________________
દેવ સ્વર્ગમાંથી ચ્યવી શુભ સ્વપ્નથી સૂચિત થઇ તેના ઉદરમાં ઉત્પન્ન થયો. પછી જાંબવતી હર્ષ પામીને પોતાને સ્થાનકે ગઇ. ત્યાર પછી સત્યભામા રતિની ઇચ્છાથી કૃષ્ણની પાસે આવી. એટલે, ‘અહો ! આ સ્ત્રીને ભોગની અતૃપ્તિ છે' એવું વિચારી કૃષ્ણે ફરીથી તેની સાથે વિષયક્રીડા કરી. એ સમયે પ્રદ્યુમ્ને કૃષ્ણની ભંભાનો નાદ કર્યો. પ્રદ્યુમ્ને વગાડેલી ભંભાને જાણી કૃષ્ણ ક્ષોભ પામીને બોલ્યા, ‘હે સત્યભામા ! તારો પુત્ર ભીરુ અને રોષવાળો થશે.' પ્રાતઃકાળે તે હાર જાંબવતીનાં કંઠમાં જોઇ પ્રદ્યુમ્નની માયાની પ્રશંસા કરતા કૃષ્ણ વિસ્મય પામી ગયા.
શુભ સમયે જાંબવતીએ શાંબ નામના પુત્રને જન્મ આપ્યો અને સત્યભામાએ જન્મથી અતિભીરુ હોવાથી ભીરુક નામના જન્મ આપ્યો. રૂક્મિણીનો પુત્ર પ્રદ્યુમ્ન કોઇ પ્રયોગ વડે રૂક્મિ રાજાની પુત્રી વૈદર્ભીને પરણ્યો અને જાંબવતીનો પુત્ર શાંબ હેમાંગદ રાજાની પુત્રી સુહિરણ્યાને પરણ્યો.
એક વખત સત્યભામાએ જાંબવતીને કહ્યું કે, ‘આ શાંબ મારા પુત્રને બીવરાવે છે. ત્યારે તેણીએ કૃષ્ણ આગળ ભામાને કહ્યું કે, ‘મારો પુત્ર તો ન્યાયી છે.’ કૃષ્ણે જાંબવતીને કહ્યું, ‘આપણે તેનું સ્વરૂપ જોઇ પ૨ીક્ષા કરીએ.' પછી જાંબવતી આહીરી અને કૃષ્ણ આહીર થઇ દહીં વેચવા નીકળ્યાં. બંનેને નગરમાં ફરતાં જોઇ સદા ગામમાં ફરનારા શાંબે આહી૨ીને કહ્યું કે, ‘અહીં આવ, હું ગોરસ લઉં.’ એમ કહી શૂન્યગૃહ તરફ તેને બળાત્કારે ખેંચવા માંડી. એટલે તરત જ કૃષ્ણ અને જાંબવતીએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. તેમને જોઇ શાંબ નાસી ગયો. ત્યારે કૃષ્ણે જાંબવતીને કહ્યું, ‘તારા પુત્રનો અન્યાય જોયો.' પરંતુ તું ન માને તેમાં આશ્ચર્ય નથી. કેમ કે સિંહણ પણ ગજેન્દ્રોને મારવામાં કઠોર એવા પોતાના પુત્રને સૌમ્ય અને ભદ્રિક માને છે.'
બીજે દિવસે શાંબ હાથમાં એક ખીલો લઇને આવ્યો. તેને કોઇએ પૂછ્યું કે, ‘આ ખીલો હાથમાં કેમ રાખ્યો છે ?’ ત્યારે તેણે કહ્યું કે, ‘કાલનું મારું વૃત્તાંત જે કહે, તેના મુખમાં નાંખવાને માટે રાખ્યો છે.' એવી રીતે તેને સ્વેચ્છાચારી અને નિર્લજ્જ જાણી કૃષ્ણે નગરમાંથી કાઢી મૂક્યો. એટલે તે પ્રદ્યુમ્ન પાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યા મેળવી ત્યાંથી ચાલી નીકળ્યો. પછી ભીરુકને પ્રદ્યુમ્ન નિત્ય હેરાન કરવા લાગ્યો. તે જાણી સત્યભામાએ તેને કહ્યું, ‘રે શઠમતિ ! તું પણ શાંબની જેમ નગરની બહાર કેમ જતો નથી ?’ પ્રદ્યુમ્ને કહ્યું, ‘ક્યાં જાઉં ?’ સત્યભામાએ કહ્યું, ‘સ્મશાનમાં જા.' પ્રદ્યુમ્ન બોલ્યો, ‘ફરી પાછો ક્યારે આવું ?' સત્યભામાએ ક્રોધથી કહ્યું, ‘જ્યારે હું શાંબને મારા હાથે પકડીને અહીં લાવું ત્યારે તારે ફરીને નગરમાં આવવું.’ ‘જેવી માતાની આજ્ઞા' એમ કરી પ્રદ્યુમ્ન સ્મશાનમાં ચાલ્યો ગયો. ત્યાં શાંબ પણ ફરતો ફરતો આવી ચડ્યો. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦૨૬૩