________________
• શાંતિનાથ પરમાત્માને સિંહનો ઉપસર્ગ :
આ તરફ પૂર્વે પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં યજ્ઞકર્મમાં નિષ્ઠાવાળો, અતિ દુષ્ટબુદ્ધિવાળો કોઈ મિથ્યાત્વી બ્રાહ્મણ રહેતો હતો તે રોજ યજ્ઞ કરતો. એક વખત કોઇ મુનિ તે બ્રાહ્મણના યજ્ઞસ્થાનમાં આવ્યા. તે સમયે ત્યાં હિંસા થતી જોઇ મુનિ હૃદયમાં કરૂણાભાવ ઉભરાવાથી બોલી ઉઠ્યા, “શુદ્ધ સિદ્ધાંતને દૂષિત કરનારા આ લોકોને ધિક્કાર છે. પૂર્વે ભરતરાજાએ જે ધર્મતત્પર વેદ રચેલા હતા, તેઓને આ માંસ-મદિરા ખાવાની ઇચ્છાવાળા પુરુષો પ્રાણીની હિંસાથી દૂષિત કરે છે.'
મુનિનાં વચનો સાંભળી એ અધમ બ્રાહ્મણને ક્રોધ ચઢયો. તેથી મુનિને મારવા માટે શ્રવ (શ્રવ = સરવો - હોમવાનું કાષ્ઠમય પાત્ર) ઉપાડી વેગથી દોડ્યો. ક્રોધમાં અંધ બનીને દોડતો એ બ્રાહ્મણ અતિ ઉંચા યજ્ઞસ્તંભ સાથે અથડાઈને ક્ષણવારમાં આર્તધ્યાનથી મૃત્યુ પામીને શત્રુંજયના સિંહોઘાનમાં કેશરીસિંહ થયો. પ્રાંતે થયેલા મુનિદર્શનના પુણ્યથી ઉત્તમ તીર્થ પામ્યો, પરંતુ જાતિસ્વભાવથી ત્યાં અનેક પ્રાણીઓને ત્રાસ પમાડતો તે ફરતો હતો. તેવામાં ત્યાં તેણે ધ્યાનારૂઢ શાંતિનાથ પ્રભુને જોયા. પ્રભુના દર્શનથી તેનો કોપાગ્નિ વિશેષ પ્રજવલિત થયો. તેથી પંજો ઉપાડીને પ્રભુ સામે એકદમ દોડ્યો. પ્રભુની પાસે પાંચ હાથ નજીક આવતાં જ એ પાપી સિંહ ભીંત સાથે અફળાઈને જેમ ઢેકું પાછું પડે, તેમ સ્વયમેવ સાત ધનુષ્ય જેટલો પાછો પડ્યો. પોતે ફાળ ચૂક્યો છે એવું માની અતિ ક્રોધ કરી પૂછડું ઊંચું લઈ પાછો તે પ્રભુ તરફ દોડ્યો, વળી પાછો પડ્યો.
આ પ્રમાણે વારંવાર સ્કૂલના પામવાથી તે વિચારવા લાગ્યો કે, અહીં મને આડું આવે તેવું મારી આગળ કોઈ દેખાતું નથી અને મારી ફાળ નિષ્ફળ જાય છે. તેથી આ કોઈ અસાધારણ પુરુષ લાગે છે. એવું વિચારી વારંવાર પ્રભુ તરફ જોતાં તેને પૂર્વભવનું સ્મરણ થયું. તે વખતે સિંહ શાંત થયો છે, એમ જાણીને પ્રભુએ તેને કહ્યું, “હે બ્રાહ્મણ ! તું તારા પૂર્વભવને યાદ કર. તે ભવમાં કરેલા પાપકર્મથી સિંહ થયો છે અને હમણાં પણ તીર્થકરનું સાંનિધ્ય મળ્યા છતાં અતિ રોષ ધરીને નરકની માતાતુલ્ય હિંસા હજુ કેમ કરે છે ? હજુ પણ તું જીવહિંસા છોડી દે, દયા અંગીકાર કર, ધર્મને ભજ અને તીર્થની આરાધના કર.”
આ પ્રમાણે તેને ધર્મવચનથી પ્રતિબોધ કરી પ્રભુ આગળ ચાલ્યા એટલે શાંત થયેલો તે સિંહ પ્રભુની પાછળ ચાલ્યો. સ્વર્ગગિરિ પર આરૂઢ થતાં પ્રભુએ પાછળ આવતા તે સિંહને કહ્યું કે, “સર્વ પ્રાણી ઉપર સમભાવ ધારણ કરીને તું અહીં રહે. આ ક્ષેત્રના પ્રભાવથી અહીંથી જ તને સ્વર્ગ મળશે અને પછી એક અવતારે મોક્ષની
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૬૦