________________
સમુદ્રતીરે ભમવા લાગ્યો. એવી રીતે અડસઠ તીથમાં જઇ આવીને પોતાના આત્માને પવિત્ર માનતો એ તાપસ પુનઃ પોતાના સ્થાનમાં આવ્યો.
એક વખત કોઈ જ્ઞાનપવિત્ર જૈનમુનિ તેની પર્ણકૂટી પાસે આવીને કાઉસ્સગ્ન ધ્યાને સ્થિર રહ્યા. એ મુનિને આવેલા જાણીને નજીકના નગરના લોકો ભક્તિથી તેમને પ્રણામ કરવા ત્યાં આવ્યા. લોકોએ સંશય પૂછતાં, પૂર્વભવો કહેતા તે મુનિને સાંભળીને વશિષ્ટ તેમની પાસે આવી પૂછ્યું કે, “મારામાં હવે તે પાપકર્મ રહ્યું છે કે નહિ ?” | મુનિ બોલ્યા, “ક્ષેત્ર પ્રભાવ અને તપશ્ચર્યા વિના માત્ર પર્વત, નદી વગેરેમાં ભમવાથી તેનું નિબિડ કર્મ કેમ ક્ષય થઇ જાય ? તેવા કર્મને તોડનાર રૈવતાચલ તીર્થ વિના મિથ્યાત્વી તીથમાં ભ્રમણ કરવાથી તો ફક્ત ક્લેશ જ થાય છે.”
વશિષ્ટ કહ્યું, “હે મુનિ ! તમે જે ક્ષેત્ર અને તપ કહ્યો, તે મારા પાપની શાંતિને માટે વિસ્તારથી કહો.'
મુનિ બોલ્યા, “સૌરાષ્ટ્ર દેશમાં રેવતાચલગિરિ ઉત્તમ ક્ષેત્ર છે અને પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને ત્યાં શ્રી અરિષ્ટનેમિનું આરાધન કરવું તે તપ છે. જો તારે પાપનો ક્ષય કરવો હોય અને પુણ્યની પ્રાપ્તિ કરવી હોય તો સદ્ગતિને આપનાર તે રૈવતગિરિનો આશ્રય કર.'
તે સાંભળીને તેમના બોધને હૃદયમાં ધરતો વશિષ્ટ તાપસ તે આશ્રમસ્થાન છોડીને ત્યાંથી ચાલતો થયો. શ્રી નેમિનાથ પ્રભુનું સ્મરણ કરતો ઉતાવળો તે રૈવતાચલતીર્થ ઉપર આવ્યો અને ઉત્તર દિશાના માર્ગથી ગિરિરાજ ઉપર ચડ્યો. અંબાગિરીની નીચે છત્રશિલાને છોડી તે અંબાકુંડ પાસે આવ્યો અને ત્યાં તેના જળથી તેણે સ્નાન કર્યું. સ્નાન કરતાં કરતાં આહંતુ તેનું ધ્યાન કરતો તે તાપસ ધ્યાન તથા ધ્યેયને ભૂલીને તન્મય બની ગયો. જેવો સ્નાન કરીને તે બહાર નીકળ્યો, તેવી જ આકાશવાણી થઈ કે, “હે મુનિ ! તું હત્યાના પાપથી રહિત થઈને શુદ્ધ થયો છે, અંબાકુંડના જળ વડે સ્નાન કરવાથી અને શુભધ્યાનથી તારું અશુભકર્મ બધું ક્ષીણ થઈ ગયું છે, માટે હવે શ્રી નેમિનાથ પ્રભુનો આશ્રય કર.”
આવી આકાશવાણી સાંભળીને મનમાં હર્ષ પામતા વિશિષ્ટ તત્કાલ શ્રી નેમિનાથ પ્રભુનાં ચૈત્યમાં જઈને તેમને નમસ્કાર કર્યા. સદૂભક્તિ વડે સ્તુતિ કરી, ધ્યાન કરી અને અત્યંત તપ આચરી અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. અનુક્રમે સમાધિથી મૃત્યુ પામી જિનધ્યાનમાં પરાયણ તે વિશિષ્ટ મુનિ પરમ ઋદ્ધિવાળો દેવ થયો. અહીં વિશિષ્ટનો હત્યાદોષ મટી ગયો હતો, તેથી હે કૃષ્ણ ! આ પવિત્ર કુંડ તેના નામથી લોકમાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૦૦