________________
अष्टमः प्रस्तावः
१०८१
अह अट्ठमो पत्थावो एवं केवललाभो भणिओ भुवणिक्कभाणुणो एत्तो । एक्कारसवि गणहरा जह से जाया तहा सुणसु ।।१।। अह निम्महियनीसेसमोहमहिमो सो महावीरजिणवरो तहाविहोवयारविरहियं परिसं नाऊण परोवयारकरणिक्कतल्लिच्छो छिन्नपेम्मबंधणोऽवि धम्मदेसणाईहिं तित्थयरनामगोयं कम्मं वेइज्जइत्ति परिभावितो असंखेज्जाहिं देवकोडीहिं परिवुडो सुरविरइएसु नवसु कणयकमलेसु नवणीयसुहफरिसेसु चलणजुयलं निवेसमाणो दिसामुहविसारिणा देवजणुज्जोएण पडिहयंधयारे निसासमएवि दिवसेव्व समुवलक्खिज्जमाणपयडपयत्थसत्थो तित्थनाहो दुवालसजोयणंतरियाए मज्झिमानयरीए गंतुं पवत्तो। तओ जाव सामी न पावइ मज्झिमापुरी
अथ अष्टमः प्रस्तावः
एवं केवललाभः भणितः भुवनैकभानोः इतः |
एकादशाऽपि गणधराः यथा तस्य जाताः तथा श्रुणुत ।।१।। अथ निर्मथिताऽशेषमोहमहिमः सः महावीरजिनवरः तथाविधोपकारविरहितां पर्षदं ज्ञात्वा परोपकारकरणैकतल्लिप्सः, छिन्नप्रेमबन्धनः अपि धर्मदेशनादिभिः तीर्थकरनाम-गोत्रकर्म वेद्यते इति परिभावयन् असङ्ख्येयैः देवकोटिभिः परिवृत्तः सुरविरचितेषु नवसु कनककमलेषु नवनीतसुखस्पर्शेषु चरणयुगलं निवेषमाणः दिङ्मुखविसारिणा देवजनोद्योतेन प्रतिहताऽन्धकारे निशासमयेऽपि दिवसमिव समुपलक्ष्यमाणप्रकटपदार्थसार्थः तीर्थनाथः द्वादशयोजनाऽन्तरितां मध्यमा नगरी गन्तुं प्रवृत्तवान् ।
અષ્ટમપ્રસ્તાવ આ પ્રમાણે સાતમા પ્રસ્તાવમાં ત્રણ ભુવનના અદ્વિતીય સૂર્ય સમાન શ્રી વર્ધમાનસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કહી. હવે તેમને જે પ્રમાણે અગિયાર ગણધરો થયા તે સાંભળો. (૧)
ત્યારપછી સમગ્ર મોહના મહિમાને મથન કરનારા તે શ્રી મહાવીર જિનેશ્વર તથા પ્રકારના ઉપચાર રહિત પર્ષદાને જાણીને પરોપકાર કરવામાં જ એક-તત્પર થયેલા અને પ્રેમનો બંધ છેદાયો છે તો પણ ધર્મદેશનાદિકવડે તીર્થંકરનામગોત્ર નામનું કર્મ વેદાય છે (ક્ષીણ થાય છે) એમ વિચારને અસંખ્ય ક્રોડ દેવોવડે પરિવરેલા, દેવોએ વિદુર્વેલા માખણની જેવા કોમળ સ્પર્શવાળા નવ સુવર્ણકમળ ઉપર અનુક્રમે પાદયુગલને સ્થાપન કરતા, દેવોના ઉદ્યોતવડે અંધકારનો નાશ થયેલો હોવાથી દિવસની જેમ પદાર્થનો સમૂહ પ્રગટ રીતે જાણવામાં આવતો હતો તેવી રાત્રિને સમયે પણ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી બાર યોજન દૂર રહેલી મધ્યમા નામની નગરી તરફ જવા લાગ્યા.