SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમે દશ પ્રકારનાં સ્વર્ગસુખ મળે છે. આ તીર્થમાં જેઓ ચતુર્થ, છટ્ટ અને અઢમ આદિ તપ કરે છે, તેઓ સર્વ સુખને ભોગવી અવશ્ય પરમપદ પામે છે.” જે પ્રાણી અહીં ભાવથી શ્રી જિનપ્રતિમાની પૂજા કરે છે, તે શિવસુખને પ્રાપ્ત કરે છે. તો માનવસુખની તો વાત જ શી કરવી ? જે પ્રાણી અહીં ભાવથી સુસાધુને શુદ્ધ અન્ન, વસ્ત્ર અને પાત્ર વગેરે વહોરાવે છે, તે મુક્તિ પ્રાપ્ત કરે છે. ત્રણ જગતમાં સર્વ તીર્થોમાં ઉત્કૃષ્ટ એવું આ મહાતીર્થ છે. જેમાં નિવાસ કરવાથી તિર્યંચ પણ આઠ ભવની અંદર સિદ્ધિ પામે છે. આ ગિરિરાજ ઉપર બધી જ શાશ્વતી દિવ્ય ઔષધીઓ, સ્વર્ણાદિક સિદ્ધિઓ અને રસકૂપિકાઓ છે. આ તીર્થમાં ગજેન્દ્રપદ નામે કુંડ છે, જે તેની સ્પર્શના કરનાર જીવોના પાપનો નાશ કરવા સમર્થ છે. આ ગિરિરાજ ઉપર રહેલા બીજા પણ કુંડોનો જુદો જુદો પ્રભાવ છે. જેમાં છ માસ માત્ર સ્નાન કરવાથી પ્રાણીઓના કુષ્ટાદિક રોગો નાશ પામે છે. આ પ્રમાણે શ્રી નેમિનાથ પ્રભુનાં મુખકમળથી ગિરનારનો મહિમા સાંભળીને સુર, અસુર અને નરેશ્વરો હર્ષ પામ્યા. પછી કૃષ્ણ વાસુદેવે પૂછ્યું, “હે પ્રભુ આ પ્રતિમા મારા પ્રાસાદમાં સ્થાપન કરવાની છે. તે ત્યાં કેટલો કાલ રહેશે અને પછી બીજે ક્યાં ક્યાં પૂજાશે ? પ્રભુ બોલ્યા, ‘જયાં સુધી તમારું નગર રહેશે, ત્યાં સુધી તમારા પ્રાસાદમાં પૂજાશે પછી કાંચનગિરિ પર દેવોથી પૂજાશે. અમારા નિર્વાણ સમય પછી અતિ દુઃખદાયક બે હજાર વર્ષ ઉલ્લંઘન થશે, ત્યારપછી અંબિકાની આજ્ઞાથી રત્ન નામે એક ઉત્તમ અને સારી ભાવનાવાળો વણિક ત્યાંથી લાવી, આ રૈવતગિરિ પર પ્રાસાદ કરાવી, તેમાં સ્થાપિત કરીને તે પ્રતિમાની પૂજા કરશે. પછી એક લાખ, ત્રણ હજાર, બસોને પચાસ વર્ષ સુધી ત્યાં રહીને પછી ત્યાંથી તે અંતર્ધાન થઈ જશે. એકાંત દુષમા કાળમાં તેને સમુદ્રમાં રાખીને અંબિકાદેવી તેની પૂજા કરશે અને હે હરિ, પછી તેને બીજા દેવો પૂજશે.” આ પ્રમાણે સાંભળી કૃષ્ણ પૂછ્યું કે, “એ પુણ્યવાન રત્ન વણિક કોણ થશે ? કે જે ભાવિમાં આ પ્રતિમાની પૂજા કરશે.” | શ્રી નેમિનાથ પ્રભુએ કહ્યું, “હે કૃષ્ણ ! તમારી સ્થાપેલી પ્રતિમાની પૂજા જ્યારે બંધ થશે, તે સમયમાં જૈનધર્મની ધુરાને વહન કરવામાં સમર્થ વિમલ નામે એક રાજા થશે. એ રાજા મારી મૂર્તિને રૈવતગિરિના મુખ્ય શિખર પર એક કાષ્ઠના પ્રાસાદમાં સ્થાપન કરશે. ત્યાં તેનું પૂજન પ્રવર્તતું હશે તે સમયે સૌરાષ્ટ્ર દેશમાં કાંડિલ્ય નામના નગરમાં રત્ન નામે એક ધનાઢ્ય વણિક થશે. તે વખતે અહીં બાર વર્ષનો દુષ્કાળ પડશે, તેમાં ઘણા પ્રાણીઓ પ્રાણ છોડી દેશે. તે રત્ન શેઠ પણ સ્થિતિરહિત થઈ જવાથી સૌરાષ્ટ્ર દેશ છોડી દેશાંતરમાં ફરતો ફરતો કાશ્મીરમાં શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૯૪
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy