________________
સર્વ રિપુ રાજાઓને જીતી લીધા. પછી પોતાના નગરે આવી પોતાના નાનાભાઈ વિચિત્રવીર્યને મોટા ઉત્સવથી તે ત્રણે કન્યાઓ પરણાવી. વિષયસુખ ભોગવતા અંબિકાને ધૃતરાષ્ટ્ર નામે પુત્ર થયો. જે પોતાના કુકર્મથી જન્માંધ થયો. અંબાલાને પાંડુ નામે પુત્ર થયો. જે અખંડ પરાક્રમી થયો અને અંબાને વિદુર નામે પુત્ર થયો, જે શત્રુઓને વિદારવામાં આદરવાન થયો. એવી રીતે તે ત્રણ પુત્રો વિનયથી નમ્રપણે શોભવા લાગ્યા. અતિ કામસેવન કરનારા વિચિત્રવીર્ય રાજાના શરીરમાં રાજયશ્મા (ક્ષય) નામે રોગ ઉત્પન્ન થયો. તેથી તે અલ્પકાળમાં મૃત્યુ પામ્યો. ત્યાર પછી સર્વ મંત્રીઓએ પાંડુને પૃથ્વીપતિ કર્યો.
એક વખત વસંતઋતુ આવતાં પાંડુ રાજા હર્ષથી વિનોદને માટે વનલક્ષ્મીનું સૌંદર્ય જોવાને ઉદ્યાનમાં ગયો. આગળ ચાલતા આંબાના વૃક્ષ નીચે વારંવાર ચિત્રફલકને એકી નજરે જોતો કોઈ એક પુરુષ તેના જોવામાં આવ્યો. કૌતુકી રાજાને જોઇને વસ્ત્રના છેડાથી ચિત્રફલકને ઢાંકી દેતા તે પુરુષને રાજાએ તેને અંગે માંગણી કરતા કહ્યું કે, “આ શું છે ?' એટલે તેમાં કોઇ મૃગાક્ષીનું અભૂત રૂ૫ રાજાના જોવામાં આવ્યું. તેના લાવણ્યજળના સંગથી રાજાએ પોતાનું શિરકમળ ધૂણાવ્યું. “અહા ! આના સર્વ અંગમાં કેવું સૌંદર્ય છે? કેવું અનુપમ લાવણ્ય છે? આ રમણી ત્રણ જગતમાં કોના ભોગને માટે થશે ?'
આવી રીતે ક્ષણવાર મૌનપણે મનમાં વિચારીને રાજાએ પ્રીતિપૂર્વક તેને પૂછ્યું કે, “આ કોની છબી છે ?' તે પુરુષે જવાબ આપતા કહ્યું, “આ શૌર્યપુરના રાજા અંધકવૃષ્ણિની પુત્રી અને દશ દશાઈની બહેન કુંતી છે. ચોસઠ કળામાં ચતુર એવી આ બાળાને જોઇને મેં દષ્ટિને વિનોદ આપવા માટે આ ચિત્રપટમાં આલેખી છે.” આ પ્રમાણે સાંભળી તેને ઇચ્છિત દાન આપી, પાંડુ રાજાએ તેની પાસેથી તે મનોહર ચિત્ર લઈ લીધું અને તેને જોતો જોતો તે પોતાના ઘેર આવ્યો. વારંવાર ચિત્રમાં આલેખેલી તે બાળાને જોતા પાંડુ રાજાએ પોતાનું મન સર્વ રીતે નિરંતર તે સ્ત્રીમાં જ જોડી દીધું અને સર્વ ઠેકાણે તેને જ જોતો હોય તેમ વનમાં ભમવા લાગ્યો.
આગળ ચાલતાં ચંપકની શ્રેણીના માર્ગમાં લોઢાના બાણોથી જડી દીધેલો કોઈ મૂચ્છિત પુરુષ તેના જોવામાં આવ્યો. તેને જોતા પાંડુ રાજાને દયા આવવાથી, “આ કોણ છે ?' એમ વિચારીને તેની આગળ આવી જોયું, તો ત્યાં એક ખગ તેના જોવામાં આવ્યું. તે ખગ લઈ તેને મ્યાનમાંથી બહાર કાઢ્યું. એટલે તેમાં બે ઔષધિના વલય તેણે જોયા. સહજ ઉપકારી તેણે એક ઔષધિથી તે પુરુષને શલ્યરહિત કરી બીજી ઔષધિથી તેના ત્રણ રૂઝાવી દીધા. પછી પૂછ્યું : ‘તમે કોણ છો? અને તમારી
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૧૨