________________
અનેક દૃષ્ટિએ માહીતિસભર, વૈવિધ્યસભર, વર્ણન અને ઉપમાથી આ ગ્રંથ સમૃદ્ધ થયો છે. પણ લોકપ્રસિદ્ધ એવી અમુક બાબતોનો આ ગ્રંથમાં ઉલ્લેખ જોવામાં આવેલ નથી. જેમ કે - * અઈમુત્તા મુનિનો પરમાત્માની હાજરીમાં કેવળજ્ઞાનનો પ્રસંગ. * ત્રિશલામાતાને પ્રથમ સ્વપ્ન સિંહનું દેખાયું હતું. * રેવતી શ્રાવિકાએ બે ઔષધ બનાવેલ હતા - કોળાપાક પોતાની માટે બનાવેલ હતો અને બીજોરાપાક પ્રભુ માટે બનાવેલ હતો તેમાંથી સિંહ અણગાર પ્રભુ માટે કાળાપાક વહોરે છે. મેઘકુમાર બીજીવાર પ્રભુ દ્વારા પ્રતિબોધ પામે છે ત્યારે પ્રભુની પાસે અભિગ્રહ કરે છે કે મારે આંખ સિવાય શરીરનો ઉપચાર કરવા કહ્યું નહિ. * ચંડકૌશિકે ભગવાનને ડંખ માર્યો ત્યારે પગમાંથી લોહી નીકળ્યું તે દૂધ જેવું સફેદ હતું. * કુવલયમાલા ગ્રંથમાં આવતો પ્રભુવીર અને રાજકુમાર કામગજેન્દ્રનો પ્રસંગ. જ ભગવાનની આચારમાર્ગની મહત્તાને સૂચવો પ્રસંગ જેમાં ભગવાન તરસ્યા સાધુઓને સરોવરનું અચિત્ત જળ પોતે જાણવા છતા - છબસ્થમાટે તે જાણી ન શકાય તો પી ન શકાય - એ કારણે અચિત્ત જળ પણ પીવાની વાત ન કરી.
પ્રાકૃત ગ્રંથોમાં આવતા દેશી શબ્દો વગેરેના લીધે સંસ્કૃત છાયા વગર પ્રાકૃત ગ્રંથો ભણવામાં વાચકોને ક્ષોભ અનુભવાતો જોવા મળે છે. તેથી મારા ગુરુદેવશ્રીએ મને 'મહાવીર ચરિયમ્ ની સંસ્કૃત છાયા બનાવવા પ્રેરણા કરી. તેમના આશિષ લઇને આ કાર્યના શ્રીગણેશ કર્યા. દેવગુરુની અસીમ કૃપાથી આ કાર્ય પૂર્ણ થયું છે. મારો પ્રથમ પ્રયત્ન હોવાના લીધે આમાં ક્ષતિઓને અવકાશ નકારી શકાય તેમ નથી. વિજ્ઞ વાચકવર્ગ સંસ્કૃત છાયામાં રહેલી ત્રુટિઓ મને જણાવશો તો બીજી આવૃત્તિમાં તેનું પરિમાર્જન થઇ શકે...
મુ. નિર્મળયશ વિ.
10