________________
જ છે. વળી પૂર્વે વૈરાગ્ય વચનોથી તમે જ મને બોધ આપતા હતા અને તમે જ વળી આ પ્રમાણે કેમ મોહ પામો છો ?'
ઇન્દ્ર આ પ્રમાણે કહેતા હતાં, તેવામાં દ્વારપાળે આવીને વિનંતી કરી કે, કોઇ બે પુરુષ આપને નમસ્કાર કરવા ઇચ્છે છે. ચક્રીના આજ્ઞા મળતાં તે બંને પુરુષોને સભામાં મોકલ્યા. તેમાંથી એકે નમસ્કાર કરી, ‘શ્રી અજિતનાથ ભગવાન પધાર્યા છે’ એમ કહ્યું અને બીજાએ કહ્યું, ‘હે સ્વામી ! જય પામો. તમારા પુત્રોએ લાવેલી ગંગા નદીનો પ્રવાહ અષ્ટાપદગિરની ફરતી ખાઇને પૂરીને હવે પૃથ્વીને ડૂબાડે છે. તેના પૂરથી ત્યાંના નિવાસીઓ ડૂબી રહ્યા છે.' પ્રભુનું આગમન, પુત્રોનો નાશ અને પાણીના ઉપદ્રવથી વિષાદ પામેલા ચક્રવર્તીને ઇન્દ્રે કહ્યું, ‘હે રાજા ! પુત્રશોક છોડી દો અને પ્રભુને ભજો તથા ગંગાના પ્રવાહનો રોધ કરવા જનુના પુત્ર ભગીરથને આજ્ઞા કરો.' આ સાંભળી સગરરાજાએ નિઃશ્વાસ લઇને ભગીરથને બોલાવી, પોતાના ખોળામાં બેસાડી કહ્યું, ‘હે વત્સ ! આપણા ભરતવંશ ઉપર આ કેવું કષ્ટ આવી પડ્યું ? અમારી કુલસંતતિમાં તું જ એક અવશિષ્ટ રહેલો છે. માટે તું લોકની રક્ષા માટે ગંગા નદી પાસે જા અને જવલનપ્રભદેવની સેવાથી દંડરત્ન વડે ગંગાના મુખ્ય પ્રવાહને પાછો સમુદ્ર તરફ ફે૨વ.’ દાદાની આજ્ઞાથી ભગીરથકુમાર મોટા સૈન્ય સાથે ત્યાં ગયો અને સગ૨ાજા ઇન્દ્ર સાથે અંતઃપુર સહિત પ્રભુને વંદવા આવ્યો. ત્યાં સમવસરણમાં રહેલા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઇ પ્રભુની સ્તવના કરતાં કહ્યું :
‘શોકને ટાળનાર હે સ્વામી ! તમે જયવંતા વર્તો. અંતરની વ્યાધિને હરનારા આપને નમસ્કાર છે.' એવી રીતે ભક્તિથી સ્તવીને તેઓ યોગ્ય સ્થાને બેઠા. ત્યારબાદ પ્રભુએ દેશના આપી, ‘હે ચક્રવર્તી ! આ સંસાર અસાર છે, રાજ્યસુખ સ્થિર નથી. પુત્ર, મિત્ર અને સ્ત્રી તે બંધનરૂપ છે. દેહ રોગ અને શોક કરનાર છે. વિષયો વિષ જેવા પીડા કરનારા છે. ભોગો સર્પની ફણા જેવા છે. જીવિત જળના બિંદુ જેવું અસ્થિર છે. જે ક્ષણ પહેલા રમણીય લાગતું હતું તે ક્ષણ પછી દારુણ લાગે છે. તત્ત્વથી આ સંસારમાં દેવગુરુધર્મરૂપી તત્ત્વ સિવાય બીજું કાંઇપણ સ્થિર નથી.’ આ પ્રમાણે પ્રભુની દેશનાનું પાન કરી સગ૨૨ાજાએ પ્રભુને પૂછ્યું, ‘હે સ્વામી ! આ જગત કર્મને આધીન છે, તો મારા સાઠ હજાર પુત્રોએ એકીસાથે તેવું શું કરેલું કે જેથી તેઓને તે કર્મ એકસાથે મૃત્યુદાયક થઇ પડ્યું ? ત્યારે પ્રભુએ તેમના પૂર્વભવો આ પ્રમાણે કહ્યા :
સગર ચક્રવર્તીના પુત્રોના પૂર્વભવો :
કોઇ એક પલ્લીમાં ચોરીનો ધંધો કરનારા, નિર્દય અને નિરંતર પરધન, પરસ્ત્રીનું જ ધ્યાન ધરનારા સાઠ હજાર ભીલ્લો હતા. એક વખતે એક સંઘ ભિલપુરથી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૫૧