________________
-
એટલે સૂર્યયશા રાજા નવા નવા ખડ્ગો ગ્રહણ કરે છે. પણ પોતાના સત્ત્વથી સ્ટેજ પણ ડગતો નથી. તેથી તેને હરાવવામાં અસમર્થ ઉર્વશી તથા રંભા – બંને પોતાના મૂલસ્વરૂપને પ્રગટ કરીને ‘જય પામો, જય પામો' એમ સૂર્યયશા રાજાને વધાવવાપૂર્વક આ પ્રમાણે કહેવા લાગી, ‘હે ઋષભસ્વામીના કુળમાં ચન્દ્ર સમાન, હે ભરતચક્રીના પુત્ર, પુરુષોમાં શ્રેષ્ઠ તમે ચિરકાલ જય પામો ! અહો તમારું સત્ત્વ, તમારું ધૈર્ય, તમારા મનનો નિશ્ચય ખરેખર અદ્વિતીય છે. જે કારણે પોતાનો ઘાત કરવા તમે સજ્જ થયા, પણ પોતાનું વ્રત સ્ટેજ પણ ન ત્યજ્યું. હે રાજા ! દેવલોકમાં દેવતાઓની સમક્ષ ઇન્દ્ર મહારાજે તમારા અતુલ સત્ત્વની પ્રશંસા કરી હતી, તે સાંભળીને અમે બંનેએ તમને તમારા નિશ્ચયથી ડગાવવા માટે આ બધો પ્રયત્ન આરંભ્યો. પણ તમે ચલિત ન થયા. હે વીર ! ધીર ! તમારાથી આ પૃથ્વી ખરેખર ‘રત્નપ્રસવા' છે.
આ પ્રમાણે તે બંને દેવાંગનાઓ સૂર્યયશા રાજાની સ્તુતિ કરતી હતી, તેવામાં હર્ષથી જય-જય શબ્દ કહેતા ઇન્દ્ર મહારાજા સ્વયં ત્યાં આવ્યા અને ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળી ઉર્વશીની સામે ઉપહાસપૂર્વક જોયું. ઉર્વશીએ પણ હર્ષિત થઇ રાજાના ગુણો ઇન્દ્રની સમક્ષ વર્ણવ્યાં. ત્યારબાદ ઇન્દ્ર સૂર્યયશા રાજાને મુકુટ, બે કુંડલો, બે બાહુભૂષણો અને હાર આપીને તથા સ્તુતિ કરીને પોતાના દેવલોકમાં ગયા.
•
સૂર્યયશા અને તેમની પાટપરંપરાની સિદ્ધિગતિ :
સત્ય પ્રતિજ્ઞાવાળા તે સૂર્યયશા રાજાએ પૃથ્વીનું પાલન કરતા પોતાના રાજ્યને શ્રી જિનમંદિરોથી અલંકૃત કર્યું તથા શ્રી સંઘયાત્રા કરી પોતાનાં જન્મને પવિત્ર કર્યો. તે રાજા ચતુર્દશી તથા અષ્ટમી પર્વને નિત્ય આરાધતા હતા તથા જ્ઞાન, દર્શન, ચારિત્રને ધારણ કરનારા શ્રાવકોને ભક્તિપૂર્વક પોતાના આવાસમાં જમાડતા હતા. ભરત મહારાજાએ જેમ કાકિણીરત્નની રેખાઓથી વ્રતધારી શ્રાવકોને અંકિત કર્યા હતા. તે રીતે સૂર્યયશાએ સુવર્ણના કંદોરાથી શ્રાવકોને અંકિત કર્યા. તે પછીના મહાયશા આદિ રાજાઓએ રૂપાના કંદોરાથી, તે પછી કેટલાક રાજાઓએ પટ્ટસુત્રથી અને છેવટે બીજા રાજાઓએ સૂતરથી સાધર્મિક બંધુઓને અંકિત કર્યા. સૂર્યયશાને ઉદાર ચરિત્રવાળા, પરાક્રમી એવા મહાયશા આદિ સવા લાખ કુમારો હતા. જેમ ઋષભદેવ સ્વામીથી ઇક્ષ્વાકુ વંશની ઉત્પત્તિ થઇ તે રીતે સૂર્યયશા રાજાથી સૂર્યવંશ પ્રસિદ્ધ થયો. એક વખત સૂર્યયશા ભરત ચક્રવર્તીની જેમ આસિાભવનમાં રત્નમય દર્પણમાં પોતાના રૂપને જોતાં, સંસારની અસારતાને ચિંતવતા કેવલજ્ઞાન પામ્યા. મુનિવેષને ધારણ કરી, મુનીશ્વર થઇ વિહાર કરતા, ભવ્ય જીવોને પ્રતિબોધ આપતા ક્રમશઃ શેષ અઘાતી કર્મરૂપ રોગ પર વિજય પ્રાપ્ત કરીને મુક્તિ પામ્યા.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૨૮