SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો પ્રસ્તાવ શ્રી રામચંદ્ર આદિ મહાપુરુષોનાં ચરિત્રો, અયોધ્યા નગરીમાં સૂર્યપશાના વંશમાં ઘણા રાજાઓ થયા પછી વિજય નામે એક રાજા થયો. તેને હિમચૂલા નામે રાણીથી વજબાહુ અને પુરંદર નામે બે પુત્રો થયા. તેમાં વજબાહુએ પોતાના સાળાએ કરેલા હાસ્યથી દીક્ષા લીધી. વિજય રાજા પણ પુરંદરને રાજ્ય ઉપર બેસાડી દીક્ષા લઇને છેવટે મોક્ષે ગયા. એ પુરંદર રાજાને કીર્તિધર નામે એક પુત્ર થયો. તેને સુકોશલ નામે પુત્ર થયો. સુકોશલે ગર્ભવતી પત્નીને મૂકીને વ્રત ગ્રહણ કર્યું. તે સુકોશલની માતા સહદેવી આર્તધ્યાનથી મૃત્યુ પામીને વનમાં વાઘણ થઈ. તેણે સંયમી એવા પોતાના પતિ અને પુત્રને જોઇ પૂર્વના ક્રોધથી મારી નાંખ્યા. સુકોશલનો પુત્ર હિરણ્યગર્ભ થયો અને તેનો પુત્ર નઘુષ નામે થયો. એક વખત નઘુષ બીજે ઠેકાણે ગયો હતો ત્યારે શત્રુઓ ચડી આવ્યા. તેથી તેની રાણીએ શત્રુઓનો પરાજય કર્યો. તે કાર્યથી નઘુષને પોતાની સ્ત્રી અસતી છે એવું લાગ્યું. એટલે તે સ્ત્રીએ પોતાના સતીપણાના પ્રભાવથી પોતાના પતિના તીવ્રજવરને પોતાના હાથના સ્પર્શમાત્રથી દૂર કર્યો. તેમનો પુત્ર સોદાસ થયો. તે રાક્ષસની જેમ મનુષ્યનું માંસ ખાનારો થયો. તેથી મંત્રીઓએ તેને રાજ્યથી દૂર કરી તેના પુત્ર સિંહરથને રાજ્ય ઉપર બેસાડ્યો. છેવટે સોદાસ પણ કોઇ મુનિ પાસે ધર્મ સાંભળી જીવદયા પાળવા લાગ્યો અને મહાપુર નગરનો રાજા થયો. એક વખત સોદાસે સિંહરથને જીતી બંને રાજય ઉપર પાછો તેને જ સ્થાપન કરીને ગુરુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. સિહરથનો પુત્ર બ્રહ્મરથ રાજા થયો, તેનો પુત્ર ચતુર્મુખ, તેનો પુત્ર હેમરથ, તેનો શતરથ, તેનો ઉદયપૃથુ (તેનો ઉદય અને ઉદયનો પૃથુ એમ પણ લેખ છે), તેનો વારિરથ, તેનો ઈન્દુરથ, તેનો આદિત્યરથ, તેનો માંધાતા, તેનો વીરસેન, તેનો પુત્ર પ્રતિમન્યુ, તેનો પાબંધુ, તેનો રવિમન્યુ, તેનો વસંતતિલક, તેનો કુબેરદત્ત, તેનો કુંથુ, તેનો શરભ, તેનો કિરદ, તેનો સિંહદર્શન, તેનો હિરણ્યકશિપુ, તેનો પંજસ્થળ, તેનો કકુસ્થ અને તેનો રઘુ - એ પ્રમાણે રાજાઓ થયા. તેઓમાં કેટલાક મોશે અને કેટલાક સ્વર્ગે ગયા. તે પછી સાકેતપુર નગરમાં અનરણ્ય નામે રાજા થયો. તે લોકોમાં અજ નામે વિખ્યાત થયો. પૂર્વકર્મના યોગે તે એકસોને સાત વ્યાધિઓથી પીડાવા લાગ્યો. રોગની શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૬૬
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy