________________
• ભીક માટેની કન્યાઓનું શાંબ સાથે પાણિગ્રહણ :
અહીં સત્યભામાએ ભીરુકને પરણાવવા માટે નવાણું કન્યાઓ પ્રયત્નથી એકઠી કરી. પછી સો પૂરી કરવા માટે એક કન્યાની તજવીજ કરવા માંડી. પ્રજ્ઞપ્તિ વિદ્યાથી તે હકીકત જાણીને પ્રદ્યુમ્ન જિતશત્રુ રાજા થયો અને શાંબ કન્યારૂપે થયો. બંને નગરની બહાર ઊતર્યા. સત્યભામાએ ભીરુકને માટે તે માયાવી જિતશત્રુ રાજાની પાસે કન્યાની માંગણી કરી. જિતશત્રુરૂપે થયેલા પ્રદ્યુમ્ન કહ્યું, “આ મારી પુત્રીને હાથે પકડીને તમે નગરમાં લઇ જાઓ અને તેના વિવાહ વખતે તેનો હાથ ભીરુકના હાથ ઉપર જો રખાવો તો હું આ મારી કન્યા ભીરુકને માટે આપું.” સત્યભામાએ તેમ કરવું કબૂલ કર્યું. ત્યારપછી પ્રદ્યુમ્ન પ્રયોજેલી પ્રજ્ઞપ્તિ વિદ્યાથી સત્યભામા શાંબને કન્યા જાણવા લાગી અને બીજા લોકો તેને શાંબ જાણે છે, પછી શાંબને હાથે પકડીને નગરમાં આવતી સત્યભામાને જોઈ લોકો તર્ક કરવા લાગ્યા કે, “અહો પુત્રના વિવાહ ઉત્સવમાં સત્યભામા શાંબને મનાવીને પ્રીતિથી તેડી જાય છે.' એવી રીતે શાંબ સત્યભામાના ઘરમાં આવ્યો.
ત્યારપછી વિવાહ વખતે વામ બુદ્ધિવાળા શાંબે પોતાનો ડાબો હાથ ભીરુકના જમણા હાથની ઉપર રાખી અને જમણા હાથથી બીજી નવાણું કન્યાઓના હાથ પકડી એકીસાથે વિધિપૂર્વક અગ્નિની પ્રદક્ષિણા કરી. તેઓની સાથે વિવાહ કર્યા પછી શાંબ કન્યાઓ સહિત નિવાસગૃહમાં ગયો. ત્યાં ભીરુક આવતાં જ શાબે તેને ભૃકુટીથી બીવરાવ્યો. એટલે તે ભય પામીને નાસી ગયો. તેણે આવીને સત્યભામાને કહ્યું કે, શાંબ આવ્યો છે.” તે વચન નહીં માનતી સત્યભામાએ જાતે આવીને જોયું તો ત્યાં શબને દીઠો. શાંબે સત્યભામાને પ્રણામ કર્યો.
સત્યભામાએ કોપથી કહ્યું, ‘રે ધૃષ્ટ ! તને અહીં કોણ લાવ્યું છે?” તેણે કહ્યું, ‘તમે જ મને અહીં લાવ્યા છો અને આ કન્યાઓની સાથે તમે જ મને પરણાવ્યો છે. હે માતા ! આ વિષે સર્વલોક સાક્ષી છે, તમે સર્વને આદરપૂર્વક પૂછો.” સત્યભામાએ સર્વ જનસમૂહને પૂછવા માંડ્યું, તો સર્વે તે વાતને સત્ય કહેવા લાગ્યા. પછી “જેના બંધુ, પિતા અને માતા માયાવી છે, એવા આ માયાવી શાંબે કન્યારૂપે થઈ મને ખરેખર છેતરી માટે તે મારો સહજ શત્રુ છે, આ પ્રમાણે કહી બહુ રોષથી નિઃશ્વાસ નાખતી સત્યભામા દુઃખી થઈને પોતાના ઘરમાં જઈ જીર્ણ માંચા ઉપર બેઠી.
એક વખત શાંબ પોતાના પિતામહ વસુદેવને નમસ્કાર કરવા ગયો અને નમીને બોલ્યો, “પિતાજી ! તમે તો ચિરકાલ પૃથ્વી પર ભમીને ઘણી સ્ત્રીઓ પરણ્યા હતા અને હું તો થોડા કાળમાં એકસાથે સો કન્યાઓ પરણ્યો, તેથી ખરેખર આપણા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૬૪