________________
સર્વ ઉન્માદ તથા રોગના નિદાનરૂપ ધાતુઓને શોષણ કનારી દ્રવ્યસંલેખના કહેવાય છે, અને સમાધિથી મોહમાત્સર્યયુક્ત રાગ, દ્વેષાદિ કષાયોનો ઉચ્છેદ કરવો, તે ભાવસંલેખના કહેવાય છે.
આ પ્રમાણે કહીને પુંડરીક ગણધરે પોતાની સાથે રહેલા પાંચ કરોડ સાધુઓની સાથે સર્વ પ્રકારના સૂક્ષ્મ તથા બાદર અતિચારોને આલોચ્યા, મહાવ્રતોને ફરી દ્રઢ કર્યા અને અરિહંતાદિનું શરણ સ્વીકાર્યું. આ પ્રમાણે આરાધના કરી તેમણે સર્વ મુનિઓ સાથે નિરાગાર અને દુષ્કર એવું અંતિમ અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ક્ષપકશ્રેણી પર આરૂઢ થયેલા શ્રી પુંડરીક ગણધરનાં ઘાતકર્મ જીર્ણ રજુની જેમ તૂટી ગયાં, તેમજ તેઓની સાથે રહેલા પાંચ કરોડ સાધુઓનાં પણ ઘાતકર્મ તે વખતે તત્કાળ તૂટી ગયાં અને સર્વને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારબાદ ક્ષણવારમાં બાકીનાં સર્વ અઘાતી કર્મોનો ક્ષય કરી, તે સર્વ મોક્ષપદ પામ્યાં અને દેવોએ આવીને તેમનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. • ચૈત્રી પૂર્ણિમાનું પર્વ :
ચૈત્રી પૂર્ણિમાને દિવસે પાંચ ક્રોડ મુનિઓની સાથે પુંડરીક મુનિ સિદ્ધ થયા, તેથી ત્યારથી જગતમાં ચૈત્રી પૂર્ણિમાનું પર્વ પ્રસિદ્ધ થયું અને આ તીર્થ પણ પુંડરીક ગિરિરાજના નામે પ્રખ્યાત થયું.
ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર દિવસે પુંડરીકગિરિ પર રહેલા પુંડરીક ગણધરની જે સંઘસહિત યાત્રા કરીને પૂજા કરે, તે લોકોત્તર સ્થિતિ પ્રાપ્ત કરે છે. નંદીશ્વરાદિ દ્વીપોમાં રહેલા શાશ્વતા પ્રભુનાં પૂજનથી જેટલું પુણ્ય થાય, તેનાથી શત્રુંજય ગિરિરાજ ઉપર ચૈત્રી પૂર્ણિમાએ પૂજન કરવાથી અધિક પુણ્ય થાય છે. અન્ય દિવસે દાન, શીલ, તપ અને પૂજા કરવાથી જે પુણ્ય થાય, તેનાથી ક્રોડગણું પુણ્ય ચૈત્રી પૂર્ણિમાના દિવસે પુંડરીકગિરિ પર જિનેશ્વર દેવની પૂજા કરવાથી થાય છે. જે ભવ્ય આત્મા, ચૈત્રી પૂર્ણિમાના દિવસે જિનાલયમાં શાંતિકકર્મ કે ધ્વજારોપણ કરે છે અને આરતી ઉતારે છે. તે ઉત્તરોત્તર કર્મજ રહિત સંસાર સ્થિતિ પ્રાપ્ત કરે છે. ચૈત્રી પૂર્ણિમાએ અન્ય સ્થાને રહીને પણ જે સંઘપૂજન કરે છે, તે પણ સ્વર્ગનાં સુખોને પ્રાપ્ત કરે છે. ચૈત્રી પૂર્ણિમાએ વસ્ત્ર તથા અન્નપાનાદિક વડે જો મુનિની ભક્તિ કરી હોય તો તેના યોગે તે આત્મા ચક્રવર્તી અને ઇન્દ્રનું પદ પામી, ઉત્તરોત્તર મોક્ષને પામે છે. જો ચૈત્રી પૂર્ણિમાએ અાલિકા મહોત્સવ પૂર્ણ થાય તો તે પર્વ અષ્ટમહાસિદ્ધિને પામનારું થાય છે. દેવતાઓ પણ આ દિવસે પુંડરીકગિરિ પર જઇને ભક્તિથી જિનપૂજાદિક વડે આ પર્વનું નિત્ય આરાધન કરે છે, માટે ધર્મબુદ્ધિવાળા ભવ્ય પ્રાણીએ ચૈત્રી પૂર્ણિમાના મંગલકારી દિવસે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૯૧