________________
હતી. આવી સભા રચીને તેમાં સુવર્ણના સિંહાસન ઉપર પ્રીતિવડે યુધિષ્ઠિરને બેસાડી મણિચૂડે પોતાની મિત્રતા સફળ કરી.
પછી યુધિષ્ઠિરે શ્રી શાંતિનાથ પ્રભુનો સુવર્ણમય નવીન પ્રાસાદ મૂર્તિ સહિત કરાવ્યો. પૂર્વે શ્રી શાંતિનાથ પ્રભુના ત્રણ કલ્યાણકો આ નગરીમાં થયેલ હોવાથી તે ધર્મદાયક હસ્તીનાગ નામે તીર્થ થયું. તે જિનમંદિરનો યુધિષ્ઠિરે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. તે મહોત્સવમાં દર્શાહ, રામ, કૃષ્ણ અને દ્રુપદ ઈત્યાદિ અનેક રાજાઓને યુધિષ્ઠિરે તેડાવેલા હોવાથી તે સર્વ ત્યાં આવ્યા. મણિમય સભાના સ્તંભમાં પ્રતિબિંબત થઇને તે સર્વ રાજાઓ બેઠા હતા. ત્યારે યુધિષ્ઠિરે બોલાવેલો દુર્યોધન પણ બંધુ સહિત ત્યાં આવ્યો. તે વખતે મણિમય સિંહાસન પર બેઠેલા યાદવોને અને પાંડવોને સિંહાસન તદ્દન સ્વચ્છ હોવાથી જાણે આકાશમાં અદ્ધર હોય તેમ દેખી દુર્યોધન વિસ્મય પામી ગયો. નીલમણિમય જમીનમાં જળના ભ્રમથી વસ્ત્રને સંકોચતા, સ્ફટિકમણિની ભૂમિ જોઈ આકાશની શંકાથી ઠેકતા, મણિમય ભીંત સાથે ત્યાં ભીંત નહીં હોય એમ જાણી અથડાતા અને મુખ્ય મુખ્ય કૃત્રિમ પ્રતિમાઓ પર ભ્રાંતિ ધરતા સુયોધનને જોઈ સર્વ સભાજનો તે અવસરે હાસ્ય કરવા લાગ્યા. તેથી અરણીના વૃક્ષની જેમ અને સૂર્યકાંત મણિની જેમ બહારથી શીતળ પણ અંદર ક્રોધાગ્નિ વડે યુક્ત દુર્યોધને તે મહોત્સવ જેમ તેમ પૂરો કર્યો.
સર્વ ધર્મનું મૂળ અહિંસા છે” એવું જાણી ધર્મપુત્રે પોતાના રાજયોમાં અહિંસાની ઉદ્ઘોષણા કરાવી. એવી રીતે આનંદપૂર્વક પ્રતિષ્ઠાનો મહોત્સવ કરીને ધર્મરાજાએ ચારણ મુનિઓને, અન્ય મુનિઓને અને સર્વ રાજાઓને પુષ્કળ દાનથી ભક્તિ કરીને વિસર્યા.
દુર્યોધનને પણ બંધુ સહિત વસ્ત્ર-રત્નાદિકથી અતિશય સત્કાર કરીને રજા આપી. એટલે તે પોતાનાં નગરમાં આવ્યો. પછી અંતર્લેષથી પોતાના પિતાને અને શકુનિનામાને બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું, “આ પાંડવો બાલ્યવયથી જ કપટમાં ચતુર છે. તેમજ તેઓ બહારથી મધુરવાણી બોલે છે પણ અંતરમાં અત્યંત ક્રૂર છે. હું સભામાં ગયો ત્યારે તે ગર્વિષ્ઠ પાંડવોએ અને બલરામ તથા કૃષ્ણ મારો ઉપહાસ કર્યો છે. તેથી હું સશલ્ય થઇને અદ્યાપિ અત્યંત દુભાઉં છું. “છલથી કે બળથી શત્રુને સાધ્ય કરવો’ એવી નીતિ છે. તેથી ગમે તેમ કરીને મારા કોપની શાંતિને માટે હું પાંડવોનું રાજય હરી લઇશ. • દુર્યોધનનું કપટ :
આ પ્રમાણે કહીને પાંડવોની સ્પર્ધાથી દુર્યોધને શિલ્પીઓને બોલાવીને કોટી દ્રવ્ય ખર્ચે એક નવીન રમણીય સભા બનાવી. પછી તે સભા બતાવવાને માટે કૌતુકી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૩૬