________________
७०२
श्रीमहावीरचरित्रम् सबहुमाणं सक्कारिऊण भणइ-'अहो भद्द! कहं भयवं विहरइत्ति । बंभणेण भणियं-'देव! सुणेह, सो जएक्कनाहो कयाइ फुट्टहासजणियसंतासेसु भूयभवणेसु गोदुहियाए दुद्धरं नियमविसेसमालंबिऊण नासग्गसंगिचक्खुविक्खेवो मंदरोव्व थिमिओ झाणं झियाइ । कयाइ करालवेयालमालाउलासु पयंडपडियनरमुंडमंडलीसु सुसाणभूमीसु वीरासणं संठिओ निरुद्धउस्साससमीरपसरो सूरबिंबनिहियनयणो मज्झंदिणंमि आयावेइ । कयाइ गुरुभारक्कंतनरोव्व ईसिअवणयकाएण पलंबियभुयदंडो गामबहिया काउस्सग्गेण चिट्ठइ । कयाइ निक्कारणकुवियपिसायविहियतिव्वोवसग्गं सोक्खपरंपरं पिव सम्ममहियासेइ । कयाइ छट्ठट्ठममद्धमासाइतवविसेससुसियसरीरो पंतकुलपरिब्भमणलढुंछतुच्छासाराहारग्गहेण पाणवित्तिं निव्वत्तेइ ।
भणति 'अहो भद्र! कथं भगवान् विहरति?।' ब्राह्मणेन भणितं 'देव! श्रुणु, सः जगदेकनाथः कदाचित् स्फुटाट्टहासजनितसंत्रासेषु भूतभवनेषु गोदोहिकया दुर्धरं नियमविशेषम् आलम्ब्य नासाग्रसङ्गिचक्षुविक्षेपः मन्दरः इव स्तिमितः ध्यानं ध्याति । कदाचित् करालवेतालमालाऽऽकुलासु प्रचण्डपतितनरमुण्डमण्डलीषु स्मशानभूमिषु वीरासनं संस्थितः निरुद्धोच्छ्वाससमीरप्रसरः सूर्यबिम्बनिहितनयनः मध्यन्दिनेऽपि आतापयति । कदाचिद् गुरुभाराऽऽक्रान्तनरः इव ईषदवनतकायेन प्रलम्बितभुजदण्डः ग्रामबहिः कायोत्सर्गेण तिष्ठति। कदाचिद् निष्कारणकुपितपिशाच-विहिततीव्रोपसर्ग सौख्यपरम्परामिव सम्यग् अध्यास्ते। कदाचित् षष्ठाऽष्टमाऽर्धमासादितपोविशेषशोषितशरीरः प्रान्तकुलपरिभ्रमणलब्धोञ्छतुच्छाऽसाराऽऽहारग्रहणेन प्राणवृत्तिं निर्वर्तयति।
તેનો ભારે સત્કાર કરીને કહ્યું કે “હે ભદ્ર! ભગવાન કેવી રીતે વિચરે છે?” ત્યારે બ્રાહ્મણે જણાવ્યું-દેવ! સાંભળો. તે ત્રિભુવનના એક નાથ ભગવંત, કોઈવાર પ્રગટ અટ્ટહાસ્યથી ત્રાસ ઉપજાવે તેવાં ભૂતગૃહોમાં ગોદોહિક-આસને રહી, નાસાગ્ર દૃષ્ટિ સ્થાપી, મેરૂની જેમ સ્થિર થઇને ધ્યાન કરે છે; કોઇવાર વિકરાલ વેતાળોથી વ્યાપ્ત, પ્રચંડ નામુંડ જ્યાં શ્રેણિબંધ પડેલાં છે એવી સ્મશાન-ભૂમિમાં વીરાસને રહી, શ્વાસ-સમીર-વાયુ રોકી, સૂર્યબિંબ સામે દૃષ્ટિ સ્થાપીને મધ્યાન્હ આતાપના લે છે; કોઇવાર ભારે ભારથી આક્રાંત થયેલ પુરુષની જેમ સહેજ શરીરને નમાવી, ભુજાઓને લાંબી કરીને ગામની બહાર કાયોત્સર્ગ રહે છે; કોઈવાર અકારણે કોપાયમાન થયેલા પિશાચે કરેલ તીવ્ર ઉપસર્ગને સુખપરંપરાની જેમ સમ્યક પ્રકારે સહન કરી લે છે; કોઇવાર છઠ્ઠ, અઠ્ઠમ, અર્ધમાસ પ્રમુખ તપ કરતાં, શરીરને શોષાવતાં, પ્રાંતકુળમાં પરિભ્રમણ કરી તુચ્છ આહાર લઇ જીવનનિર્વાહ ચલાવે છે;