________________
अष्टमः प्रस्तावः
१२२७ पणठ्ठगुरूवएसो सत्तट्ठ पयाइं पच्चोसक्किऊण तेउलेसं निसिरिही। ताए य सरहो ससारही सतुरंगमो सो निदज्झिही। सुमंगलसाहूवि तं निद्दहिऊण पुणरवि पच्चागयसुहज्झवसाणो आलोइयनियदुच्चरिओ विचित्तेहिं तवोकम्मेहिं कम्मनिज्जरणं काऊण बहुयाइं वासाइं सामण्णं परिपालिऊण य मासियाए संलेहणाए संलिहियसरीरो मरिऊण सव्वठ्ठसिद्धे विमाणे तेत्तीससागरोवमाऊ देवो भविस्सइ । तओ चुओ समाणो महाविदेहे सिज्झिहित्ति | गोयमसामिणा भणियं-'भयवं! विमलवाहणो कहिं उप्पज्जिही?।' भयवया भणियं-'गोयम! विमलवाहणो तेण मुणिणा निद्दड्ढो सत्तमाए निरयपुढवीए अप्पइट्ठाणे नरयावासे तेत्तीससागरोवमाऊ नेरइओ भविस्सइत्ति । तयणंतरं च
सव्वत्तो पसरियतिखवज्जसूलग्गवेहणसमत्थं ।
अणिसं सहिही विवसो तेत्तीसं सागराइं दुहं ।।१।। सप्ताष्टौ पदानि प्रत्यपसृत्य तेजोलेश्यां निःसारयिष्यति। तया च सरथः, ससारथिः, सतुरगः सः निर्धक्ष्यति। सुमङ्गलसाधुः अपि तं निर्दाह्य पुनरपि प्रत्यागतशुभाऽध्यवसायः आलोचितनिजदुश्चरितः विचित्रैः तपःकर्मभिः कर्मनिर्जरणं कृत्वा बहूनि वर्षाणि श्रामण्यं परिपाल्य च मासिकया संलेखनया संलिखितशरीरः मृत्वा सर्वार्थसिद्धे विमाने त्रयस्त्रिंशत्सागरोपमाऽऽयुष्कः देवः भविष्यति। ततः च्युतः सन् महाविदेहे सेत्स्यति । गौतमस्वामिना भणितं 'भगवन्! विमलवाहनः कुत्र उत्पत्स्यते?।' भगवता भणितं 'गौतम! विमलवाहनः तेन मुनिना निर्दग्धः सप्तम्यां नरकपृथिव्याम् अप्रतिष्ठाने नरकाऽऽवासे त्रयस्त्रिंशत्सागरोपमाऽऽयुष्कः नैरयिकः भविष्यति। तदनन्तरं च
सर्वतः प्रसृततीक्ष्णवज्रशूलाग्रवेधनसमस्तम् । अनिशं सहिष्यति विवशः त्रयस्त्रिंशत् सागराणि दुःखम् ।।१।।
ઉપદેશ નાશ પામશે અને તે સાત આઠ પગલાં પાછા ફરીને તેના પર તેજોવેશ્યા મૂકશે. તેથી તે રાજા રથ સહિત, અશ્વ સહિત અને સારથિ સહિત બળી જશે. સુમંગળ સાધુ પણ તેને બાળીને ફરીથી પાછા શુભ અધ્યવસાયમાં આવી, પોતાના દુચરિત્રની આલોચના કરી, વિચિત્ર પ્રકારના તપકર્મવડે કર્મની નિર્જરા કરી, ઘણા વર્ષ સુધી ચારિત્રનું પાલન કરી, એક માસની સંલેખનાવડે શરીરની સંલેખના કરી, મરણ પામીને, સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. આ સર્વ સાંભળી ગૌતમસ્વામીએ પૂછ્યું કે “હે ભગવન! તે વિમળવાહન ક્યાં ઉત્પન્ન થશે?' ભગવાને કહ્યું- હે ગૌતમ! તે મુનિ (સુમંગળ) તે વિમળવાહનને બાળશે ત્યારે તે સાતમી નરકમૃથ્વીમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારકી થશે. ત્યારપછી ત્યાં સર્વત્ર પ્રસરેલા તીક્ષ્ણ વજ જેવા શૂળના અગ્રભાગવડે વીંધવાથી ઉત્પન્ન થયેલા મોટાં દુઃખોને તે નિરંતર તેત્રીશ સાગરોપમ સુધી સહન કરશે. (૧)