________________
મને ઘણા શત્રુઓએ છળ કરીને ઘેરી લીધો છે. ગોત્રદેવીની આજ્ઞાથી તમારાથી શત્રુનો ક્ષય થશે તેમ જાણવાથી તમને લેવા માટે હું આવ્યો છું. તેથી મારા પર પ્રસન્ન થાઓ.”
તે સાંભળી ચક્રધર વિદ્યાધર સાથે ખેટનગરમાં આવ્યા. ચક્રધર આવતાં જ તેના તેજને નહીં સહન કરી શકતા શત્રુઓ તત્કાળ ખસી ગયા. તેથી હર્ષ પામેલા કલાપ્રિયે ચક્રધર રાજાને કહ્યું, “હે રાજન્ ! પોતાની મેળે જ તમારી ઉપર અનુરક્ત થયેલી આ મારી બહેન હું તમને આપું છું. તેથી કાંઈ તમારા ઉપકારનો બદલો વળી શકે તેમ નથી, તો પણ તે મારી બહેનનો આપ સ્વીકાર કરો.” એમ કહી ગુણાવલી નામે પોતાની બહેન ચક્રધરને આપી. તે સિવાય પણ ઘણી વિદ્યાધર કન્યાઓ ચક્રધર રાજા પરણ્યા. “સર્વ ઠેકાણે ભાગ્ય તો સરખું જ હોય છે.”
ત્યારપછી કલાપ્રિય વિદ્યાધર, ચક્રધર રાજાને તીર્થયાત્રાની સ્પૃહાવાળા જાણીને પ્રિયાસહિત વિમાનમાં બેસાડી વેગથી ચાલ્યો. વિમાનના ગોખમાં બેસી રાજા વિશ્વના પદાર્થોને જોતા હતા, તેવામાં કોઇક ઠેકાણે એક રમણીય ઉદ્યાન તેમણે જોયું. તે જોઇ તેમણે વિદ્યાધરને કહ્યું, “આ કોઇ ઉત્તમ વન લાગે છે. મને અહીં ક્રીડા કરવાની ઇચ્છા થઇ છે. તેથી અહીં વિમાન ઉતારો.' વિદ્યાધરે તે વિમાનને તત્કાળ ત્યાં ઉતાર્યું. તેમાંથી ઉતરીને રાજા તે વનમાં સુંદર વૃક્ષોની શોભા જોતો આગળ ચાલ્યો. ત્યાં એક નિર્મળ જળવાળું સરોવર જોયું. • ચક્રધર રાજવીના કરસ્પર્શથી વાનરીનું રૂપ પરાવર્તન ને પાણિગ્રહણ :
તે વિદ્યાધરની સાથે ચક્રધર રાજા સરોવરની આસપાસ ફરવા લાગ્યા. આગળ જતાં વૃક્ષોની શાખાથી ઢંકાયેલું એક ચૈત્ય હતું. તે ચૈત્યમાં શ્રી આદિનાથપ્રભુનું મણિમય બિંબ જોઇ હર્ષ પામેલા ચક્રધર રાજા પ્રિયાને લઇને પૂજા કરવા માટે અંદર ગયા. પુષ્પ, અક્ષત તથા સ્તવનાદિકથી પૂજા કરીને પ્રાસાદની ઉત્તમ શોભા જોતા જોતા ચૈત્યની બહાર આવ્યા. ત્યાં નારીની જેમ ગોખમાં બેઠેલી એક વિચિત્ર રૂપવાળી વાનરી તેમણે જોઇ. “આ સુંદર છે' એવું ધારી ચક્રધરે તેના શરીરને હાથથી સ્પર્શ કર્યો, તેવામાં તો એ દિવ્ય રૂપવાળી સ્ત્રી થઇ ગઇ. તે જોઇ વિસ્મય પામેલો રાજા કાંઈ બોલવા જાય, તેવામાં બે વિદ્યાધરો આવી હર્ષથી રાજાને કહેવા લાગ્યા, રાજન્ ! આ વાનરીનું રૂપ બદલાઈ જવાથી વિસ્મય ન પામતાં, અમારી વિચિત્ર કથા સાંભળો. તે સાંભળવા તેઓ ત્યાં બેઠા. એટલે તે બેમાંથી એક જણ બોલ્યો - • વાંદરી - શૃંગારસુંદરી :
“હે રાજા ! અમે વૈતાદ્યગિરિની ઉત્તમ શ્રેણીમાં રહીએ છીએ. શૃંગારસુંદરી નામે આ મારી પુત્રી છે. એક વખતે વસંતઋતુ આવતાં યૌવનવયને પામેલી તે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૬૨