SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ આવી અવસ્થા કેમ થઇ ?’ ત્યારે તે બોલ્યો, ‘હું અનિલગતિ નામે વિદ્યાધરોનો રાજા છું. અશનિવાન નામના વિદ્યાધરે મારી સ્ત્રીનું હરણ કર્યું, એટલે હું તેની પાછળ અહીં આવ્યો. તેથી તેણે કોપથી મારી આવી દશા કરી. તમે મારા નિષ્કારણ ઉપકારી થયા છો. મારા ભાગ્યથી જ તમે અહીં આવેલા છો અને મારા ઉપર દયા લાવીને મને દુ:ખ મુક્ત કર્યો છે. તમે મારા જીવિતદાતા છો, તમારા ઉપકારનો બદલો હું શું આપી શકું ? તો પણ આ બે ઔષધિ અને આ મુદ્રિકા ગ્રહણ કરો. આ મુદ્રિકાના પ્રભાવથી તમે ધારેલા સ્થાનકે જઇ શકશો. જ્યારે મારું સ્મરણ કરશો, ત્યારે હું આવીને નિઃસંશય ઉત્તર આપીશ.' આ પ્રમાણે કહી રાજાનું સન્માન કરી તે વિદ્યાધર અન્યત્ર ચાલ્યો ગયો. પાંડુ રાજા પોતાના નગરમાં પાછા આવ્યા. પાંડુ રાજાનો કુંતી સાથે ગાંધર્વવિવાહ : અહીં પેલો ચિત્રક્ષ્કવાળો પુરુષ, અંધકવૃષ્ણિ રાજાની પાસે ગયો, અને તેણે પાંડુ રાજાના રૂપ, ઐશ્વર્ય અને વિજ્ઞાનનું વર્ણન કરી બતાવ્યું. તે સાંભળી પિતાના ઉત્સંગમાં બેઠેલી કુંતીએ, ‘આ ભવમાં મારો પતિ પાંડુ રાજા થાઓ' એવો અભિગ્રહ કર્યો. રાજાને પોતાનો તે અભિગ્રહ કહેવાને અસમર્થ અને પોતાને તે પતિની પ્રાપ્તિ દુર્લભ જાણીને એક વખત કુંતી ઉદ્યાનમાં પાશ નાખતી દુઃખી થઇને કહેવા લાગી, ‘હે કુળદેવી માતાઓ ! હું અંજલી જોડીને પ્રાર્થના કરું છું કે, મને મારા ધારેલા પતિ મળવા દુર્લભ છે, તેથી હું અશરણ થઇને આજે મૃત્યુ પામું છું. આ ભવમાં હું પાંડુ રાજાને જ વરી છું, બીજાને વરવાની નથી. પરંતુ આજે તેને માટે હું મરું છું. તેથી તેમને મારી કથા કહેજો અને હવે તમારા પ્રસાદથી બીજા ભવમાં પણ તે જ મારો પતિ થજો.' આ પ્રમાણે કહી તેણે કંઠમાં પાશ નાખ્યો. તેવામાં મુદ્રાના પ્રભાવથી પાંડુ રાજા ત્યાં આવ્યો. પેલા ચિત્રલકના દર્શનથી પાંડુ રાજાએ તેને ઓળખી એટલે તેના કંઠમાં નાખેલો પાશ છેદી નાખ્યો અને બે હાથ વડે પોતાનો મજબૂત પાશ દીધો (આલિંગન કર્યું). પતિને આવેલા જાણી કુંતી અશ્રુ વડે અર્ધ્ય આપી સ્તંભ, કંપ અને રોમાંચ પ્રમુખ શૃંગારભાવને બતાવવા લાગી. તત્કાળ સખીઓ વિવાહના ઉપકરણો લાવી એટલે ગાંધર્વવિવાહ વડે પાંડુ રાજા, પરણવાની ઇચ્છાવાળી કુંતી સતીને પરણ્યો. ઋતુસ્નાતા કુંતીએ ત્યાં તે જ વખતે સંભોગથી ગર્ભ ધારણ કર્યો અને એ ચતુરાએ પાંડુ રાજાને તે વાત પણ જણાવી. રાજા કૃતાર્થ થઇ મુદ્રાના યોગથી પોતાના નગરમાં આવ્યો અને કુંતી ગર્ભને ધારણ કરી પોતાના ઘરમાં આવી. ધાત્રીઓએ અને સખીઓએ ગુપ્ત રાખેલી કુંતીએ સમય આવતાં ગુપ્ત રીતે એક પુત્રને જન્મ આપ્યો. પછી લજ્જા વડે અર્ધરાત્રે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૨૧૩
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy