________________
કોઇપણ રક્ષક નથી. જો ક્ષાત્રબળથી તું રક્ષક થયો હોય તો રક્ષણ કરવું તે યોગ્ય છે.” તત્કાળ અર્જુને ક્રોધથી ધનુષ્ય હાથમાં લીધું એટલે તે શિકારીએ પણ ધનુષ્ય ગ્રહણ કર્યું અને પોતાની હસ્તલાઘવતાથી કંકપત્ર બાણો વડે વૃક્ષોને પત્રરહિત કરી દીધાં.તેઓના બાણો વડે પર્વતોના શિખરો દૂર જઈ પરસ્પર અથડાવા લાગ્યા. છેવટે તે માયાવી શિકારીએ અર્જુનના ધનુષ્યને હરી લીધું એટલે અર્જુન ખગ લઈને તેની સામે દોડ્યો. તેણે ખગ્ન પણ લઈ લીધું એટલે મહાપરાક્રમી અર્જુને સિંહનાદ કરીને હિંદયુદ્ધ માટે તેને બોલાવ્યો. પછી અર્જુને હસ્તલાઘવતા વડે તેને ચરણથી પકડી આકાશમાં ઉછાળ્યો. તત્કાળ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને એક દેવ પ્રગટ થયો.
આ શું ?' એમ આશ્ચર્ય પામીને હૃદયમાં વિચારતા અર્જુનને તે સંતુષ્ટ થયેલા દેવે કહ્યું, “હે પાર્થ ! જય પામો. હું તમારી ઉપર સંતુષ્ટ થયો છું. માટે જે ઇચ્છા હોય તે માંગો.' અર્જુન બોલ્યો, “જયારે સમય આવશે ત્યારે વરદાન માંગીશ, પણ હાલ તો તમે કોણ છો તે જાણવાની મારી જિજ્ઞાસા છે. તેથી કહો.” અર્જુનના વચન સાંભળી હર્ષિત થયેલા દેવે કહ્યું, “હે પાર્થ ! મારો વૃત્તાંત સાંભળો.” • ઇન્દ્ર રાજાની સહાય માટે અર્જુનનું પ્રયાણ :
વૈતાઢ્યગિરિ ઉપર રથનૂપુર નામે નગર છે. ત્યાં ઇન્દ્ર નામે વિદ્યાધરનો રાજા છે. ઈન્દ્રની જેમ દિકપાલનો સમૂહ તના ચરણકમળને સેવે છે. વિદ્યુમ્માલી નામે તેને એક અનુજબંધુ હતો. તે ઘણો ચપળ અને લોકોને પીડાકારી હોવાથી રાજાએ તેને નગરમાંથી કાઢી મૂક્યો. તે રોષ કરીને રાક્ષસના નગરમાં ચાલ્યો ગયો. ત્યાં તલતાળ નામના રાક્ષસોની સાથે તે મળી ગયો. પછી તેમની મદદથી તેણે ઈન્દ્રના દેશમાં બહુ પ્રકારના ઉપદ્રવો કરીને તેને અત્યંત ક્લેશ પમાડ્યો. છેવટે ઇન્દ્ર રાજાએ કેવલજ્ઞાનીનાં વચનથી તમને અહીં રહેલા જાણી તમને તેડી લાવવા માટે મને તમારી પાસે મોકલ્યો છે. “હે પાર્થ ! હવે આ રથમાં બેસો. આ કવચ, મુગટ અને ધનુષ્ય ગ્રહણ કરો. એ દુષ્ટ રાક્ષસોનો નિગ્રહ કરો અને જે ઇચ્છા હોય તે માંગી લ્યો.'
તે સાંભળતા જ અર્જુન ઉત્સાહથી મુગટ, કવચ, રથ અને ધનુષ્ય તથા ભાથાં સ્વીકારી ક્ષણવારમાં તે રાક્ષસનાં નગરમાં આવ્યો. રથનો ધ્વનિ સાંભળી રાક્ષસપુરમાં કોલાહોલનો ધ્વનિ થયો અને તે રાક્ષસો નગરની બહાર નીકળ્યા. તેમની સાથે અર્જુને યુદ્ધ શરૂ કર્યું. મહાઘોર યુદ્ધ કરી તેઓનો સંહાર કરીને ધનંજયે વૈતાઢય પર્વત પર આવી હર્ષથી ઇન્દ્રના ચરણમાં પ્રણામ કર્યા. ઇન્દ્ર આજ્ઞાથી વિજયી અર્જુનને આદરથી પોતાના અર્ધઆસન પર બેસાડ્યો. ઇન્દ્રની આજ્ઞાથી સર્વ લોકપાલોએ તેને નમસ્કાર કર્યા. પછી ઇન્દ્ર અર્જુનને દિવ્ય આયુધો આપ્યાં. ત્યાં અર્જુને હર્ષપૂર્વક ચિત્રાંગદને ધનુર્વેદ શીખવ્યો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૪૬