________________
પૂર્વે સિદ્ધવિદ્યાવાળો અતિ ભયંકર બક રાક્ષસ આકાશમાં શીલા લટકાવીને સંહાર કરવાની ઇચ્છાવાળો અહીં આવ્યો. તે વખતે ભય પોમલા રાજાએ અને પ્રજાએ શ્રી જિનેશ્વરને સંભારી પંચપરમેષ્ઠીની સ્તુતિને પઠન કરતાં કાયોત્સર્ગ કર્યા. તેના પ્રભાવથી તે રાક્ષસ લોકોને પીડવામાં અસમર્થ થયો, તેથી તેણે શાંતાત્મા બની રાજાની આગળ આવીને કહ્યું, “હે રાજન્ ! હું સર્વ લોકોને હણવા ઉદ્યત થયો હતો. પણ તારી જિનભક્તિથી સંતુષ્ટ થયો છું. માટે હવે મારું એક વાંછિત પૂર્ણ કર. હંમેશાં તારે એક એક મનુષ્ય આપી મને પ્રસન્ન કરવો.' રાજાએ જયારે તેમ કરવું કબૂલ કર્યું ત્યારે તે શિલા સંહરીને ચાલ્યો ગયો. - ત્યાર પછી પ્રતિદિન નવા નવા એકેક મનુષ્યનું તે ભક્ષણ કરવા લાગ્યો. નગરનિવાસી સર્વજનોના નામની પત્રિકા નાંખેલા કલશમાંથી કુમારી કન્યાનાં હાથે જેના નામની પત્રિકા નીકળે તે પ્રાત:કાળે રાજાની આજ્ઞાથી રાક્ષસના ભક્ષણને માટે જાય છે. યમરાજાની પત્રિકાની જેમ આજે મારું નામ નીકળ્યું છે. પૂર્વે એક કેવળી ભગવંત અહીં આવ્યા હતા, તેમને રાજાએ પૂછ્યું હતું કે, “આ રાક્ષસનો ક્ષય ક્યારે થશે ?' ત્યારે તેમણે કહ્યું હતું કે, “તેનો ઘાત પાંડવોથી થશે.” અદ્યાપિ પાંડવો તો અહીં આવ્યા નહીં. જેથી તેનો નાશ થયો નહીં. માટે આજે મારો નાશ નિર્મિત થઈ ચૂક્યો છે. તેથી બધા શોકાતુર છે.
દેવશર્માની વાત સાંભળી તેમજ તેના દુઃખથી દુઃખી થઈને ભીમ વિચારવા લાગ્યો, ‘જયાં સુધી મારાથી બીજાના પ્રાણની રક્ષા થતી નથી, ત્યાં સુધી મારાં બળ, શરીરો, પરાક્રમ અને ક્ષાત્રને ધિક્કાર છે. પ્રત્યેક જંતુ રોગ, શસ્ત્ર, અગ્નિ અને જળાદિ વડે તો સ્વયમેવ મૃત્યુ પામે છે, પણ ઉત્તમ પુરુષો તેમ મરણ ન પામતાં પરપ્રાણની રક્ષાને માટે પોતાનો દેહ ઉપયોગમાં લે છે.”
આવો વિચાર કરીને સાહસનિધિ ભીમસેન બોલ્યો, “હે વિપ્ર ! તું ઘરે જા. આજે હું તે રાક્ષસને તૃપ્ત કરીશ.' તેના આવા સાહસથી અંતરમાં હર્ષ પામી દેવશર્મા બોલ્યો, હે ભદ્ર! પરોપકારમાં પરાયણ એવા તમને આ વાત યોગ્ય છે. પરંતુ હું તમને રાક્ષસની પાસે ભક્ષણ કરાવી મારા જીવિતની રક્ષા કેમ કરું ? વળી “આવેલો અતિથિ સર્વનો ગુરુ છે.' એમ વિદ્વાનો કહે છે, તો તમારા પ્રાણથી હું મારા પ્રાણની રક્ષા કેમ કરું?”
આ પ્રમાણે કહેતા તે બ્રાહ્મણને બળાત્કારે ઘરમાં રાખી ભીમસેન રાજપુરુષોની સાથે તે રાક્ષસનાં ભવનમાં ગયો. પેલો રાક્ષસ બીજા રાક્ષસોની સાથે ત્યાં આવ્યો. ત્યારે મોટી કાયાવાળા ભીમસેનને શિલા ઉપર સૂતેલો જોઈ હર્ષ પામીને સેવકોને કહેવા લાગ્યો, “અહા ! આજે મારા ભાગ્યથી આ મોટી કાયાવાળો માણસ આવી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૪૩