________________
सप्तमः प्रस्तावः
१०७३ 'सिद्धत्थ! अलमेत्थ पत्थणाए, तहा करेमि जहा लहुं अवहरामि भयवओ सल्लं, केवलं निप्पडिकम्मो एस नाभिलसइ चिगिच्छं, न बहु मन्नइ सरीरसक्कारं, नाभिनंदइ ओसहाइविहाणं । एवं च ठिए कहं कायव्वो सल्लसमुद्धरणोवक्कमो?।' सिद्धत्थेण भणियं'पज्जत्तं वाउलत्तणेणं, जहा तुमं भणिहिसि तहा करिस्सामि त्ति अन्नोऽन्नं जंपिराणं निग्गओ भुवणगुरू, ठिओ बाहिरुज्जाणे। सिद्धत्थेणावि नियपुरिसेहिंतो सव्वत्थवि अन्नेसाविओ सामी, दिट्ठो य गामबाहिरुज्जाणे । तओ विज्जेण समेओ तदुवदिट्ठदिव्वोसहसामग्गिसणाहो तत्थेव गओ सिद्धत्थो। तयणंतरं च वेज्जेण तेल्लदोणीए निवेसाविओ सामी, पच्छा कयकरणेहिं चउव्विहविस्सामणावियक्खणेहिं पुरिसेहिं मद्दाविओ। तओ सिढिलीभूएसु संधिबंधणेसु बाढं निजंतिऊण संडासएण अइच्छेययाए लहुमाकड्ढिउमारद्धो कन्नेहिंतो सरुहिरं सल्लजुयलं।
अह नीहरिज्जमाणे सल्ले सा कावि वेयणा जाया । जीए मंदरधीरोऽवि कंपिओ झत्ति जयनाहो ||१||
'सिद्धार्थ! अलमत्र प्रार्थनया, तथा करोमि यथा लघुः अपहरामि भगवतः शल्यम्, केवलं निष्प्रतिकर्मः एषः नाऽभिलषति चिकित्साम्, न बहुमन्यते शरीरसत्कारम्, नाऽभिनन्दति औषधादिविधानम् । एवं च स्थिते कथं कर्तव्यः शल्यसमुद्धरणोपक्रमः?| सिद्धार्थेन भणितम् ‘पर्याप्तं व्याकुलत्वेन, यथा त्वं भणिष्यसि तथा करिष्यामि' इति अन्योन्यं जल्पतोः निर्गतः जगद्गुरुः, स्थितः बहिः उद्याने। सिद्धार्थेनाऽपि निजपुरुषैः सर्वत्राऽपि अन्वेषितः स्वामी, दृष्टश्च ग्रामबहिः उद्याने। ततः वैद्येन समेतः तदुपदिष्टदिव्यौषध-सामग्रीसनाथः तत्रैव गतः सिद्धार्थः। तदनन्तरं च वैद्येन तैलद्रोण्यां निवेषितः स्वामी, पश्चात् कृतकरणैः चतुर्विधविश्रामणाविचक्षणैः पुरुषैः मर्दापितः । ततः शिथिलीभूतेषु सन्धिबन्धनेषु बाढं नियन्त्र्य संदंशकेन अतिच्छेकेन लघुः आक्रष्टुम् आरब्धं कर्णाभ्यां सरुधिरं शल्ययुगलम् ।
अथ निह्रियमाणे शल्ये सा काऽपि वेदना जाता। यया मन्दरधीरः अपि कम्पितः झटिति जगन्नाथः ।।१।।
“હે સિદ્ધાર્થ! એવી પ્રાર્થના કરવાથી સર્યું. હું હવે તેવો જ ઉપાય લઉં કે જેથી ભગવંતનું શલ્ય તરત દૂર કરી શકું, પરંતુ એ સંસ્કાર રહિત હોવાથી ચિકિત્સાને ઇચ્છતા નથી. શરીર-સત્કારની દરકાર કરતા નથી તેમ ઔષધવિધાનને ચહાતા નથી, એમ હોવાથી શલ્યોદ્ધારનો પ્રયત્ન કેમ કરવો?' સિદ્ધાર્થ બોલ્યો-“એમ વ્યાકુળતા લાવવાની જરૂર નથી. જેમ તું કહે તેમ હું કરીશ.” એમ તેઓ અન્યાન્ય વાત કરતા હતા તેવામાં ભગવંત ત્યાંથી ચાલી નીકળ્યા અને બહારના ઉદ્યાનમાં રહ્યા. ત્યારે સિદ્ધાર્થે પણ પોતાના માણસો પાસે સ્વામીની સર્વત્ર શોધ કરાવી, અને ગામની બહાર ઉદ્યાનમાં સ્વામી તેમના જોવામાં આવ્યા. પછી વૈદ્ય અને તેણે બતાવેલ દિવ્ય ઔષધની સામગ્રી સહિત સિદ્ધાર્થ તે જ સ્થાને ગયો. ત્યાં પ્રથમ વૈદ્ય સ્વામીને તેલના કુંડામાં બેસાર્યા અને ચતુર્વિધ વિશ્રામણમાં ભારે વિચક્ષણ એવા પુરુષોના હાથે પ્રભુને મર્દન કરાવતાં, કંઈક સંધિબંધ શિથિલ થતાં, સાંડસીવતી મજબૂત પકડી, બહુ જ ચાલાકીથી હસ્તલાઘવે કર્ણથકી તેણે રુધિરયુક્ત શલ્ય ખેંચવા માંડ્યું.