________________
કરાવો અથવા જેમ બાહુબલિએ તક્ષશિલાપુરી વસાવી, ત્યારે ચોરાશી મંડપથી મંડિત એવો મહાન જિનપ્રાસાદ કરાવ્યો છે, તેવો અહીં એક જિનપ્રાસાદ કરાવો.
ઇન્દ્રના આવાં વચનો સાંભળી, ભરત રાજાએ વર્ધ્વકિરત્નને આજ્ઞા કરી. દિવ્ય શક્તિવાળા વóકીએ અલ્પ સમયમાં મણિરત્નોથી શોભતો ત્રિલોક્યવિભ્રમ” નામે એક પ્રાસાદ બનાવ્યો. ચોર્યાશી મંડપો યુક્ત તે પ્રાસાદ એક કોશ ઊંચો, બે કોશ લાંબો અને એક હજાર ધનુષ્ય પહોળો હતો. તેની આસપાસ લાખ્ખો ગોખલાઓ, રત્નમયી વેદિકાઓ, જાળીઓ અને અનેક અટારીઓ શોભી રહી હતી. તેની મધ્યમાં ઋષભદેવ પ્રભુની ચતુર્મુખવાળી રત્નમય તેજસ્વી મૂર્તિ હતી અને પ્રતિમાની બંને બાજુએ ગણધર ભગવાન શ્રી પુંડરીકસ્વામીની અદૂભૂત મૂર્તિઓ હતી તથા કાયોત્સર્ગ રહેલી પ્રભુશ્રી ઋષભદેવ સ્વામીની મૂર્તિ અને તેના બંને પડખે ખગ્ર ખેંચીને રહેલા નમિ-વિનમિની મૂર્તિ બિરાજમાન કરાવી. તે મંદિરમાં એક બાજુ ત્રણ ગઢની વચ્ચે રહેલા કેવળજ્ઞાની ચતુર્મુખ પ્રભુ ધર્મતત્ત્વની દેશના આપતા હોય તેવી મૂર્તિ બિરાજમાન કરી. તેમની આગળ શ્રીયુગાદિપ્રભુ ઉપર દષ્ટિ રાખી, અંજલી જોડી, ઊભેલી પોતાની મૂર્તિ પણ ભરતે સ્થાપના કરી. તે સિવાય શ્રી નાભિરાજા, મરૂદેવામાતા અને બીજા પૂર્વજોની પણ રત્નમય મૂર્તિઓ ભરતનરેશ્વરે ભરાવીને તે જુદા પ્રાસાદ કરાવી તેમાં પ્રતિષ્ઠિત કરાવી. તેમજ તે ચૈત્યમાં સુનંદા અને સુમંગલામાતાની મણિ-રત્નમય મૂર્તિ, બ્રાહ્મી-સુંદરીની મૂર્તિઓ પણ બિરાજમાન કરાવી. ત્યારબાદ ત્યાં બીજા નવા મંદિરો કરાવીને તેમાં ભાવી અજિતનાથ સ્વામી આદિ ત્રેવીસ તીર્થકરોના બિંબોને પોતપોતાના વર્ણ અને દેહમાન પ્રમાણ શાસનદેવતા સહિત સ્થાપિત કર્યા. તેમજ ભરતે પોતાનાં બીજા બંધુઓની પણ મણિરત્નમય મૂર્તિઓ કરાવીને નવા પ્રાસાદમાં ગોઠવી. • ભરત ચક્રવર્તીએ કરાવેલો પ્રતિષ્ઠા મહોત્સવ :
આ પ્રમાણે વિવિધ પ્રકારનાં ચૈત્યો કરાવીને કાર્ય પૂર્ણ થયે ભરત ચક્રવર્તીએ તે કાર્ય કરનારા શિલ્પીઓ, ચિત્રકારો, રક્ષકો અને પૂજકોનું સન્માન કર્યું. શ્રી જિનેશ્વરાદિકની નિત્યપૂજા માટે ઝારી, થાળ, કલશ, છત્ર, ચામર, દીપક, આભૂષણ અને આરતી વગેરે સર્વ પ્રકારની સુંદર સામગ્રી ત્યાં દરેક ચૈત્યમાં મૂકી. હાથીના વાહનવાળો, બે જમણી ભુજામાં વરદાન અને અક્ષમાલા અને બે ડાબી ભુજામાં બીજોરુ અને પાશ ધારણ કરનારો, તપેલો સુવર્ણ જેવા વર્ણવાળો ગોમુખ નામનો યક્ષ તે શત્રુંજય તીર્થનો રક્ષક થયો. તેમ જ સુવર્ણ વર્ણવાળી, ગરુડ પર બેસનારી, ચાર જમણી ભુજાઓમાં
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૯૯