________________
ગયો છે. હવે પ્રાણીને તારનાર આ જ તીર્થ છે. જો સમુદ્રના જળથી આ તીર્થનો માર્ગ પણ રૂંધાશે તો પછી પ્રાણીઓને તારનાર આ પૃથ્વી પર બીજું કોઇ તીર્થ નહિ રહે. જ્યારે તીર્થંકર દેવ, જૈન ધર્મ કે શ્રેષ્ઠ આગમ પૃથ્વી પર રહેશે નહિ, ત્યારે માત્ર આ સિદ્ધગિરિ જ લોકોના મનોરથોને સફળ કરનારો થશે.’
ઇન્દ્રના વચનથી ચક્રવર્તીએ લવણદેવને કહ્યું કે, ‘દેવ ! માત્ર નિશાની માટે સમુદ્ર અહીંથી થોડે દૂર રહો અને તમે સ્વસ્થાને જાઓ.' એવી રીતે તેને વિદાય કર્યા. પછી સગર રાજાએ ઇન્દ્રને આ તીર્થની રક્ષાનો ઉપાય પૂછ્યો. ત્યારે ઇન્દ્રે કહ્યું : ‘હે રાજા ! આ રત્નમણિમય પ્રભુની મૂર્તિઓ સુવર્ણગુફામાં મૂકાવો. તે ગુફા પ્રભુનો કોશ છે અને સર્વ અર્હતોની મૂર્તિઓ સોનાની કરાવો તેમજ પ્રાસાદો સુવર્ણ અને રૂપાના કરાવો. પછી પ્રાસાદથી પશ્ચિમ તરફ રહેલી સુવર્ણ ગુફા ઇન્દ્રે બતાવી એટલે પ્રભુની રત્નમણિમય મૂર્તિઓને ચક્રીએ તેમાં પધરાવી અને તેમની પૂજા માટે યક્ષોને નિમ્યા. પછી સગર રાજાએ અર્હતના પ્રાસાદો રજતના અને મૂર્તિઓ સુવર્ણની કરાવી. સુભદ્ર નામના શિખર ઉપર શ્રી અજિતનાથનો રૂપાનો પ્રાસાદ કરાવ્યો. ત્યાં ગણધરો, શ્રાવકો અને દેવોએ મળીને પૂજાપૂર્વક સુંદર પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. સગર ચક્રીની રૈવતાચલતીર્થની યાત્રા :
આ પ્રમાણે શત્રુંજયતીર્થનો ઉદ્ધાર કરી સુરનરોની સાથે સગર ચક્રવર્તી રૈવતાચલ તરફ ચાલ્યા. માર્ગમાં આવેલા ચંદ્રપ્રભાસ તીર્થમાં શ્રી ચંદ્રપ્રભપ્રભુને નમી રૈવતાચલના શિખર પર તેઓ આવ્યા. તે તીર્થને પણ આદરથી ત્રણ પ્રદક્ષિણા કરી ગજેન્દ્રપદ કુંડનું જલ લઇ જિનાલયમાં ગયા. ત્યાં પૂર્વની જેમ ચક્રીએ પૂજા, નમસ્કાર સ્તુતિ કરી તથા ભાવપૂર્વક સુપાત્રદાન, અભયદાન, ઉચિતદાન અને અનુકંપાદાન આપ્યા. પછી શ્રીદાયક સિદ્ધગિરિ, વિદ્યાધરગિરિ, દેવગિરિ, અંબિકાગિરિ અને ઉમાશંભુગિર વિગેરે સર્વ શિખરો ઉપર ગુરુભગવંત સાથે જઇ ચક્રવર્તીએ ગુરુમહારાજની આજ્ઞા પ્રમાણે વિધિપૂર્વક યાત્રા અને દેવપૂજા કરી. ત્યાંથી પાછા ફરી અર્બુદાચલ, સમેતશિખર અને વૈભારગિરિની યાત્રા કરી પાછા અયોધ્યામાં આવ્યા.
તે સમયે શ્રી અજિતનાથ પ્રભુ જાણે તેના પુણ્યથી ખેંચાઇને આવ્યા હોય તેમ ત્યાં પધાર્યા. તેમના આગમનની વધામણી કહેનારા પુરુષોને ઘણું ધન આપી ચક્રવર્તી ઉત્સાહથી પ્રભુને વંદન કરવા આવ્યા. પછી પ્રભુને નમસ્કાર કરી રોમાંચિત શરીરે દેશના સાંભળવા બેઠા. એટલે ચક્રવર્તીને બોધ ક૨વા અજિતનાથ પ્રભુએ ધર્મદેશના ફરમાવી કે, ‘હે રાજન્ ! રાજ્ય, પુત્ર, પત્ની, ભાઇ, નગર, આવાસ, ધન, દેવવૈભવાદિક અને અન્ય સર્વ ૨મણીય લાગતી વસ્તુઓ આ સંસારસાગરમાં મોતી, શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૫૫