________________
શ્રી અરિહંત ભગવંતોના પ્રાસાદો થયા. ભરતેશ્વરે ત્યાં તીર્થ સ્થાપીને પૂર્વ સ્થાનની જેમ પૂજન, ઉત્સવ અને દાનાદિક ધર્મકાર્યો અતિ હર્ષથી કર્યા.
આ રીતે સંઘપતિને યોગ્ય એવું સર્વ કાર્ય કરી માર્ગમાં સાથે આવેલા માગધ રાજાને વિદાય કર્યા અને પોતે સુર, અસુર અને ચતુર્વિધ સંઘની સાથે પ્રયાણ કરતા કેટલાક દિવસે સમેતશિખરગિરિ પર આવ્યા. ત્યાં પણ ભરત રાજાની આજ્ઞાથી વીસ તીર્થંકરદેવોનાં પ્રાસાદોની શ્રેણી વર્તકીરને ક્ષણવારમાં તૈયાર કરી. તે અવસરે ત્યાં પૂર્વ તીર્થોની જેમ ભરતે જિનેશ્વર દેવોની, ગણધર ભગવંતોની તથા મુનિઓની પૂજા કરીને યાચકોને ઈચ્છાથી અધિક દાન આપ્યાં. ત્યાં આઠ દિવસ રહી પોતાની નગરીનું સ્મરણ થતાં પવિત્ર દિવસે સૈન્ય સહિત ભરતેશ્વર વિનીતા નગરી તરફ ચાલ્યા. • ભરત રાજાનો મહોત્સવપૂર્વક સંઘ સાથે વિનીતા નગરીમાં પ્રવેશ:
અનુક્રમે કેટલાક દિવસે ભારતચક્રી અયોધ્યાની પાસેના નંદનવન જેવા ઉદ્યાનમાં આવી પહોંચ્યા. શ્રી ભરતેશ્વરને આવેલા સાંભળીને સૂર્યયશા હર્ષથી અતિ વેગથી દોડીને ભારત સામે આવ્યો અને ચક્રવર્તી પિતાનાં દર્શન થતાં જ તેમનાં ચરણકમલમાં તે આળોટીને પડ્યો. ભરતે તેને બેઠો કરીને આનંદથી આલિંગન કર્યું. ત્યારબાદ સુર, અસુર અને સંઘની સાથે વિનીતા નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને નગરમાં રહેલા મુખ્ય ચૈત્યોમાં જઈ પ્રભુ શ્રી આદીશ્વર ભગવંતને વંદન કરી, પછી ગુરુમહારાજને નમસ્કાર કરી, ભરતેશ્વર પોતાનાં આવાસમાં આવ્યા.
હે ઇન્દ્ર ! હવે આદિનાથ પ્રભુ જે રીતે નિર્વાણ પદ પામ્યા, તે પ્રસંગ તું સાંભળ.
ત્યારબાદ તે અવસરે સોમયશા વગેરેને જુદા જુદા દેશો સોંપીને ભરતેશ્વરે સ્નેહથી સત્કારપૂર્વક તે બધાયને વિદાય કર્યા અને ભોજનવસ્ત્રાદિકથી સર્વ સંઘનું સન્માન કર્યું. તે અરસામાં શ્રી આદિનાથ પ્રભુ વિહાર કરતા કરતા અષ્ટાપદ ગિરિ ઉપર સમવસર્યા. તે શુભ સમાચાર ઉદ્યાનપતિ પાસેથી સાંભળીને ભરત ચક્રવર્તી પ્રભુને વંદન કરવાની ઇચ્છાથી ત્યાં અષ્ટાપદ ઉપર આવ્યા. શ્રી સર્વજ્ઞપ્રભુનાં મુખકમલથી દાનધર્મનો મહિમા અને તેનું મહાન ફળ સાંભળીને ચક્રવર્તીએ પ્રભુને વિનંતી કરી કે, “આ સંયમી મુનિઓ મારું દાન ગ્રહણ કરે તેમ આપ ફરમાવો.” ત્યારે પ્રભુએ કહ્યું કે, ‘નિર્દોષ પણ રાજપિંડ મુનિઓને કલ્પતો નથી !” આ સાંભળી ભરતે કહ્યું, સ્વામી ! આ જગતમાં મહાપાત્રરૂપ તો સંયમી મુનિવરો છે. તેમને મારું દાન નહીં કહ્યું, તો મારે શું કરવું ? તે અવસરે દીન બનેલા ભરતને આશ્વાસન આપતાં ઇન્દ્ર કહ્યું, “હે રાજા ! જો તમારે દાન આપવું હોય તો ગુણોમાં ઉત્તમ સાધુભગવંતો પછી પાત્ર તરીકે ગણાતા સાધર્મિક શ્રાવકોને તમે દાન આપો.” પ્રભુએ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૧૭