________________
દુર્યોધને દશાઈ, પાંડવ અને રામ, કૃષ્ણને દૂત મોકલીને બોલાવ્યા. તેમાંથી જેમ જેમ આવતા ગયા તેમ તેમ તેઓની સામે જઇ, કૃત્રિમ માન આપી અને યોગ્યતા ઉપરાંત દાન આપી સર્વને વશીભૂત કરવા લાગ્યો. તેણે ભોજનાદિકથી, વનક્રીડાથી તથા જલયંત્રોથી અને કુતૂહલોથી પાંડવોને વશ કરીને પછી ધૂત રમવા માટે બોલાવ્યા. તે વખતે ધર્મવેત્તા વિદુરે તેમને અટકાવ્યા. તો પણ રાજા યુધિષ્ઠિર કર્મયોગે જુગાર રમવાથી વિરામ પામ્યા નહીં. જો કે પાંડવો સર્વ રીતે ચતુર હતા, તો પણ વિપરીત દેવને લીધે કપટથી દિવ્ય પાસા વડે ઘૂત રમનારા કૌરવોનું છલ જાણી શક્યા નહીં. સત્કર્મની હાનિને લીધે, અનુક્રમે અશ્વ, હાથી, રથ, ગ્રામ અને નગર તથા છેવટે રાજ્ય પણ યુધિષ્ઠિર હારી ગયા. છેલ્લે યુધિષ્ઠિરે દ્રૌપદીને પણમાં મૂક્યાં, તો તેને પણ હારી ગયા. “અહો ! આવા વિધિને ધિક્કાર છે.” • પાંડવોને વનવાસમાં જવાનો દુર્યોધનનો આદેશ :
દુર્બુદ્ધિ દુર્યોધને બીજું બધું પોતાને સ્વાધીન કરી લઇ પછી દ્રૌપદીને લાવવા માટે દુઃશાસનને મોકલ્યો. “હે કૃષ્ણા ! તને પણ પાંડવો હારી ગયા છે, માટે હવે તું મારા ઉત્સંગમાં બેસ અને તને વિટંબના કરનારા પાંડુપુત્રોને છોડી દે.” આ પ્રમાણે બોલતો દુઃશાસન તેના ઘરમાં ગયો. આવાં તેનાં વચન સાંભળી દ્રૌપદીએ નાસવા માંડ્યું. પણ દુઃશાસન તેને કેશ વડે પકડીને હઠથી સભામાં લાવ્યો.
તે વખતે ત્યાં ભીષ્મ, દ્રોણ અને વિદુર ઇત્યાદિ વડીલોને બેઠેલા જોઇ અપમાનથી લજ્જા પામતી તે સતીની ક્રોધ વડે, “રે દુરાચારી ! કુલાંગાર અને નિર્લજ્જ દુઃશાસન ! આવું કુકર્મ કરવાથી તારાં અસ્ત્રો વ્યર્થ થઈ જશે.” આવી શાપવાણી સાંભળ્યા છતાં પણ મદોન્મત્ત એવા દુ:શાસને અમર્ષ વડે તેના નિતંબ ઉપરથી વસ્ત્રો ખેંચવા માંડ્યા. દુઃશાસને જેમ જેમ તેના વસ્ત્રો ખેંચી લેવા માંડ્યા. તેમ તેમ શીલલક્ષ્મી તેને નવાં નવાં વસ્ત્રોથી ઢાંકવા લાગી. એવી રીતે એકસોને આઠ વસ્ત્રો ખેંચ્યા, પછી ચંડાળ જેવો તે દુ:શાસન થાકીને બેસી ગયો.
તે વખતે ભીમસેનના ક્રોધ અગ્નિને યુધિષ્ઠિર વચનરૂપ પાણી શાંત કરતા હતા તેમ છતાં તે બોલ્યો, “જો મારા રોષને શાંત કરવા વડીલબંધુની વાણી ન હોય તો હું અત્યારે આ દુર્યોધનને તેના ગોત્ર સહિત ગદાથી ચૂર્ણ કરી નાખું.” આવી રીતે ગર્જના કરતા ભીમને સાંભળી કેટલાક રાજાઓએ મુખ નીચું કર્યું. કેટલાક હૃદયમાં ભય પામ્યા અને કેટલાક મનમાં દુઃખી થયા.
ભીખે રોષથી દુર્યોધનને કહ્યું, “અરે અંધપુત્ર ! તે આ શું કરવા માંડ્યું છે ? આ સાધ્વી સ્ત્રીને વિડંબના કેમ કરે છે ? આ ભીમ અને અર્જુન વગેરે તને મારવા
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૩૭