________________
મોક્ષના સંવિભાગરૂપ અતિથીઓને જે સંવિભાગ (દાન) આપે છે, તે પુણ્યથી તે આત્મા નરક અને તિર્યંચ ગતિને દૂર કરે છે. એકેન્દ્રિય વગેરે પ્રાણીઓને ફોગટ પીડા આપવી, તે અનર્થદંડ કહેવાય છે, માટે પ્રયત્નપૂર્વક એવા અનર્થદંડની વિરતી કરવી.
કલ્યાણની ઇચ્છાવાળા પુરુષે આ તીર્થમાં આવીને કોઈપણ વૃક્ષનાં શાખા, પત્ર, ફલ અને અંકુરોને છેદવા નહીં. કારણ કે શત્રુંજય ગિરિવર ઉપર સર્વ ઠેકાણે દેવતાનો નિવાસ છે.
સપુરુષોએ આ તીર્થ પર આવીને આનંદ આપનાર અને સર્વ ધર્મમાં સંમત પરોપકાર કરવો. પરોપકારથી પ્રાપ્ત થયેલું પુણ્ય ભવે ભવે વૃદ્ધિ પામે છે. તેથી તે આત્મા અખ્ખલિતપણે સદ્ગતિમાં વિચરે છે.
અહીં આવીને જે પ્રાણી જ્ઞાનીની અને પુસ્તકોની વસ્ત્ર, અન્ન અને ચંદનાદિકથી પૂજા કરે છે, તેને મુક્તિસુખનું કારણ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે.
આ તીર્થમાં આવીને જે મનુષ્ય રાત્રિભોજન કરે છે, તે ગીધ, ઘુવડ વગેરેના ભવો પામી દુઃખી થઈ નરકમાં જાય છે. રાત્રિભોજન કરનાર અને એ રીતે સદા અપવિત્ર રહેનાર પ્રાણીને આ તીર્થનો સ્પર્શ પણ યોગ્ય નથી.
બીજા તીર્થમાં જપ, તપ અને દાન કરવાથી જે ફળ થાય, તેનાથી કરોડગણું પુણ્ય આ તીર્થના સ્મરણમાત્રથી થાય છે.
આ ગિરિવર સર્વ તીથમાં તીર્થરાજ છે અને સર્વ પર્વતોમાં ઉત્તમ છે. તેથી મુક્તિને આપનાર આ ગિરિરાજને હે ભવ્યજીવો ! તમે સારી રીતે ભજો .
હે પુંડરીક મુનિ ! આ અવસર્પિણીમાં જેમ મારાથી વિશ્વસ્થિતિ પ્રવર્તી છે, તેમ તમારાથી આ તીર્થરાજનો મહિમા પ્રસિદ્ધ થશે. કારણ કે તમે આ તીર્થક્ષેત્રમાં શુભાશુભ કર્મનો નાશ કરી, ઘાતકર્મને બાળી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, આ ક્ષેત્રના માહાભ્યથી મુક્તિના વલ્લભ થશો. • શ્રી પુંડરીક ગણધર આદિ પાંચ કરોડ મુનિઓનું
અનશન અને કેવળજ્ઞાન પ્રાપ્તિ :
આ પ્રમાણે મહામુનિ શ્રી પુંડરીક ગણધરને જણાવીને ભગવાન ઋષભદેવે રૈલોક્યના હિતની ઇચ્છાથી ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો અને પુંડરીક ગણધર પાંચ કરોડ મુનિઓ સહિત ત્યાં જ રહ્યા. તેઓએ પોતાની સાથે રહેલા પુણ્યવાન મુનિઓને પરમ સંવેગથી ભરપૂર વાણી વડે કહ્યું, ‘ક્ષેત્રના પ્રભાવથી આ ગિરિવર સિદ્ધિસુખનું સ્થાન છે અને કષાયરૂપ શત્રુને સાધવાનું સ્થાન છે. આથી અહીં આપણે મુક્તિનું કારણ એવી સંલેખના કરીએ. તે સંલેખના દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૯૦