________________
શાંતનુ રાજાની સત્યવતી માટે પ્રાર્થના :
તે સાંભળી શાંતનુ રાજા ઘરે આવ્યો અને પોતાના ડાહ્યા પ્રધાનપુરુષોને તે નાવિકના ઘરે તે કન્યાની માંગણી કરવા મોકલ્યા. નાવિકે સન્માનથી તેમને ઉત્તમ આસન પર બેસાડ્યા. પછી પ્રધાનોએ બહુમાનથી રાજા માટે તેની કન્યાની માંગણી કરી. ત્યારે નાવિકે કહ્યું, ‘રાજા સર્વ દેવમય છે અને હું હીન જાતિ છું. માટે આ બાબતમાં તેમણે મારી પ્રાર્થના કરવી ઉચિત નથી. સરખે સરખા કુળવાળાનો સંબંધ જ યોગ્ય કહેવાય છે.’
•
પ્રધાનોએ તેને કહ્યું, ‘આ કન્યાનું આવું સ્વરૂપ હીન કુળમાં ઉત્પન્ન થયું હોય તેમ સંભવતું જ નથી. કારણ કે જાતિવાન રત્નની ઉત્પત્તિ રોહણાચલમાં જ સંભવે, બીજે નહીં. આ બાળા કોઇ કાર્યયોગે તારા ઘરે વસતી હશે. અન્યથા તેમાં શાંતનુ રાજાનું મન કેમ આસક્ત થાય ? માટે હે નાવિક ! તારે આ બાબતમાં ના કહેવી યોગ્ય નથી. તેથી અમારા આગ્રહ વડે તું રાજાની આજ્ઞા માન્ય કર.'
નાવિક બોલ્યો, ‘હે પ્રધાનો ! રાજાની આજ્ઞા માન્ય કરવી જ જોઇએ. પણ પ્રાજ્ઞપુરુષોએ કન્યા માટે ઘણું વિચારવાનું હોય છે. આ કન્યા નીચકુળની હોવાથી આગળ કદાચ પતિના અપમાન વડે દુ:ખી થાય. વળી ગંગાનો પુત્ર ગાંગેય અતિપરાક્રમી અને રાજ્યના ભારની ધુરાને યોગ્ય છે. તેથી મારા દોહિત્રને તે પણ દુઃખ આપનારો જ થાય. આ અમારી પુત્રી દાસી થાય તો તેના સંતાન પણ તેવાં જ ગણાય. માટે ઉભય અર્થથી ભ્રષ્ટ કરવા હું મારી પુત્રી રાજાને આપીશ નહીં.'
તે સાંભળી પ્રધાનોએ આવીને તે સમાચાર રાજાને કહ્યા. એટલે શાંતનુ રાજા દુઃખથી ગ્લાનિ પામ્યો. આ વૃત્તાંત ગાંગેયે સાંભળ્યો. એટલે પોતે જાતે ત્યાં જઇને પિતાને માટે તે નાવિકની પાસે કન્યાની માંગણી કરી અને કહ્યું, ‘આ તમારી પુત્રી મારી માતા ગંગાની જેમ મારે નિરંતર પૂજ્ય થઇને સુખે રહો. હું પ્રથમથી જ વૈરાગ્યવાન છું. મારી બુદ્ધિ રાજ્ય લેવાની નથી. તેથી તમારી પુત્રીને જે પુત્ર થાય, તે મારો ભ્રાતા સુખે રાજ્યને ભોગવો. આમ છતાં કદી મારા પુત્રો બળથી તેનું રાજ્ય હરી લે, એવું જો તમારા મનમાં આવતું હોય તો આજથી મારે બ્રહ્મચર્ય છે. આ વિષે દેવતાઓ સાક્ષી છે અને રાજાઓ મારા જામીન છે.’
આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ગાંગેયે નાવિક પાસેથી તે કન્યાની યાચના કરી. તત્કાળ ‘જય જય’ શબ્દપૂર્વક આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઇ અને આણે મહાભીષ્મ વ્રત ગ્રહણ કર્યું છે. તેથી તે ખરેખર ‘ભીષ્મ' છે. એમ આકાશમાં દેવતાઓ કહેવા શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૧૦