________________
જેનાથી સિદ્ધિ પ્રાપ્ત થઇ તેનો જો આશ્રય ન કરીએ તો સ્વામીદ્રોહના પાપ વડે હંમેશાં દુર્ગતિમાં પાત થાય છે. વળી આ પ્રભુના સેવનથી આગામી ભવમાં મને આનંદદાયક કેવળજ્ઞાન પ્રાપ્ત થશે અને મારી મુક્તિ થશે. તેથી વિશેષે કરીને અહીં જ સાંનિધ્ય કરીને હું રહું છું. હે મુનિઓ ! મારું નામ સિદ્ધિવિનાયક છે અને મારું આશ્રિત કરેલું આ તીર્થ સુખને માટે અને પાપના ક્ષયને માટે થાય છે.
ગાંગેયનો જન્મ :
આ પ્રમાણે તીર્થનું માહાત્મ્ય અને પોતાનો વૃત્તાંત કહી આકાશને પ્રકાશિત કરતો તે તેજસ્વી દેવ સ્વર્ગમાં ચાલ્યો ગયો. તે સાંભળી પ્રભુને નમી તીર્થયાત્રા કરવા અમે ત્યાંથી ચાલ્યા. અહીંથી પસાર થતાં રમણીય મણિચૈત્ય અમે જોયું. તેથી અહીં શ્રી આદિજિનને નમસ્કાર કરવા ઉતર્યા. હવે અમે અહીંથી બીજા તીર્થોએ જઇશું. એમ કહી તે મુનિઓ ચાલ્યા ગયા.
ત્યાર પછી શાંતનુ રાજા વિચારવા લાગ્યા કે, ‘હું ક્યારે એ તીર્થે જઇશ ? રાજા આવો વિચાર કરતા હતા એટલામાં પાછળ રહી ગયેલું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. તેણે ગંગાના તીરે તે ચૈત્ય તથા પ્રિયાસહિત શાંતનુ રાજાને દીઠા. રાજાને જોતાં જ હર્ષના ઉત્કર્ષથી સર્વ સૈનિકો જય જય નાદપૂર્વક રાજાને કહેવા લાગ્યા. ‘હે સ્વામી ! અમારા જોતા-જોતામાં તમે દૂર ચાલ્યા ગયા હતા. તે આજે ઘણા સમયે અમને જોવા મળ્યા છો. તેથી અમારે આજે અખંડ મંગલ થયું છે. પછી રાજા ગંગારાણીની સાથે હાથી ઉપર બેસીને હસ્તીનાપુરમાં આવ્યા. ત્યાં ઉપવનોમાં, ક્રીડાપર્વતો ૫૨, નદીઓમાં ગંગાની સાથે શાંતનુ રાજા અવિયોગીપણે રાત્રિદિવસ રમવા લાગ્યો.
કેટલોક કાળ ગયા પછી, ગંગા રાણીને શુભ સ્વપ્નસૂચિત ગાંગેય નામે એક પુત્ર થયો. તે રાજપુત્ર અનુક્રમે મોટો થયો. ગંગાએ રાજાને અનેક વખત વિનયપૂર્વક પ્રાર્થના કરી તો પણ તેણે મૃગયાનું વ્યસન છોડ્યું નહીં. તેથી ગંગા પોતાના પુત્રને લઇ પિતાના ઘરે ચાલી ગઇ. વનમાંથી નિવૃત્ત થયેલો રાજા પોતાની રાણીને નહીં જોવાથી મૂર્છા પામ્યો. પછી ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત કરી શોકથી આકુલ થઇ, મોટેથી વિલાપ કરવા લાગ્યો, ‘હે પ્રિય...!’ મેં પૂર્વે કોઇવાર તારું અપ્રિય કર્યું નથી. તે છતાં નિ૨૫રાધી એવા મને એકદમ તું કેમ છોડી દે છે ?'
આ પ્રમાણે વિરહાગ્નિ વડે વિáલ બનેલા રાજાની પાસે કુલપ્રધાનો આવીને નીતિવાક્યો વડે તેને સમજાવવા લાગ્યા, ‘હે સ્વામી ! તમે સુજ્ઞ છતાં અન્નની જેમ કેમ વર્તે છો ? સર્વ પ્રાણીઓને નિત્ય સંયોગ અને વિયોગ થયા કરે છે, તો તેને માટે કયો બુદ્ધિમાન પુરુષ હર્ષ અને શોકથી બાધા પામે ? હે રાજન્ ! તમે સંભારો. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૦૭