SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનાર ઉપર આવી શ્રી નેમિનાથ પ્રભુની પૂજાભક્તિ કરી, પાછો પોતાના અજયપુરમાં આવ્યો. તે સમયે કોઈ જ્ઞાની મુનિ ત્યાં પ્રભુનાં દર્શન કરવા આવ્યા. રાજાએ તેમને પ્રણામ કરી તે પ્રભુનું ઉજજવલ માહાભ્ય પૂછ્યું. મુનિ બોલ્યા, “હે રાજા ! આ બિંબનો પ્રભાવ હું શું કહું ? પ્રત્યક્ષ ઓળખાતી વસ્તુ માટે કયો માણસ પ્રશ્ન કરે ? આ જગત્પતિ શ્રી પાર્શ્વનાથ પ્રભુના દર્શન માત્રથી લાંબાકાળથી થયેલ વ્યાધિઓ તમારા અંગમાંથી નાશ પામ્યા. તેવી જ રીતે જે કોઇ પ્રાણી આ પ્રતિમાના દર્શન કરશે, તેમના નેત્ર, મુખ અને પેટ સંબંધી સર્વે રોગો, અન્ય વ્યાધિઓ તેમજ બધી જાતના કોઢ નાશ પામી જશે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં સ્મરણથી શાકિની, ભૂત, વેતાળ, રાક્ષસ અને યક્ષ સંબંધી ઉપસર્ગો પણ દૂર થઇ જશે. જે કોઇ આ તીર્થકરની સેવા કરશે, તેમના જવર, ઝેર, ઉન્માદ અને સંનિપાત વગેરે સર્વ દોષો લય પામી જશે. અહીં શ્રી જગદ્ગુરુનું ધ્યાન કરવાથી વિદ્યા, લક્ષ્મી, સુખ, પુત્ર અને સ્ત્રીની અભિલાષા કરનાર પુરુષોના સર્વે જાતના મનોરથો સિદ્ધ થશે. વળી જે જિનબિંબ એકસો વર્ષ અગાઉનું હોય, તે તીર્થરૂપ ગણાય છે. આ પાર્શ્વનાથ પ્રભુનું બિબ લાખો વર્ષ સુધી દેવોએ સ્વર્ગમાં અને સમુદ્રમાં પૂજેલું છે, તેથી તે તીર્થરૂપ છે. માટે આ બિંબના દર્શનથી સર્વ પાપની શાંતિ થશે અને અહીં આપેલું દાન અધિક ફળને આપશે.' આ પ્રમાણે તે તીર્થનો મહિમા કહી તે મુનિ આકાશમાં અદ્રશ્ય થયા અને અજય રાજા છ માસ સુધી ત્યાં રહ્યા. ત્યાર પછી સિદ્ધગિરિ પર જઇને પ્રભુની પૂજા કરી. તેમજ સ્નાત્રપૂજા, ઇન્દ્રોત્સવ, મહાધ્વજા વગેરે અનેક કૃત્યો કરી પોતાનો જન્મ સફળ કર્યો. ત્યારપછી ફરી પોતાના રાજયમાં આવી ધર્મનું આચરી છેવટે વ્રત લઇને અજય રાજા સ્વર્ગે ગયા. • રામ = બળદેવ તથા લક્ષ્મણ = વાસુદેવ વગેરેનો જન્મ : અજય રાજાનો મોટો પુત્ર અનંતરથ હતો, તેણે વ્રત ગ્રહણ કર્યું હતું. તેથી બીજો દશરથ નામે પુત્ર હતો, તે રાજ્યાધિપતિ થયો. તેને કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા અને સુપ્રભા નામે ચાર રાણીઓ હતી. એક વખત કૌશલ્યાએ ગજ, સિંહ, ચંદ્ર અને સૂર્યના સ્વપ્નોથી સૂચિત એવા રામ અથવા પા નામના બળદેવ પુત્રને જન્મ આપ્યો. ત્યારપછી સુમિત્રાએ હાથી, સિંહ, ચંદ્ર, સમુદ્ર, લક્ષ્મી, અગ્નિ અને સૂર્યના સ્વપ્નથી સૂચિત લક્ષમણ નામના વાસુદેવ પુત્રને જન્મ આપ્યો. કૈકેયીએ શુભ સ્વપ્નથી ભરત નામના પુત્રને અને સુપ્રભાએ શત્રુદન નામના પુત્રને જન્મ આપ્યો. વિદ્યાવિનયથી સંપન્ન આ ચારે પુત્રોથી દશરથ રાજા શોભવા લાગ્યા. શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૬૯
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy