________________
સ્થિરતા કરશે. ત્યાં દ્રવ્ય ઉપાર્જન કરીને તેનો સારા માર્ગે ખર્ચ કરી તેનું ફળ મેળવવાની ઇચ્છાએ અદ્વૈતની પૂજાને માટે ભક્તિથી તે સંઘની પ્રાર્થના કરશે. સંઘજનોએ વિશેષ ઉત્સાહિત કરેલો રત્ન શ્રાવક હર્ષના ભારથી ઉજવળ થઇ સંઘ લઇને ત્યાંથી નીકળશે. માર્ગમાં નગરે નગરે પ્રભુના નવીન પ્રાસાદો કરાવતો અને આનંદસૂરી નામે ગુરુની પૂજા કરતો તે ચાલશે. રસ્તે ભૂત, વ્યંતર, વૈતાળ, રાક્ષસ અને યક્ષોથી થતાં સંઘના વિઘ્નોનો અંબિકાનાં ધ્યાનથી તે નાશ કરશે. અનુક્રમે તે પોતાનાં નગરે આવી, ભક્તિથી ત્યાંના સંધને નિયંત્રણ કરી, શત્રુંજય તીર્થ પર પ્રભુને નમીને રૈવતાચલ તીર્થ ઉપર આવશે. જે ઠેકાણે મને કેવળજ્ઞાન થયું છે તે સ્થાને આવી તે હર્ષથી મારી પ્રતિમાને પૂજી, મુખ્ય શિખર ઉપર આરૂઢ થશે. છત્રશિલાની નીચે ચાલતાં તેનો કંપ થતો તેના જોવામાં આવશે, એટલે તે ભક્તિથી ગુરુમહારાજને બોલાવીને તેનો હેતુ પૂછશે.'
અવધિજ્ઞાન વડે જાણીને આચાર્ય મહારાજ તેને આદરથી કહેશે કે, ‘આ તીર્થનો ભંગ અને ઉદ્ધાર તારાથી જ થશે.' પછી રત્ન શેઠ કહેશે કે, ‘હે વિભુ ! જો આ તીર્થનો ભંગ મારાથી થવાનો હોય તો હવે અહીંથી આગળ ચાલવાની જરૂર નથી, અહીં રહીને જ જિનેશ્વરને નમસ્કાર કરીશ.' ગુરુ કહેશે કે, ‘તારાથી તીર્થનો ભંગ નથી, પણ તારા અનુગામી પ્રાણીઓથી છે અને તારાથી તો આ તીર્થનો અધિક ઉદ્ધાર પ્રભુએ કહ્યો છે.'
ગુરુની આવી વાણી સાંભળી સંઘપતિ રત્ન ઉત્સવથી યાત્રાળુઓની સાથે સંઘનો પ્રવેશ મુખ્ય શૃંગ ઉપર કરાવશે. ત્યાં હર્ષ પામેલા સર્વ યાત્રાળુઓ સત્વર ગજેન્દ્રપદ કુંડમાંથી શુદ્ધ જળ કાઢી કાઢીને સ્નાન કરશે પછી હર્ષપૂર્ણ અંગે તે કુંડના જળ વડે કુંભો ભરીને તેઓ જિનાલયમાં પ્રવેશ કરશે. દેવોએ વાર્યા છતાં તેમની ભાષાને નહીં જાણતા તેઓ હર્ષના આવેશથી મારી લેખમય મૂર્તિને જળથી સ્નાન કરાવશે. તે જળના સ્પર્શથી તત્કાળ લેખમય મૂર્તિ ગળી જશે અને ક્ષણવારમાં આસન ઉ૫૨ રહેલી તે મૂર્તિ અતિઆર્દ્ર મૃત્તિકાના પિંડની જેમ થઇ રહેશે. તેને જોતાં જ રત્નશેઠ તત્કાળ મૂચ્છિત થઇને ‘શું કરવું ?’ એવા વિચારમાં જડ જેવો થઇ જશે. તે વખતે તે વિચારશે કે, ‘તીર્થનો ધ્વંસ કરનાર મને ધિક્કાર છે, મારાં આવાં અજ્ઞાનપણાને ધિક્કાર છે અને આ તીર્થનો વિનાશ કરનાર મારા અજ્ઞાની અનુયાયીઓને પણ ધિક્કાર છે. અહીં આવતાં અમારી સદ્ભક્તિનું ઊલટું આવું ફળ થયું કે, જેથી તીર્થનો ઉદ્ધાર ન થતાં હા, હા તીર્થનો ધ્વંસ થયો. કયા કયા દાન અને કયા કયા તપથી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૯૫