________________
સમવસરણમાં બીજા પણ વિદ્યાસિદ્ધ, ગંધર્વ અને કિન્નરાદિ, પ્રભુની અમૃતવાણી સાંભળવા યથાસ્થાને આવીને બેઠા. તે યોજનપ્રમાણ સમવસરણમાં મનુષ્યો, નાગકુમારાદિ અસુરો અને બીજા દેવતાઓ કરોડોની સંખ્યામાં સમાઈ શકે છે. આ પણ પ્રભુનો અતિશય છે.
આવી રીતે સમવસરણના મધ્યમાં સિંહાસન પર બિરાજમાન થયેલા, ત્રણ છત્રોથી શોભતા, ચામરો વડે વીંઝાતા, સર્વ અતિશયોથી અલંકૃત, સુપ્રસન્ન, પોતાના તેજથી ત્રણ જગતને પ્રકાશિત કરતા, મધ્યસ્થ દ્રષ્ટિથી સમસ્ત લોકોને જોતા, ઐશ્વર્યથી સુંદર, સર્વ પ્રાણીઓના હિતકારી, મહિમાવંત શ્રી મહાવીર પ્રભુને જોઇને સર્વ જીવોને અવર્ણનીય આનંદ થયો. આનંદવિભોર બનેલા કેટલાક દેવો પ્રભુ સન્મુખ નૃત્ય, કેટલાક મધુર સ્વરે ભાવવાહી સ્તુતિ વિગેરે દ્વારા ભક્તિ કરવા લાગ્યા.
તે અવસરે સૌરાષ્ટ્ર દેશનો અધિપતિ, ગિરિદુર્ગ (ગિરનાર) નગરમાં રાજય કરતો ગાધિરાજાનો પુત્ર રિપુમલ નામે યાદવ રાજા પણ ત્યાં આવ્યો અને યોગ્યસ્થાને બેઠો. હવે હર્ષાશ્રપૂર્ણ નેત્રે રોમાંચિત દેહે સૌધર્મેન્દ્ર પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરી.
| વીરપ્રભુની સ્તવના કરતા સૌધર્મેન્દ્ર હે સ્વામીન્ ! હે જિનાધીશ ! હે જગત્રભુ ! આપ જય પામો ! હે રૈલોક્યમાં તિલકરૂપ ! આ સંસારથી તારનારા આપ જય પામો ! હે દેવાધિદેવ ! હે કરૂણાના સાગર ! સંસારીઓને શરણભૂત ! આપ જય પામો ! હે અહમ્ ! જંગમ કલ્પવૃક્ષરૂપ, પરમેશ્વર, પરમેષ્ઠી, અનંત, અવ્યક્ત અને નિરંજન એવા આપ જયવંતા વત હે સિદ્ધ ! સ્વયંબુદ્ધ ! સર્વ સુખના આગાર, હે નાથ ! આપ જયવંતા વર્તા! હે પ્રભુ ! સુર-અસુર અને મનુષ્યોના સ્વામીઓ આપને નમસ્કાર કરે છે. હે જગત્પતિ ! આપનાથી આ જગતને અમે ધન્ય માનીએ છીએ. હે દેવાધિદેવ ! જ્યાં આપ સંચરો છો, ત્યાં સવાસો યોજન સુધી સાત પ્રકારની "ઇતિઓ પણ ઉત્પન્ન થતી નથી. હે ભગવન્ ! યોગીઓને ધ્યાન કરવા યોગ્ય આપ જયોતિરૂપ છો.
સ્વામીઓના પણ સ્વામી, ગુરુઓના પણ ગુરુ અને દેવોના પણ દેવ એવા આપને હું નમસ્કાર કરું છું. ૧. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદરનો ઉપદ્રવ, તીડનો ઉપદ્રવ, સૂડાઓનો ઉપદ્રવ, સ્વચક્રનો ભય અને પરચક્રનો ભય - આ સાત ઇતિઓ = ઉત્પાત ગણાય છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૯