________________
રાવણે તેની પૂજા કરી. “આ મારો પુત્ર થાય છે એવું તે શતબાહુ મુનિએ કહ્યું, એટલે રાવણે સહસ્ત્રાંશુને છોડી દીધો અને સહસ્ત્રાંશુએ તત્કાળ વ્રત ગ્રહણ કર્યું.
ત્યારપછી મરૂતુ રાજા હિંસામય યજ્ઞ કરતો હતો. તે હકીકત નારદના વાક્યથી સાંભળી, દયાળુ રાવણે તેને અટકાવ્યો. પછી રાવણની આજ્ઞાથી દુર્લંઘનગરે ઇન્દ્રના દિગૂપાલ નલકુબેરને જીતવા કુંભકર્ણ વગેરે ગયા. તે ખબર સાંભળી નલકુબેરે આશાલી વિદ્યા વડે પોતાના નગરની આસપાસ સો યોજનનો એક અગ્નિનો કિલ્લો બનાવ્યો. તેને જોવા પણ અશક્ત એવા કુંભકર્ણ વગેરેએ કોઇપણ રીતે પાછા આવીને તે ખબર રાવણને કહ્યા. તે અવસરે નલકુબેરની ઉપરંભા નામની પત્નીએ રાવણ પર અનુરાગ ધરીને તેને આશાલિની વિદ્યા આપી. રાવણે તે વિદ્યા વડે અગ્નિનો કિલ્લો સંહરીને દુર્લઘપુરને કબજે કરી લીધું અને સુદર્શન નામના ચક્રને સંપાદન કર્યું. પછી તે નગર ઉપર તેના અધિપતિ નલકુબેરને જ સ્થાપન કરી, “આ પરસ્ત્રી છે.” એથી ભોગવ્યા વિના તેની પ્રિયા ઉપરંભાને રાવણે તેને પાછી અર્પણ કરી.
ત્યાંથી રાવણ સૈન્ય લઇને વૈતાઢ્યગિરિ ઉપર ગયો અને રથનુપૂર નગરને ઘેરો નાંખ્યો. તેનો સ્વામી ઈન્દ્ર વિદ્યાધર કોપ કરીને સામો આવ્યો. “આપણી વચ્ચે વૈર થતાં ફોગટ આ સૈન્યને મારવાથી શું થવાનું છે ? માટે આપણે બંનેએ જ યુદ્ધ કરવું જોઇએ.' એમ કહી રાવણે ઈન્દ્રને બોલાવ્યો. પછી બંને વીરો હાથી ઉપર ચડીને વિદ્યા શસ્ત્રોને વર્ષાવવા લાગ્યા. છળને જાણનારો રાવણ પોતાના હાથી ઉપરથી છલાંગ મારી ઇન્દ્રના ઐરાવણ હાથી ઉપર ચડ્યો અને ત્યાં ઇન્દ્રને બાંધી વિજય મેળવી પાછો ફરી લંકામાં આવ્યો અને ઇન્દ્રને કારાગૃહમાં નાંખ્યો. તેના પિતા સહસ્રાર રાજાએ લોકપાલ સહિત રાવણ પાસે આવી નમસ્કાર કરીને પુત્રભિક્ષા માંગી એટલે તેના વિનયથી શાંત થઈ રાવણે કહ્યું, “જો તે ઇન્દ્ર આ મારી નગરીને નિત્ય તૃણકાષ્ઠાદિથી વર્જિત કરી, જલથી અભિષેક કરે અને પુષ્પોથી પૂજે, તો હું તેને છોડી મૂકું. એ પ્રમાણે કરવાનું કબૂલ કરીને સહશ્નાર રાજાએ પોતાના પુત્રને કારાગૃહમાંથી છોડાવ્યો. ઇન્દ્ર રથનુપૂરમાં આવી સંસારથી ખેદ પામી વૈરાગ્યથી વ્રત લઇ, લાંબા સમય સુધી તપ કરીને કર્મક્ષયથી મુક્તિ પામ્યો.
એક વખતે રાવણે મુનિ પાસેથી પરસ્ત્રીના સંગથી પોતાનું મરણ જાણી તેઓની પાસે “જે સ્ત્રી સ્વેચ્છાએ પોતાને ઇચ્છે નહિ, તેનો ત્યાગ કરવાનો અભિગ્રહ લીધો. • અંજનાનો અરણ્યવાસ અને હનુમાનનો જન્મઃ
તે અરસામાં આદિત્યનગરમાં પ્રહલાદ નામના રાજાની કેતુમતી નામની સ્ત્રીના ઉદરથી જન્મેલ પવનંજ્ય નામે વિદ્યાધર હતો. તે માટેન્દ્રનગરના અધિપતિ માહેન્દ્ર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૭૭