SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ તે સાંભળી ચક્રીએ તેવી રાખ લાવવા સર્વ રાજાઓને આજ્ઞા કરી. ઇન્દ્રે પણ વૈક્રિયરૂપ વડે ઘેર ઘેર જોવા માંડ્યું. પણ ક્યાંયથી તેવી ભસ્મ ન મળી. તેથી બધા રાજાઓ અને ઇન્દ્ર બ્રાહ્મણ પણ અતિ દુઃખી થતો પાછો આવ્યો. તે વખતે વૈદ્યો મનમાં હર્ષ પામી કહેવા લાગ્યા કે, એવી ભસ્મ મળ્યા વગર અનેક ઔષધોથી આ કાર્ય અસાધ્ય છે. ઔષધ વગર આ બાળક મરી જશે, એમાં વૈદ્યોનો બિલકુલ દોષ નથી.' આ સાંભળી ઇન્દ્ર બ્રાહ્મણે કપટથી પાછું છૂટે કંઠે રુદન કરવા માંડ્યું. તે વખતે ચક્રીનું સર્વ સૈન્ય રાજદ્વારમાં આવીને ઉભું હતું. અત્યંત આર્દ્ર થયેલા સગર ચક્રવર્તીએ મધુર વચનથી એ બ્રાહ્મણને કહ્યું કે, તમે શોક ન કરો. સંસારની સ્થિતિ એવી જ છે. આ સંસારમાં જન્મેલો પ્રાણી અવશ્ય મૃત્યુ પામે જ છે. વસ્તુતઃ કોઇપણ સ્થિર રહેતું નથી. જગતને પૂજવા યોગ્ય અનંત તીર્થંકરો પણ અંત પામ્યા, તો બીજા પ્રાણીઓની શી વાત કરવી ? ભાઇ, પુત્ર અને સ્ત્રી વગેરે સર્વ સ્વાર્થ માટે હંમેશાં આવે છે અને જાય છે. દુઃખ ફક્ત આત્માને થાય છે. સર્વદા લાલન પાલન કરેલો પોતાનો દેહ પણ જેને વશ નથી, તેને માતા, પિતા, ભાઇ અને પુત્રાદિક કેમ વશ રહે ?' પુત્રોના મૃત્યુથી દુઃખી થયેલા ચક્રવર્તીને ઇન્દ્રનો બોધ : આ પ્રમાણે સગરરાજા બોલતા હતા, તેવામાં ઇન્દ્રે પોતાનું રૂપ પ્રગટ કરીને કહ્યું કે, ‘હે રાજા ! શું તમે સંસારની સ્થિતિ જાણો છો ? ખરેખર સંસાર દુઃખદાયક છે, તે સાચું છે ? તો હવે આ સંસારનાં વિચિત્ર સ્વરૂપને યાદ રાખી આ દૃષ્ટાંત આપતા પૂર્વે સાંભળો કે, જેમ મારો પુત્ર મરી ગયો છે, તેમ તમારા સાઠ હજાર પુત્રો પણ ખરેખર મૃત્યુ પામ્યા છે. તેમાં કોઇનો દોષ નથી. એમના કર્મોનો જ દોષ છે.' તેટલામાં શોકથી વ્યાકુળ સૈનિકોએ સભામાં આવી રુદન કરતાં કરતાં ચક્રવર્તી આગળ તેમના કુળક્ષયની વાત કહી. તે સાંભળતાં જ રાજા મૂર્છા પામ્યો. ઇન્દ્રે પંખાથી પવન નાખી, ગોશીર્ષ ચંદનથી વિલેપન કરી, તેના શરીર ઉપર પાણી છાંટ્યું. તેથી માંડ માંડ ચેતના પામેલો રાજા પુત્રોનું સ્મરણ કરતો વારંવાર મૂર્છા પામવા લાગ્યો. મૂર્છાથી ચક્રવર્તી મરણ પામી જશે, એમ વિચારી ઇન્દ્ર પણ તેને ભેટીને મુક્ત કંઠે રોવરાવતો પોતે પણ છૂટે કંઠે રડવા લાગ્યો. આ રીતે રુદનથી ગાઢ શોકની ગ્રંથિ ગળી ગઇ, ત્યારે ઇન્દ્રે કહ્યું, ‘હૈ ચક્રી ! તમે પણ અજ્ઞજનોની જેમ દુ:ખથી કેમ મોહ પામો છો ? આ સંસારમાં કોઇ જીવ પોતાના કર્મથી અલ્પ આયુષ્યવાળા થાય છે અને કોઇ દીર્ઘાયુવાળા થાય છે, તો પણ અહીં ક્ષય નિશ્ચિત શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૫૦
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy