________________
થયું. નાવિકોએ ઘણા ઉપાય કર્યા પણ તે નાવ જરાપણ આઘું કે પાછુ ફર્યું નહીં. કેટલેક કાળે અનાજ-પાણી પણ ખૂટી ગયું.
શુક પક્ષીએ ભીમસેનને બતાવેલો જીવવાનો ઉપાય :
પછી ચતુઃશરણનું ઉચ્ચારણ કરી, અઢાર પાપસ્થાનનો ત્યાગ કરી, સર્વ જીવોને મન વચન કાયાથી મિથ્યા દુષ્કૃત આપી, શુભ ભાવનાએ પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરી જેટલામાં ઇશ્વરદત્ત વ્યવહારી મરવાની ઇચ્છાએ સમુદ્રમાં ઝંપાપાત ક૨વા જતો હતો, તેટલામાં કોઇ પોપટ ત્યાં આવી માનુષવાણીમાં બોલ્યો; ‘હે ઇશ્વરદત્ત વ્યવહા૨ી ! આ અપંડિત (બાળ) કોમલ શરીરવાળો પક્ષી છે. એમ માનશો નહીં. હું આ નગરનો અધિષ્ઠાતા અગ્રણી દેવ છું અને તમને જીવિતનો ઉપાય કહેવા તેમજ મરણથી અટકાવવાને હું અહીં આવ્યો છું. માટે તમે સર્વ લોકો ઉપાય સાંભળો. તમારામાંથી એક જણ જે સાહિસક અને દયાળુ હોય તે મરવાને તૈયાર થઇ, સમુદ્રને તરીને આ પર્વત ઉપર જાઓ અને ત્યાં જઇને ભારડ પક્ષીઓને ઉડાડો. એટલે તેમની પાંખોના ઝપાટાનો પવન તમારા વહાણને ચલાવશે, તેનાથી બાકીના સર્વને જીવિત પ્રાપ્ત થશે. આ પ્રમાણે તેના વચનને આદરથી સાંભળીને ઇશ્વરદત્તે વહાણમાં બેઠેલા સર્વ લોકોને ત્યાં જવા માટે પૂછવા માંડ્યું, પણ કોઇએ હા પાડી નહીં. પછી જ્યારે ત્યાં જવાનો લોભ બતાવ્યો ત્યારે પેલો ભીમસેન નિર્લજ્જ થઇ સો દિનારના લોભથી સાગરને તરીને પર્વત ઉપર ગયો. તેણે ત્યાં જઇ ભારડ પક્ષીઓને ઉડાડ્યા, એટલે તેની પાંખોના પવનથી પરવાલાના આવર્તમાંથી મુક્ત થઇ તે વહાણ આગળ ચાલ્યું. પર્વત ૫૨ રહેલો ભીમસેન પોતાના મનમાં જીવિતનો ઉપાય વિચારતાં કાંઇ ન સૂઝવાથી પેલા પોપટને શોધવા લાગ્યો. એટલામાં તે નજરે પડવાથી તત્કાળ ભીમસેને તે પોપટને કહ્યું; ‘હે મહાપુરુષ ! મને પણ વહાણની જેમ અહીંથી નીકળવાનો ઉપાય બતાવો.’
એ સાંભળી પોપટ બોલ્યો; ‘હે ભીમસેન ! તું જઇને આ સમુદ્રમાં પડ, એટલે તને આ જળમાં રહેલ કોઇ મહામત્સ્ય ગળી જશે; અને તે કાંઠે નીકળશે. પછી જ્યારે તે ફુંફાડા કરે ત્યારે આ ઔષધી તેના ગળામાં નાખજે. એટલે તેના મુખનું વિવર મોટું થઇને ઉઘાડું થશે. જ્યારે મગર તેમ કરે ત્યારે કાંઠા ઉપર નીકળી જજે. આ પ્રમાણે તારો જીવવાનો ઉપાય છે. તે સિવાય નહીં. આવી રીતે પોપટે કહ્યું, એટલે અતિ સાહિસક ભીમસેન તે ઉપાય કરીને સિંહલદ્વીપને કાંઠે નીકળ્યો. સ્વસ્થ થઇને કાંઠા ઉપર તેણે ફ૨વા માંડ્યું. ત્યાં જળાશય અને વૃક્ષોને જોઇ જળપાન કરીને તે વિશ્રાંત થયો. પછી ભીમસેન ત્યાંથી કોઇ દિશા ધારીને આગળ ચાલ્યો. કેટલાક ગાઉ ઉલ્લંઘન કરી ગયા પછી એક ત્રિદંડી સંન્યાસી તેના જોવામાં આવ્યો. તેને
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૯૧