________________
९०५
षष्ठः प्रस्तावः अमेज्झरसंपि व परिहरणिज्जं दूरओ, न मणसावि तप्पिवासा कायव्वा । एयं हि पिज्जमाणं निट्ठावेइ दविणं, अवणेइ विसिट्टत्तणं, जणेइ उम्मायं, संपाडेइ विहलत्तणं, दावेइ कज्जहाणिं, पयडेइ अत्तमम्माणि, लज्जावेइ मित्ताई, कलुसेइ बुद्धिपसरं, विनडेइ कुलजाइओ, भंजावेइ निम्मलं सील, उप्पाएइ वेरपरंपराओ, भंसेइ धम्मकम्माओ, संजोएइ अकुलीणजणमेत्तीए अभिगमावेइ अगम्माणि, भक्खावेइ अभक्खाणि, उवहसावेइ गुरुजणं, मइलावेइ सयणवग्गं, बोल्लावेइ अबोल्लणिज्जाणि| तहा इमं हि मज्जपाणं मूलं असुइत्तणस्स, अवगासो वेरियाणं, पडिबोहो कोहाईणं, संकेयट्ठाणं पराभवाणं, अट्ठाणीमंडवो अणत्थाणं । अविय
पच्चक्खंपि य दावेइ कलुसभावं जमेत्थ जंतूणं । मज्जस्स तस्स का होज्ज चंगिमा पावमूलस्स? ||१||
अमेध्यरसमिव परिहरणीयम् दूरतः, न मनसाऽपि तत्पिपासा कर्तव्या । एतद् हि पीयमानं निःस्थापयति द्रविणम्, अपनयति विशिष्टत्वम्, जनयति उन्मादम्, सम्पादयति विफलत्वम्, दापयति कार्यहानिम्, प्रकटयति आत्ममर्माणि, लाजयति मित्राणि, कलुषयति बुद्धिप्रसरम्, विनाटयति कुलजातीन्, भञ्जयति निर्मलं शीलम्, उत्पादयति वैरपरम्पराः, भ्रंशयति धर्मकर्मभ्यः, संयोजयति अकुलीनजनमैत्र्या, अभिगमयति अगम्यानि, भक्षयति अभक्ष्याणि, उपहासयति गुरुजनम्, मलिनीयते स्वजनवर्गम्, वादयति अवदनीयानि । तथा इदं हि मद्यपानं मूलम् अशुचेः अवकाशः वैरिकाणाम्, प्रतिबोधः क्रोधादीनाम्, सङ्केतस्थानं पराभवानाम्, आस्थानमण्डपः अनर्थानाम् । अपि च -
प्रत्यक्षमपि यः दापयति कलुषभावं यदत्र जन्तूनाम् । मद्यस्य तस्य का भवेत् मनोहरता पापमूलस्य ।।१।।
ખરાબરસની જેમ દૂરથી તજવા લાયક છે, મનથી પણ તેની પિપાસા કરવી ન જોઈએ. એનું પાન કરતાં દ્રવ્યની હાનિ થાય, વિશિષ્ટતા ચાલી જાય, ઉન્માદને એ પ્રગટાવે, વિફલતાને આણે, કાર્યનો નાશ કરાવે, સ્વમર્મો પ્રકાશિત કરાવે, મિત્રોને લજ્જા પમાડે, બુદ્ધિ-પ્રસારને કલુષિત કરે, કુળ જાતિને શરમાવે, નિર્મળ શીલનો ભંગ કરાવે, વૈરપરંપરાને ઉત્પન્ન કરે, ધર્મ-કર્મથી ભ્રષ્ટ કરે, નીચજનો સાથે મૈત્રી જોડાવે, અગમ્ય પ્રત્યે ગમન કરાવે, અભક્ષ્ય ભક્ષણ કરાવે, વડીલોની હાંસી કરાવે, સ્વજનવર્ગને વિયુક્ત કરે અને ન બોલવાના બોલ બોલાવે. તેમ જ એ મદ્યપાન અશુચિનું મૂળ છે, વેરીઓને આવવાના અવકાશરૂપ છે, ક્રોધાદિકને જગાડનાર, પરાભવોના સંકેત-સ્થાનરૂપ અને અનર્થોના મહાસ્થાનરૂપ છે. વળી
જે પ્રાણીઓને અહીં પ્રત્યક્ષ કલુષ-ભાવ પમાડે છે, તે પાપરૂપ મઘમાં વિશેષતા શી હોઇ શકે? (૧)