________________
ચડ્યો છે. તેથી આજે તો સર્વે ક્ષુધાતુરોની સારી રીતે તૃપ્તિ થશે.” એમ કહી કરવત જેવા દાંતને વારંવાર પીસતો, મુખમાં જીભને હલાવતો, ક્રોધથી આંખોને ફેરવતો અને દર્શનથી ભય પમાડતો આ રાક્ષસ હાથમાં ખગ લઈ અટ્ટહાસ્ય કરતો તેની આગળ આવ્યો. તેવામાં તો શરીર ઉપરથી વસ્ત્રને ત્યજી દઇને તેને બીવરાવતો ભીમસેન લોઢાની ગદા લઈ પર્વતની જેમ શય્યા ઉપરથી ઊભો થયો અને બોલ્યો કે, “હે રાક્ષસ ! ઘણા દિવસનું લોકોને હણવાનું તારું પાપ આજે ઉદયમાં આવ્યું છે. માટે હવે ઇષ્ટદેવને સંભાર. હમણાં જ તારો ક્ષય થશે.”
આવા આક્ષેપથી રાક્ષસ ક્રોધથી રાતો થઈ બીજા રાક્ષસોની સાથે દંડ ઉગામીને ભીમની સામે દોડ્યો. હસ્તલાઘવતાવાળા ભીમસેને મહાબળ વડે તેની સાથે બહુવાર સુધી યુદ્ધ કરીને પછી તેના મસ્તક પર ગદાનો ઘા કર્યો. એટલે તેનું મસ્તક ફૂટી ગયું. તે સમયે ભીમના મસ્તક ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને દેવતાઓના મુખમાંથી જય જય શબ્દના ધ્વનિ નીકળ્યા. આ સાંભળીને તે નગરનો રાજા અને લોકો અતિ હર્ષ પામી સર્વજનને જીવિત આપનાર ભીમસેનને વધાવવા લાગ્યા. આવી રીતે તેના પરાક્રમથી અને જ્ઞાનીના વચનથી “તે પાંડવો છે' એવું જાણીને રાજાએ તેમને પ્રગટ કરીને ભક્તિ કરી. આવું ઉત્કૃષ્ટ વિજ્ઞ નાશ પામતાં લોકો ભક્તિથી ચૈત્યમાં જિનેશ્વરની પૂજા અને સ્તુતિ કરવા લાગ્યા. પછી પાંડવો પોતે પ્રગટ થવાથી શત્રુ વડે ઉપદ્રવ થવાનો સંભવ ધારીને રાત્રિએ તે નગર છોડી તવનમાં આવી ગુપ્ત રીતે ઝૂંપડી બાંધીને ત્યાં રહ્યાં. • અર્જુનને અનેક પ્રકારની વિધાસિદ્ધિ :
“એકચક્રપુરમાં પાંડવો આવ્યા છે અને તેમણે રાક્ષસનો વધ કર્યો છે એ વાત દુર્યોધનને જાણવામાં આવતાં તે અંતરમાં ખેદ છતાં ઉપરથી હર્ષ બતાવવા લાગ્યો. દુર્યોધનનો તેવો ભાવ જાણી વિદુરે પ્રિયંવદ નામના એક સેવકને પાંડવોની પાસે મોકલ્યો. તવનમાં આવીને તેણે પાંડવોને નમસ્કાર કરીને અક્ષયસુખના કારણરૂપ વિદુરનો સંદેશો કહ્યો, ‘દુર્યોધન તમને દૈતવનમાં રહેલા જાણી કર્ણને લઇને ત્યાં આવશે. માટે મારી આજ્ઞાથી તમારે તે વન છોડી દેવું.'
તે સાંભળી દ્રૌપદી આકુળવ્યાકુલ થઈને બોલી કે, “તે પાપીઓ અદ્યાપિ આપણી ઉપર શું શું કરશે ? સત્યને માટે રાજય, દેશ, સેના અને ધન છોડી દીધા તો પણ હજુ શું અધુરું રહેલું છે? હું તમને પાંચ પાંડવોને વરી તેથી મને ધિક્કાર છે ! અને તમારા ક્ષાત્રને, વીર્યને અને શસ્ત્રગ્રહણને પણ ધિક્કાર છે ! હે માતા ! તમે વીરપત્ની છતાં આવા ક્લીબ પુત્રોને જન્મ આપ્યો છે કે જેથી તે વખતે કૌરવોએ સભા વચ્ચે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૪૪