SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપચારથી ફરી ચેતના પામી સત્ત્વશાળી એવા તેણે શોક છોડીને ભક્તિપૂર્વક જ્વલનપ્રભ નાગદેવની આરાધના કરી. સંતુષ્ટ થયેલ જ્વલનપ્રભદેવ નાગકુમારો સાથે ત્યાં આવ્યો. ભગીરથે ગંધમાલ્ય અને સ્તુતિથી તેનું પૂજન કર્યું. એટલે હર્ષ પામી નાગપતિએ કહ્યું, ‘હે ભગીરથ ! જનુકુમાર વગેરેને ખાઇ ખોદવાના કાર્યથી વારવા છતાં અટક્યા નહીં, તેથી મેં તેમને બાળીને ભસ્મ કર્યા છે. તેઓએ પૂર્વે તેવું કર્મ ઉપાર્જન કર્યું હતું. તો હવે તમે તેમની ઉત્તર દેહક્રિયા કરો અને પૃથ્વીને ડુબાવતી આ ગંગા નદીને મુખ્ય પ્રવાહમાં લઇ જાઓ.' એમ કહી તે પોતાને સ્થાને ગયો. પછી ભગીરથે પોતાના વડીલોની તે ભસ્મ ગંગામાં નાંખી, ત્યારથી જગતમાં ‘પિતૃક્રિયા’ નો વ્યવહાર પ્રવર્તો. ઉત્તરક્રિયા કરીને ભગીરથ ગંગાના ઉન્માર્ગી પ્રવાહને દંડરત્નથી મુખ્ય માર્ગમાં લાવ્યો. ત્યારપછી લોકો પાસેથી સગર રાજાને શત્રુંજય તીર્થે પધારેલા જાણીને તે ત્યાંથી ગિરિરાજ ઉપર આવ્યો. ત્યાં રાયણ વૃક્ષની નીચે ઇન્દ્ર અને ચક્રી તેને મળ્યા. પછી હર્ષ પામી તેઓએ ભેગા મળી શ્રી આદિનાથ પ્રભુનો સ્નાત્રપૂજાદિક મહોત્સવ કર્યો. મરુદેવા તથા બાહુબિલિ શિખર ઉપર, તેમજ તાલધ્વજ, કાદંબ, હસ્તિસેન ઇત્યાદિ સર્વ શિખરો ઉપ૨ તેમણે જિનપૂજા કરી તથા ગુરુ મહારાજની વાણીથી મુનિભક્તિ, અન્નદાન, આરતી, મહાધ્વજ તેમજ ઇન્દ્રોત્સવ કર્યા. પછી ઇન્દ્રે સગ૨૨ાજાને કહ્યું, ‘હે ચક્રવર્તી ! આ શાશ્વત તીર્થમાં તમારા પૂર્વજ ભરતરાજાનું આ પુણ્યવર્ઝન કર્તવ્ય જુઓ. ભવિષ્યમાં કાલના માહાત્મ્યથી વિવેકરહિત, અધર્મી, તીર્થનો અનાદર કરનારા લોકો મણિ, રત્ન, રૂપું અને સુવર્ણના લોભથી આ પ્રાસાદની કે પ્રતિમાની આશાતના કરશે. માટે જન્નુની જેમ તમે આ પ્રાસાદની કાંઇક રક્ષા કરો. ત્રણે જગતમાં તમારા જેવો કોઇ સમર્થ પુરુષ સાંપ્રતકાળે નથી.' તે સાંભળી સગરરાજા વિચારવા લાગ્યા કે, ‘મારા પુત્રો સાગર સાથે મળેલી ગંગા નદી લાવ્યા, તો હું તેનો પિતા થઇ જો સાગરને લાવું, તો તેમનાથી વિશેષ થાઉં, નહીં તો માનહીન થાઉં.' આવા આવેશના વશથી સગરરાજા ક્ષણવારમાં યક્ષો દ્વારા સાગરને ત્યાં લાવ્યા. વિવિધ દેશોને ડૂબાડતો, અતિ ભયંકર દેખાતો, ઉછળતો, અતિ દુસ્સહ લવણસમુદ્ર જંબુદ્વીપની જગતીના પશ્ચિમ દ્વારમાંથી નીકળી શત્રુંજયગિરિની પાસે આવ્યો અને લવણસમુદ્રનો અધિષ્ઠાતા દેવ અંજલિ જોડીને ચક્રવર્તીને પ્રણામ કરીને બોલ્યો; ‘હે ચક્રવર્તી ! કહો હું શું કરું ?' તે વખતે અવધિજ્ઞાનથી જિનવચન યાદ કરતાં ઇન્દ્રે આકુલતાથી કહ્યું કે, ‘હે ચક્રી ! વિરામ પામો, વિરામ પામો. જેમ સૂર્ય વિના દિવસ, છાયા વિના વૃક્ષ તેમ આ તીર્થ વિના બધી જીવસૃષ્ટિ નિષ્ફળ છે. અષ્ટાપદ પર્વતનો માર્ગ તો રૂંધાઇ જ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૫૪
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy