત્યાં રહેલા બીજા પણ અસંખ્ય દેવો ત્યાં આવનારના મનોરથોને પૂરે છે. મુખ્ય શૃંગથી ઉત્તર દિશાએ તે દિશાનો રક્ષક મહાબલવાન મેઘનાદ છે. પશ્ચિમ દિશાનો રક્ષક વાંચ્છિત અર્થને આપનારો રત્નમેઘનાદ છે, પૂર્વદિશામાં સિદ્ધભાસ્ય છે અને દક્ષિણમાં સિંહનાદ છે. એ ચારેદેવોથી તે શિખર જાણે ચમુખ હોય તેવું જણાય છે. મુખ્ય શિખરથી ચારે દિશાઓમાં બે બે હાના શિખરો છે. ત્યાં મૃત્યુ પામેલો અને બાળવામાં આવેલો મનુષ્ય ઉત્તમદેવ થાય છે. ત્યાં રહીને તપશ્ચર્યા કરતા અને શ્રી નેમિનાથ પ્રભુનું ધ્યાન ધરતા મનુષ્યો અષ્ટસિદ્ધિ મેળવીને પ્રાંતે અવ્યય પદને પામે છે.
એ ગિરિ ઉપર પ્રત્યેક વૃક્ષમાં, પ્રત્યેક સરોવરમાં, પ્રત્યેક કૂવામાં, પ્રત્યેક દ્રહમાં અને પ્રત્યેક સ્થાનમાં શ્રી નેમિનાથ પ્રભુનાં ધ્યાનમાં પરાયણ દેવો રહેલા છે. તે સર્વની મધ્યમાં ઊંચાં શિખર ઉપર સંઘના ઇચ્છિત અર્થને આપનારી સિંહવાહિની અંબિકાદેવીનો નિવાસ છે. જ્યાં રહીને શ્રી નેમિનાથ પ્રભુએ જરા પાછું વાળીને જોયું હતું તે તેમના બિંબ વડે પવિત્ર એવું શિખર ‘આલોકન” એવા નામથી પ્રખ્યાત થયેલું છે. અંબાગિરિની દક્ષિણ તરફ ગોમેધ નામે યક્ષ રહેલો છે. ઉત્તરદિશાએ સંઘના વિપ્નને હરવામાં ચતુર એવી મહાવાળા નામે દેવી રહેલી છે. કૃષ્ણ વાસુદેવે પૂજા કરતી વખતે પોતાનું છત્ર જે શિલા પર મૂકીને પાછું લીધેલું હતું તે શિલા લોકમાં છત્રશિલા” એવા નામથી પ્રખ્યાત થઇ છે.
કૃષ્ણ કરેલો જળયાત્રા મહોત્સવ પૂર્ણ થવાથી સર્વે દેવો કૃતાર્થ થઇ પ્રભુને નમીને ગિરનાર તીર્થ ઉપરથી ઉતરીને પોતપોતાનાં સ્થાને ગયા. ત્યારે કૃષ્ણ વાસુદેવ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૦૩