________________
સખીઓની સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા ગઈ. ત્યાં સ્વેચ્છાથી પુષ્પ, ફલ આદિને ગ્રહણ કરતી અને રમતી તે બીજા વનમાં ગઇ. ત્યાં પણ ફલાદિક લેતાં તેની ચપળતા જોઇને તે વનની ચક્રેશ્વરી નામે દેવીએ તેને શાપ આપ્યો કે, “તું વાનરી થઇ જા.” તે સાંભળી ભય પામેલી શૃંગારસુંદરીએ અનુગ્રહ માટે વિનંતી કરી, એટલે તે દેવી પ્રસન્ન થઈ. ઘણું કરીને ઉત્તમ પુરુષો અતિ કોપવાળા નથી હોતા.”
તે દેવીએ કહ્યું કે, “હે સુલોચના ! શ્રી શાંતિનાથ પ્રભુના પુત્ર ચક્રધર રાજા જ્યારે તને હાથથી સ્પર્શ કરશે, ત્યારે તું પાછી તારા પોતાના સ્વરૂપમાં આવીશ અને તે રાજા તારી સાથે પાણિગ્રહણ પણ કરશે.” આવો અનુગ્રહ કરી, દેવી અંતર્ધાન થઈ ગયા. ત્યારથી આ બાળા વાનરી થઈને આ વનમાં રહેતી હતી. તેના ભાગ્યથી જ અત્યારે તમે અહીં આવ્યા છો. “હે રાજા ! મનુષ્યપણું આપીને તમે તેને પોતાની કરી દીધી છે. તો હવે તેનું પાણિગ્રહણ કરો.'
તેમની પ્રાર્થનાથી અને કલાપ્રિય વિદ્યાધરના આગ્રહથી ચક્રધર રાજાએ શ્રી યુગાદિ પ્રભુની સાક્ષીએ તેનું પાણિગ્રહણ કર્યું. કલાપ્રિય અને તે બંને વિદ્યાધરોએ ચક્રધરને અનેક કળાઓ આપી અને દેવીઓએ પ્રત્યક્ષ થઈને શ્રેષ્ઠ વરદાનો આપ્યા. • ચક્રધર રાજા દ્વારા તાપસોને પ્રતિબોધ :
આ પ્રમાણે શૃંગારસુંદરીને પરણીને ચક્રધર રાજા તે વનમાં આગળ ફરવા લાગ્યા. થોડે દૂર જતાં એક નદીને કિનારે તાપસીના આશ્રમો જોયા. તાપસોએ કેટલાક લક્ષણોથી તેમને રાજા જાણી આદરપૂર્વક તેમની શુશ્રુષા કરી. પછી રાજાએ તેમને બહુમાનપૂર્વક પૂછ્યું, ‘તમે કોણ છો ? તમારું શું વ્રત છે ? અને તમે કોનું ધ્યાન ધરો છો ?' એટલે તેઓ બોલ્યા, “હે રાજા ! અમે કચ્છઋષિના વંશજ જટાધારી તાપસો છીએ. કંદમૂલનું ભક્ષણ કરીએ છીએ. શ્રી યુગાદિ પ્રભુને નમીએ છીએ. વલ્કલનાં વસ્ત્ર પહેરીએ છીએ. પૃથ્વી પર શયન કરીએ છીએ અને બ્રહ્મચર્ય પાળીએ છીએ.'
તે સાંભળી રાજા બોલ્યો, “અરે તાપસો ! તમે મિથ્યાત્વમાં મોહ પામી વિપરીત ધર્મને આચરવા વડે ઠગાયા છો. તમે સંગરહિત, બ્રહ્મચર્યાદિ તપ જપમાં પરાયણ અને યુગાદિ દેવને શરણે રહેનારા છતાં અભક્ષ્યનું ભક્ષણ કેમ કરો છો ? જેની નસો ગૂઢ છે, જે છેદવાથી ઉગે છે અને જેનો સરખા ભાગે ભંગ થાય છે. એવી વનસ્પતિ અને પલ્લવો અભક્ષ્ય કહ્યા છે. તેને મિથ્યાદ્રષ્ટિઓ જાણતા નથી. તેવા કંદમૂળનાં તીક્ષ્ણ સોયની અણી જેટલા ભાગમાં પણ અનંત પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને લય પામી જાય છે, તેથી તે અનંતકાય કહેવાય છે. ઉદુંબર, વડ, પીપર,
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૬૩