________________
અહા ! આ દેશનું સુરાષ્ટ્ર એવું જે નામ છે, તે યુક્ત જ છે. કારણ કે શત્રુંજય અને ઉજ્જયંત વગેરે ઉત્કૃષ્ટ તીર્થો અહીં જ રહેલા છે. અહીં રહેલ ગિરિઓ, નદીઓ, વૃક્ષો, કુંડો અને ભૂમિઓ પણ તીર્થરૂપ છે. સર્વ દેશોમાં ઉત્તમ દેશ અને સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ એવો આ સુરાષ્ટ્ર દેશ શરણે આવેલાને રક્ષણ આપનાર છે. જે સૌરાષ્ટ્રવાસી થઈને બીજા દેશની સ્પૃહા કરે છે, તેઓ કલ્પવૃક્ષને છોડીને ધતુરો લેવાનો આગ્રહ કરે છે. જે દેશમાં દુર્ભિક્ષનો ભય નથી, પાપ થતા નથી અને ફૂટબુદ્ધિ કે દ્રોહ જોવામાં આવતા નથી અને જ્યાં સર્વ લોકો સરળ પ્રકૃતિના છે એવો આ દેશ છે.”
આ પ્રમાણે કહેતા ભરતનરેશ્વર શ્રી શત્રુંજયગિરિને પ્રદક્ષિણા કરીને કેટલાક દિવસે આનંદપુરમાં આવ્યા. ત્યાં શક્તિસિંહને પોતાની પાસે બોલાવીને હર્ષથી કહ્યું, “હે વત્સ ! મારી આજ્ઞાથી તારે સદા અહીં રહેવું અને અહીંના સામ્રાજયને ભોગવતા તારે આ બંને તીર્થોની રક્ષા કરવી. પવિત્રપણાથી તીર્થરૂપ એવા આ સૌરાષ્ટ્ર દેશનો તું રાજા છો, તેથી તું ધન્યથી પણ ધન્ય અને બીજા સર્વ રાજાઓને પૂજવા યોગ્ય છો. આ પ્રમાણે કહી ભરતેશ્વરે “બે તીર્થભૂમિના પ્રદેશ પર આનું શાસન છે એમ સૂચવતાં બે છત્રો શક્તિસિંહને ભેટ આપ્યાં તથા અલંકારો, હાથી, ઘોડા, રથ, રત્ન અને દ્રવ્યથી સન્માન કરી શક્તિસિંહને વિદાય કર્યો. શક્તિસિંહ પણ જિનેશ્વરદેવની આરાધના કરતો સૌરાષ્ટ્રના લોકોનું પાલન કરવા લાગ્યો. • શ્રી ભરત ચક્રવર્તીએ કરેલી વિવિધ તીર્થોની યાત્રા :
ત્યાંથી ભરત ચક્રવર્તી આબુ ગયા. ત્યાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલના અહંત પ્રભુના પ્રાસાદો તેમણે કરાવ્યાં. સર્વ ઠેકાણે પોતપોતાના દેશથી પોતાના ભાઇઓના પુત્રો ભરતેશ્વરને મળવા આવતા હતા. તેઓને જોઈ હર્ષ પામતા ભરતે તેઓને પ્રીતિદાનથી પ્રસન્ન કર્યા. ત્યાંથી ધીરે ધીરે પ્રયાણ કરતાં અને આગળ ચાલતા સર્વ તીર્થને નમતા, સ્થાને સ્થાને મહોત્સવ કરતાં, દીનજનોનો ઉદ્ધાર કરતા મુનિજનની પૂજા કરતા અને સર્વની આશિષ લેતા તેઓ અનુક્રમે મગધ દેશમાં આવ્યા. તે દેશમાં પણ પોતાના બંધ મગધનો પુત્ર માગધ નામનો ભત્રીજો રાજય કરતો હતો. ભરત ચક્રવર્તીનાં આગમનને સાંભળીને તે સર્વ સમૃદ્ધિપૂર્વક તેમની સન્મુખ આવ્યો. માગધ રાજાનો ભોજનાદિક સત્કાર ગ્રહણ કરી ચક્રવર્તી ત્યાંથી પ્રયાણ કરીને તીર્થયાત્રા માટે વૈભારગિરિ ઉપર આવ્યા. ત્યાં પણ શત્રુંજય તીર્થ પર કરાવ્યું હતું, તેવું ભાવી ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીનું એક ઉત્તમ મંદિર વધ્વંકી પાસે તેમણે કરાવ્યું. એ રીતે શત્રુંજય, રેવતાચલ, અર્બુદગિરિ અને વૈભારગિરિ ઉપર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૧૬