________________
• ગુપ્તવાસમાં રહેલા પાંડવોને શોધવા માટે દુર્યોધનની યુક્તિ :
હવે અહીં દુર્યોધનની આજ્ઞાથી કેટલાક હરિકો - ગુપ્તચરોએ ઘણા દેશોમાં ફરીને પાંડવોને શોધ્યા પણ જયારે તેઓને ક્યાંય પણ જોયા નહીં ત્યારે પાછા આવી તેઓ દુર્યોધનને કહેવા લાગ્યા કે, “હે રાજા ! કોઇ ઠેકાણે પાંડવો અમારા જોવામાં આવ્યા નથી.' તે સાંભળી દુર્યોધને ભીષ્મ અને વિદુરના મુખ સામું જોયું. તેનો ભાવ જાણી લઇ ગંગાપુત્ર ભીષ્મ બોલ્યા, ‘અહના વિહારની જેમ જે દેશમાં સાત ઇતિઓ (ઉપદ્રવો) ભય અને રોગનો સંભવ ન હોય, ત્યાં પાંડવો રહેલા છે” એમ સમજી લેવું. ત્યારે દૂતો બોલ્યા. “સર્વ દેશોમાં જોતાં આધિ-વ્યાધિથી વર્જિત અને ધન-ધાન્ય વડે સ્વર્ગના ખંડ જેવો અત્યારે મત્સ્યદેશ શોભે છે.” એટલે દુર્યોધન બોલ્યો. એ ગુપ્ત રહેલા પાંડવોને કેવી રીતે જાણી લેવા?' તે વખતે સુશર્મા રાજા દુર્યોધનને નમસ્કાર કરીને બોલ્યા કે, “પાંડવો જરૂર મત્યદેશમાં જ વિચરતા હશે, તેથી જો આપણે ત્યાં જઈને મત્સ્ય રાજાના નગરમાંથી ગાયોનું હરણ કરશું, તો પાંડવો અકાળે પણ પ્રત્યક્ષ થશે. એક તરફ મત્સ્ય દેશનો રાજા કે જે આપણો પ્રથમથી શત્રુ છે, તેનો નિગ્રહ થશે અને બીજી તરફ ગોહરણ કરવાથી પ્રત્યક્ષ થયેલા પાંડવોને પણ હણી શકાશે.”
સુશર્માનો આ વિચાર સાંભળી કર્ણ પ્રમુખ વીરોએ ઉશ્કેરેલો દુર્યોધન ગોહરણના આશયથી મોટું સૈન્ય લઇને મત્સ્ય દેશ તરફ ચાલ્યો. અનુક્રમે મત્સ્ય દેશમાં આવી વિરાટ નગરની સમીપે રહ્યો. પછી દુર્યોધનની આજ્ઞાથી પ્રથમ નિર્ભય એવા ત્રિગર્તપતિએ વિરાટનગરના પ્રદેશમાં દક્ષિણ દિશામાં છોડેલી ગાયોને પોતાના સૈન્યથી હરી લીધી. તત્કાલ ગોપાલ વિરાટ રાજાની સભામાં આવી વિરાટ રાજાને નમ્યો અને બોલ્યો કે, “હે રાજેન્દ્ર ! પ્રથમ રણભૂમિમાં કીચકે જેનો ભંગ કર્યો હતો, તે સુશર્મા રાજાએ પોતે જ આવીને તમારા નગરની આસપાસ ચરતી ગાયોને હરી લીધી છે.”
તે સાંભળતાં જ ક્રોધ વડે ઉદ્ધત એવો વિરાટ રાજા ધનુષ્યના ટંકારથી જગતને બહેરો કરતો સૈન્ય લઇને શત્રુઓની પાછળ દોડ્યો. સૂર્ય, શંખ, મંદિરાક્ષ ઇત્યાદિ પોતાના શ્રેષ્ઠ પુત્રોની સાથે તેણે શત્રુઓને ચારે બાજુથી ઘેરી લીધા. પરસ્પર અમર્શ ધરીને રણમાં તાંડવ કરતાં તે વીરોના શત્રુઘાતક બાણોથી આકાશ છવાઇ રહ્યું. તે વખતે સૂર્ય અંધકારનો નાશ કરે તેમ વિરાટપતિએ ક્ષણવારમાં હજારો શત્રુઓનો નાશ કર્યો. એટલામાં સૂર્ય પણ અસ્ત પામી ગયો. તે વખતે પોતાના અનેક સુભટોના સંહારથી ક્રોધ પામેલો સુશર્મા રાજા ધનુષ્યનો ધ્વનિ કરવાપૂર્વક મત્સ્યપતિ ઉપર દોડ્યો. ત્રિગર્તદેશના સ્વામી સુશર્માએ પણ ક્રોધથી શસ્ત્રોનો વર્ષાદ વર્ષાવવા માંડ્યો. પરસ્પર બાણવર્ષા થઇ ત્યારે વિરાટ રાજાનું સર્વ સૈન્ય ત્રાસ પામ્યું. માત્ર એક વિરાટ
માહામ્ય સાર • ૨૫૫