________________
રાજા જ સ્થિર રહ્યા. થોડીવારે તે પણ વિધુર થઇ ગયા. આથી શસ્ત્ર અને ૨થ વગરના થઇ ગયેલા વિરાટ રાજાને બાંધી રથમાં નાખીને સુશર્મા સૈન્યસહિત પાછો વળ્યો. તે ખબર સાંભળી યુધિષ્ઠિર, ભીમ, નકુળ અને સહદેવ તેની પાછળ સુશર્માની સેનાને અત્યંત ઉપદ્રવ કરવા લાગ્યા. તે વખતે, ‘હું તમારો દાસ છું અને તમને ઐશ્વર્ય આપીશ' એમ બોલતા ત્રિગર્તપતિ સુશર્માને ભીમે બાંધી લીધો અને ક્ષણવારમાં વિરાટપતિને છૂટો કર્યો. તે વખતે હર્ષ પામેલો વિરાટ રાજા ધર્મપુત્રે કહેલું પાંડવોનું આખ્યાન સાંભળવા તત્પર થઇ ઉત્સવપૂર્વક ત્યાં જ રાત્રિ રહ્યો.
ગુપ્ત વેષમાં રહેલા અર્જુને દુર્યોધન વગેરેનો કરેલો પરાભવ :
બીજા દિવસે વિરાટનગરની ઉત્તર દિશામાં રહેલી ગાયોને દુર્યોધને હરી લીધી. તે ખબર ગોપાળે સત્વર આવી અંતઃપુરમાં રહેલા વિરાટપતિના પુત્ર ઉત્તરકુમારને કહ્યા. તે સાંભળીને રોષથી ઉલ્લસિત વીર્યવાળા ઉત્તરકુમારે માતાની પાસે આવીને કહ્યું કે, ‘મારે યુદ્ધ કરવા જવું છે, પણ મારી પાસે કોઇ સારો સારથી નથી.’ તેના ઉગ્ર પરાક્રમવાળા વચન સાંભળી દ્રૌપદી તત્કાળ બોલી; ‘હે રાજકુમાર ! તમારી બહેનના કલાચાર્ય જે બૃહન્નડ નામે છે, તે અર્જુનના સારથી છે. તે પુરુષ તમારા પણ સારથી થશે.' તે સાંભળી ઉત્તરકુમારે પોતાની નાની બહેનને મોકલી બૃહન્નડને બોલાવ્યો. તેણે ઉત્તરકુમારના બહુ આગ્રહથી સારથીપણું કરવાનું સ્વીકાર્યું. યુવતીજનને હાસ્ય કરાવવા પ્રથમ અર્જુને અવળું બન્નર પહેર્યું, પછી રથમાં બેઠો. અર્જુને હાંકેલા અશ્વોના વેગથી ઉત્તરકુમાર તત્કાલ કૌરવસેના પાસે આવી પહોંચ્યો. ભીષ્મ, કૃપાચાર્ય, કર્ણ અને દુર્યોધન ઇત્યાદિથી ગર્વિત એવું સૈન્ય જોઇ કંપાયમાન થતા ઉત્તરકુમારે અર્જુનને કહ્યું, બૃહન્નડ ! સૂર્યના તેજ વડે ચળકતા શસ્ત્રોને ધારણ કરનારું અને સર્વ ઠેકાણે પ્રસરી ગયેલું આ સૈન્ય હું જોઇ શકતો નથી.’ અર્જુને હાસ્ય કરીને કહ્યું કે, ‘હે કુમાર ! તમે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયા છો, પ્રથમ પરાક્રમની વાત કરી છે. તો હવે પાછા જઇને સ્ત્રીવર્ગની આગળ શું કહેશો ? ૨ણ ક૨વામાં સ્નેહ ધરતાં ક્ષત્રિયોનું જીવિત શત્રુઓનો નિગ્રહ થાય તો રાજ્યના લાભને માટે થાય છે અને મરણ થાય તો કીર્તિના લાભને માટે થાય છે.’
તે સાંભળી ભયાતુર થયેલો ઉત્તરકુમાર બોલ્યો, ‘મૃત્યુ પામ્યા પછી કદલી જેવું નિઃસાર કીર્તિફલ મારે જોઇતું નથી.' એમ કહી વિરાટપતિનો કુમાર ૨થ ઉપરથી પડતું મૂકીને ભાગવા લાગ્યો. તેની પાછળ અર્જુને પણ રથ ઉપરથી ઊતરી પડી તેને પકડી પાડીને કહેવા માંડ્યું, ‘રૈ કુમાર ! ધીર થા, હું અર્જુન છું. તું મારો સારથી થા. જેથી હું શત્રુઓને જીતીને તેની કીર્તિ તને અપાવીશ. માટે નિર્ભય થઇ ફળની
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૫૬